અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

પાછળ

લાંબાગાળાના સંપત્તિ સર્જન માટે કેવી રીતે વ્યવસાય વિસ્તરણ લોનનો ઉપયોગ કરવો

 

લાંબાગાળાના સંપત્તિ સર્જન માટે કેવી રીતે વ્યવસાય વિસ્તરણ લોનનો ઉપયોગ કરવો?

દરેક વ્યવસાયમાં વૃદ્ધિ માટે સમય સમયે ભંડોળની જરૂર પડે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ખૂબ જ સરળતાથી ચાલે અને નફામાં વધારો થાય તે માટે પૂરતું ભંડોળ પાયાની જરૂરિયાત છે. નવું ઉપકરણ ખરીદવાનું હોય કે પછી સ્ટાફની ભરતી કરવાની અને તાલિમ આપવાની હોય, વિસ્તરણ માટે મોટી જગ્યા લેવાની હોય કે પછી, નવા માલની ખરીદી કરવાની હોય, વ્યવસાયમાં વિકાસ માટે વ્યાવસાયિક ભંડોળ અનિવાર્ય છે

વ્યવસાય કરતા લોકો તેમના વ્યવસાય માટે ભંડોળ મેળવવા અને તેમની કાર્યપ્રણાલીમાં નવી મૂડી ઠાલવવા માટે સમજદારીપૂર્ણ રીતે મોટાભાગે બેંકો અને નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોન લેતા હોય છે. તમારા વ્યવસાયમાં રોકાણ કરવા માટે નાણાં લઈને તમે કદાચ તમારા નફામાં કેટલાય ગણો વધારો કરી શકો છો અને ટૂંક સમયમાં જ તમારા સંપત્તિનાં લક્ષ્યો હાંસલ કરી શકો છો

વ્યવસાય લોનઃ દેવું કે સંપત્તિ?

દેવું કલંક માનવામાં આવે છે અને ‘લોનથી દેવું થાય છે’ તેવી માન્યતાના કારણે સંખ્યાબંધ વ્યવસાય માલિકો લોન લેતા અચકાય છે પરંતુ વાસ્તવમાં આ પગલું તેમનો વ્યવસાય વધારમાં મદદ કરી શકે છે. જોકે, તેઓ એવું ક્યારેય નથી વિચારતા કે વ્યવસાય લોનથી તેમની પાસે નાણાંનો પ્રવાહ વધે છે અને તેનાથી તેમના નફામાં વધારો થાય છે પરિણામે ભવિષ્યમાં તેમની આવક પણ વધે છે

ધારો કે તમે વાર્ષિક 11%ના વ્યાજ સાથે વ્યવસાય લોન લો છો. જો, તમે તે લોનના માસિક ખર્ચની ગણતરી કરો તો, તે 1%થી પણ ઓછો ખર્ચ પડે. એક અંદાજ અનુસાર, જો તાર્કિક રીતે સારી રીતે ચાલતો વ્યવસાય હોય તો એક મહિનામાં 15% થી 18% ચોખ્ખો નફો થાય છે. આથી, જો તમે 1% કરતાં ઓછા વ્યાજની લોનથી મેળવેલા નાણાં વ્યવસાયમાં રોકો અને તેનાથી 15% થી 18% જેટલું વળતર મળે તો, તમે દેવું નથી કરી રહ્યા પરંતુ સંપત્તિ બનાવી રહ્યા છો

વ્યવસાય વિસ્તરણ લોન લઈને, તમે ઋણ લીધેલા નાણાં તમારો પોતાનો નફો વધારવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છો. જ્યારે તમારી પાસે આવક આવવા લાગે, ત્યારે તમે સરળતાથી તે નાણાં પરત કરી શકો છો. વ્યવસાય લોન પર ચુકવવામાં આવેલું વ્યાજ મોટાભાગે તેના કારણે જે આવક ઉભી થાય તેની સામે અવગણી શકાય તેવું હોય છે. આથી, તમારા વ્યવસાયમાં કેવી રીતે લોનથી સંપત્તિ સર્જન થઈ શકે તે અહીં જણાવ્યું છેઃ

 

તમારા વ્યવસાય માટે વધુ કાર્યકારી મૂડી

વ્યવસાય વિસ્તરણ લોન મોટાભાગે તમારા વ્યવસાયમાં વિસ્તરણ માટે અને મુશ્કેલીની સ્થિતિમાં નાણાંનો પ્રવાહ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ સહાય કરે છે. પડકારજનક આર્થિક માહોલમાં, વ્યવસાય લોન મજબૂત આર્થિક છૂટછાટ આપે છે જેથી મંદીના સમયમાં પણ સ્થિર રહેવા માટે તમારો વ્યવસાય વધુ મજબૂત બને છે. તેના કારણે માલ ખરીદવા માટે, અથવા સંકટની સ્થિતિમાં પણ તમારા કર્મચારીઓને પગાર ચુકવવા માટે તમારી પાસે ક્યારેય નાણાંતંગી ઉભી થતી નથી

 

તમારી સગવડે લોનની ચુકવણી કરવા અનુકૂળ સમયગાળો

વ્યવસાય લોન ભંડોળની જરૂરિયાત અને વ્યવસાયની પુનઃચુકવણીની ક્ષમતાના આધારે અનુકૂળ સમયગાળામાં ઉપલબ્ધ છે. લાંબાગાળાની અને ટૂંકાગાળાની અલગ અલગ રકમની લોન ઉપલબ્ધ છે અને તેમાં સમયગાળો પણ જુદો જુદો હોય છે. તમારી અંદાજિત ગણતરીના આધારે તમે તમારી લોનનો સમયગાળો નક્કી કરી શકો છો. મતલબ કે, તમારી પાસે તમારા વ્યવસાયનું વિસ્તરણ કરવા અને નફો કમાવા માટે આ નાણાં ઉપયોગ કરવાની સુવિધા છે, અને તમારા વ્યવસાયને સહેજ પણ ખલેલ પાડ્યા વગર તબક્કાવાર તે પાછી ચુકવી શકો છો

આમ, લાંબાગાળે સફળ થવા માટે, તમે તમારા વ્યવસાયમાં રોકાણ કરવા અને લાંબાગાળે રોકાણ માટે લાવેલા ભંડોળના ખર્ચ કરતાં વધુ મૂડી બનાવવા માટે તમે વ્યવસાય લોનનો ઉપયોગ કરી શકો છો. રિલાયન્સ મની, એક નાણાં સંસ્થા તરીકે વ્યવસાય માલિકોને તેમનો વ્યવસાય વધારવા માટે એક વૈકલ્પિક ભંડોળના સ્ત્રોત રૂપે પોષાય તેવા ખર્ચે વ્યવસાય વિસ્તરણ લોન આપીને તેમને પ્રોત્સાહિત કરે છે