અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

પાછળ

તમારા એસએમઈમાં આરએફઆઈડીથી ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયા કેવી રીતે સુધરે છે તે જાણો

 

તમારા એસએમઈમાં આરએફઆઈડીથી ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયા કેવી રીતે સુધરે છે તે જાણો

દુનિયાભરમાં વિવિધ કંપનીઓ દ્વારા આરએફઆઈડી ટેક્નોલોજીનો અમલ કરવામાં આવ્યો છે કારણ કે તેનાથી સ્વયંચાલિત દેખરેખ, કામગીરી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે તમારી ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયામાં ચોક્કસાઈ અને ઉત્પાદકતા વધે છે

સમગ્ર દુનિયામાં કંપનીઓ દ્વારા તેમની તેની ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયા સુધારવા માટે અને તેમની પૂરવઠા વ્યવસ્થાનું બહેતર સંચાલન કરવા માટે રેડિયો-ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (આરએફઆઈડી) ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. આરએફઆઈડી ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા વાયરલેસ વીજચુંબકીય ક્ષેત્રોની મદદથી પ્રોડક્ટની ઉપર લગાવેલા ટેગ ઓળખવાની અને તેના પર દેખરેખ રાખવાની પ્રક્રિયા આપોઆપ કરે છે

ટ્રાન્સફર થયેલા ડેટા પ્રોડક્ટના સ્થાન, વિવરણ, સ્થિતિ અને બીજી બાબતો વિશે માહિતી આપે છે જેનો આધાર તમે કેવી રીતે ટેક્નોલોજી પસંદ કરો છો તેમના પર રહેલો છે. આરએફઆઈડી વસ્ત્રો અને પ્રાણીઓ સહિત કોઈ પણ પ્રોડક્ટ પર સરળતાથી લાગુ કરી શકાય છે

તમારા ગોદામમાં તેનો અમલ કરવામાં આવે એટલે, સાચો સામાન સાચી જગ્યાએ ઉપલબ્ધ હોવાનું સુનિશ્ચિત થશે અને તેમાં કોઈ જ ભૂલ કે વિસંગતતા નહીં આવે. આરએફઆઈડી કેવી રીતે તમારા એસએમઈમાં ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયામાં સુધારો લાવી શકે છે તે માહિતી આપી છે

 

સ્વયંચાલિત દેખરેખ

આરએફઆઈડી તમારા માલના જથ્થાની દેખરેખ અને સુમેળની કામગીરી સ્વયંચાલિત કરે છે. તે માલસમાન લેવા માટે અને સંગ્રહ કરવા માટે જરૂરી સ્ત્રોતોમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. માલની યાદી તૈયાર કરવા અને તેના પર દેખરેખ રાખવાના સમયમાં પણ તે ઘટાડો કરે છે. તેની મદદથી હાથમાં રાખી શકાય તેવા એક ઉપકરણ દ્વારા જ માલસમાન પર દેખરેખ રાખી શકાય છે કારણ કે તેમાં કોઈ પણ પ્રોડક્ટનું ચોક્કસ સ્થાન અને માહિતી જાણી શકાય છે

 

ઉત્પાદકતા વધારે છે

આરએફઆઈડી ટેક્નોલોજીમાં ડેટા વાંચવા માટે ટેગ વાંચવાની (ટેગ સામે રાખવાની) જરૂર નથી પડતી. પ્રોડક્ટ્સ પર દેખરેખ રાખવાની પ્રક્રિયા નિર્ધારિત રેન્જ વિસ્તારમાં ગમે ત્યાંથી કરી શકાય છે, અને તેનાથી ગોદામમાં કાર્યક્ષમતા તેમજ ઝડપ મહત્તમ સ્તર સુધી પહોંચે છે

વધુમાં, આરએફઆઈડી રીડર્સ એક સાથે 200 જેટલા ટેગ્સ વાંચી શકે છે. તેના કારણે આવા લેબલ ફિઝિકલી સ્કેન કરવા માટે કામદારોની જરૂર પડતી નથી, તેમજ ગોદામ વ્યવસ્થામાં ઝડપ અને ઉત્પાદકતા બંને વધે છે. તેનાથી ગોદામમાં કામદારોના પ્રાથમિક સ્તરના કાર્યોમાં ઘટાડો થાય છે અને તેમને અન્ય કામો સોંપી શકાય છે

 

ખર્ચ ઘટાડે છે

વાંચનની શ્રમપૂર્ણ કામગીરીમાં ઘટાડો કરીને, આરએફઆઈડી ગોદામ અને વિતરણ કામગીરીમાં શ્રમખર્ચ ઘટાડે છે. આવા ખર્ચમાં ઘટાડો થવાથી એકંદરે કામગીરીના ખર્ચમાં કાપ મૂકવા પર સીધી અસર પડે છે

 

વ્યવસ્થાપન નિર્ણયો

આરએફઆઈડી ત્વરિત રીતે માલસંગ્રહની વિવિધ સ્તરની યાદી, ચીજોની ઉપલબ્ધતા, વાસ્તવિક સમયે સંગ્રહની સ્થિતિ વગેરે ડેટા આપે છે. તેના કારણે પ્રોડક્ટ પૂરી પાડવાની ક્ષમતા વધે છે અને વાસ્તવિક સમયના અહેવાલો તેમજ ઊંડી વિગતો મળી રહે છે. આવી ઊંડી વિગતોના આધારે વ્યવસ્થાપન નિર્ણયો ઝડપથી અને વધુ ચોક્કસાઈપૂર્વક લઈ શકાય છે

 

ગ્રાહકોનો સંતોષ

ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયામાં આરએફઆઈડીનો અમલ કરવાથી ભૂલો ઘટે છે અને ગોદામની સ્થિતિ વધુ ભરોસાપાત્ર તેમજ સચોટ બને છે. તેના કારણે છેવટે યોગ્ય ચીજ યોગ્ય પ્રાપ્તિકર્તા સુધી ઈચ્છિત સ્થિતિમાં પહોંચે તે સુનિશ્ચિત થાય છે, અને તેથી ગ્રાહકોનો સંતોષ વધે છે

 

ચેતવણીઓ

આરએફઆઈડી ટેક્નોલોજી ગોદામ અને પર્ચેઝિંગ ટીમ (ખરીદી કરતી ટીમ)ને પ્રમાણભૂત જરૂરિયાતના આધારે માલના ઓછા અથવા વધુ જથ્થા વિશે સૂચના આપી શકે છે. તેનાથી તમારી ખરીદીની કામગીરીઓ તમે શ્રેષ્ઠ રીતે પાર પાડી શકો છો જેથી તમારી પાસે માલનો જથ્થો ક્યારેય અતિશય વધુ અથવા ઓછો ના થાય

 

ક્લાઉડ આધારિત

કેટલાક આરએફઆઈડી ટેક્નોલોજી પ્રદાતાઓ ક્લાઉડ આધારિત ઉકેલો આપે છે. ક્લાઉડ આધારિત આરએફઆઈડી ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયાને વધુ અનુકૂળ અને સસ્તી બનાવે છે

 

એકીકૃતતા

આરએફઆઈડી ટેક્નોલોજી તમારા વર્તમાન ઉપકરણો અને સોફ્ટવેર સાથે સરળતાથી સંકળાઈ જાય છે જેથી તમારી ગોદામ વ્યવસ્થા પ્રક્રિયા વધુ સરળ અને સગવડભરી બની જાય છે

ટૂંકમાં કહીએ તો, તમારા ગોદામમાં આરએફઆઈડીનો અમલ કરવાથી તમારી ગોદામ વ્યવસ્થાની પ્રક્રિયા વધુ સચોટ અને અસરકારક બની શકે છે. વાસ્તવિક સમયમાં ઉપલબ્ધ માહિતીના કારણે વહીવટી કામગીરી અને આયોજનની પ્રક્રિયા પણ સરળ બને છે અને દૃશ્યતા વધે છે

આરએફઆઈડી માનવ શ્રમ અને ખર્ચ બંને ઘટાડે છે, સાથે સાથે તમારા ગોદામની વ્યવસ્થાની પ્રક્રિયામાં ઉત્પાદકતા અને કામગીરીની અસરકારતા નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે. રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોનની મદદથી તમારા કામકાજોમાં આરએફઆઈડી ટેક્નોલોજીનો અમલ કરો