અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

કાર્યકારી મૂડી ધિરાણ કેવી રીતે તમારા વ્યવસાયને ફાયદો પહોંચાડી શકે

ભારતમાં વ્યવસાય ચલાવવો સરળ નથી. જ્યારે બજાર પરિબળો, સ્પર્ધા, શ્રમની ઉપલબ્ધતા, કાચા માલ-સામાનની પ્રાપ્તિ અને કાયદાકીય જોગવાઇઓના પાલનો જેવા બાહ્ય પરિબળો વ્યવસાયની સ્વાભાવિક વાસ્તવિકતાઓ છે ત્યારે રોકડ પ્રવાહ અને કાર્યકારી મૂડી ધિરાણ સંબંધિત બાબતો હંમેશા દરેક વ્યવસાય માટે વિશિષ્ટ હોય છે

શ્રેષ્ઠ વ્યવસાય મોડલ અને સૌથી નફાકારક ઉદ્યોગ સાહસ પણ કાર્યકારી મૂડી પડકારોના કારણે અસ્થિરતા અનુભવે છે. વ્યવસાય તરીકે, તમે હંમેશા કાર્યકારી મૂડી ઉપર નિયંત્રણ ધરાવતાં નથી કારણ કે તે અસંખ્ય બાહ્ય પરિબળો ઉપર આધાર રાખે છે

આવા સમયે જ વ્યવસાયને મદદ અને સહાયતાની જરૂર પડે છે. કાર્યકારી મૂડી ધિરાણનો વિકલ્પ પસંદ કરીને ઉદ્યોગ સાહસિક શેર, ડિબેન્ચર અને સાહસ મૂડી જેવા ધિરાણના અન્ય સ્રોતો સાથે સંકળાયેલી કોઇપણ તકલીફ, વધારાનો ખર્ચ અને જવાબદારી વગર તાત્કાલિક અને ટૂંકા ગાળાની ધિરાણ જરૂરિયાતો સંતોષી શકે છે

અહીં તમારા વ્યવસાય માટે કાર્યકારી મૂડી ધિરાણ પસંદ કરવાના કેટલાક ફાયદાઓ આપવામાં આવ્યા છે

 

કોઇ બાહ્ય હસ્તક્ષેપ નહીં

વ્યવસાય લોન સરળ, ટૂંકા ગાળાની ધિરાણ પ્રવૃતિ છે. અહીં ઉદ્યોગ સાહસિક વ્યવસાય, તેની મિલકતો અને તેની પ્રવૃતિઓની તમામ અને સંપૂર્ણ માલિકી જાળવી રાખે છે. તેમાં શેર અથવા માલિકીની કોઇ વ્યૂહાત્મક ફેરબદલ ન થતી હોવાથી, ધિરાણદાર તમારી વ્યાવસાયિક બાબતોમાં કોઇ દખલ કરતો નથી. તમારી જવાબદારી માત્ર નિયમિતપણે માસિક હપ્તાઓ (ઇએમઆઇ) ચુકવવાની છે

 

કાર્યકારી મૂડી લોન ઝડપથી ઉપલબ્ધ

ગતિશિલ અને ઝડપી વાતાવરણમાં કામગીરી કરી રહેલા વ્યવસાય માટે સમય જ પૈસા છે. જો વિશાળ ઓર્ડર પૂરો કરવા માટે તમારે કાચા માલ-સામગ્રી ખરીદવા રોકાણની જરૂર હોય અથવા અત્યંત મહત્ત્વપૂર્ણ ઇનપુટ સાધન માટે કોઇ મોટી સોદાબાજી કરી રહ્યાં હોવ તો તેવા સમયે તમને એક ક્ષણનો પણ વિલંબ પરવડશે નહીં

આવી પરિસ્થિતિમાં, પરંપરાગત ધીરાણો તમને ધીમા પાડી દેશે. તમે તે વ્યૂહાત્મક પગલું ભરવા માટે સક્ષમ ન હોઇ શકો, જે સમયની દ્રષ્ટીએ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય. આવા જ સમયે એનબીએફસી તરફથી કાર્યકારી મૂડી ધિરાણ તમારી મદદે આવે છે. આવું ધિરાણ ઝડપથી ઉપલબ્ધ હોય છે

 

વ્યવસાય લોન અનુકૂળ છે

નાના વ્યવસાયો હંમેશા પૂર્વનિર્ધારિત બજેટ અને અંદાજિત વાર્ષિક ખર્ચાઓથી સુઆયોજિત હોતા નથી. ખર્ચાઓ વ્યવવસાય અને રોકડની ઉપલબ્ધતાની તાત્કાલિક અને ટૂંકા ગાળાની જરૂરિયાતો ઉપર આધારિત હોય છે. જ્યારે આવા વ્યવસાયને કાર્યકારી મૂડી ધિરાણની જરૂર પડે ત્યારે તેઓ નાણાંના ખર્ચ માટે કામગીરીનું ચોક્કસ આયોજન ધરાવતાં ન હોય તેવું પણ બની શકે. તેઓ વિવિધ પ્રકારના ખર્ચાઓમાં તેને વહેંચવા ઇચ્છતા હોય છે

નાણાંનો ખર્ચ કરવામાં પ્રાપ્ત થતી અનુકૂળ કાર્યકારી મૂડી ધિરાણનો એક મહત્ત્વપૂર્ણ ફાયદો છે. સાહસ મૂડી અથવા શેર ભંડોળ સાથે ઉદ્યોગ સાહસિકે વિગતવાર ખર્ચ આયોજનની જાણકારી અને ખર્ચ માટે મંજૂરી મેળવવાની જરૂર પડે છે. જોકે, વ્યવસાય લોન ઉદ્યોગ સાહસિક તેની/તેણીની મરજી મુજબ ખર્ચી શકે છે

 

વ્યવસાય લોન ધિરાણ મર્યાદા તરીકે પણ કાર્ય કરે છે

વ્યવસાય ગતિશિલ છે અને ઉદ્યોગ સાહસિકે બે પગલાં આગળ રહીને આયોજન કરવાની જરૂર પડે છે. આવનારા વ્યૂહાત્મક ખર્ચ માટે પ્રારંભિક નાણાં તરીકે અથવા જ્યારે ગ્રાહકોની ચૂકવણી નિર્ધારિત સમય અનુસાર પ્રાપ્ત થતી ન હોય ત્યારે નાણાંની જરૂરિયાતના સમયે વ્યવસાયને તૈયાર રાખવા વ્યવસાય લોન પ્રાપ્ત કરી શકાય છે

લોનથી વિપરિત, નિર્ધારિત ઇએમઆઇ (વ્યાજ અને મૂડી સહિત) સાથે વ્યવસાયિક ધિરાણ પસંદ કરેલી રકમ અને સમયગાળા માટે ધિરાણ મર્યાદાની સુવિધા પણ આપે છે. તમે માત્ર તેટલું જ ધિરાણ મેળવો છો જેટલી તમારે જરૂરિયાત છે અને તેથી માત્ર તે જ રકમ ઉપર વ્યાજની ચુકવણી કરો છો. તેનાથી લવચિકતા મળે છે અને નાણાં બચે છે

તમારી સક્ષમતાની જાણકારી અને ચુકવવાપાત્ર ઇએમઆઇ વિશે ખ્યાલ મેળવીને શરૂ કરો. વધારે જાણવા માટે વાંચવાનું ચાલુ રાખો અને મુક્તપણે ઓનલાઇન અરજી કરો. રિલાયન્સ મની સામાન્ય વ્યાજ દરોએ અને ટૂંકા સમયગાળા માટે કાર્યકારી મૂડી ધિરાણ ઉપલબ્ધ કરાવે છે