અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

કોઈપણ સંસ્થામાં હ્યુમન રિસોર્સ (માનવ સંસાધન) એક મહત્વપૂર્ણ અસ્કયામત માનવામાં આવે છે. એમએસએમઈ ઉત્પાદન પ્રક્રિયામાં ઓછી ખર્ચાળ ટેકનોલોજી ચલાવે છે અને તમામ કામગીરીઓ માટે કર્મચારીઓ પર ખૂબ જ મોટાપાયે નિર્ભર રહે છે. કૌશલ્યપૂર્ણ અને બિન-કૌશલ્યપૂર્ણ એમ બન્ને પ્રકારના કર્મચારીઓની ઉપલબ્ધતાની સમસ્યા એમએસએમઈમાં જોવા મળે છે. આથી, કોઈપણ એકમમાં તેઓ લાંબા સમય સુધી ટકી રહે તે માટે એક યોગ્ય સિસ્ટમનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

એમએસએમઈ દ્વારા હ્યુમન રિસોર્સના નિયમન માટે અહીં કેટલાક સરળ અને મહત્વના સૂચનો આપ્યા છે

 

1. ઓળખ કરવી

દર મહિને ઉત્તમ કામગીરી કરનારા સ્ટાર/શ્રેષ્ઠ પરફોર્મરના ફોટા નોટિસબોર્ડ પર લગાવી તેમના કામને દર્શાવવું. દર મહિનાના પ્રારંભમાં કામદારો/સ્ટાફને સ્ટાર પરફોર્મર તરીકે દર્શાવવાથી તેમનામાં ગૌરવ અને પ્રેરણાની લાગણી જન્મે છે અને તેઓ સારું કામ કરવાનું જાળવી રાખે છે. .

 

2. વેતન/પગારની ચુકવણી

કામદારોને મહિનામાં બે વખત પગારની ચુકવણી કરવી જેથી ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવતા કામદારોને મહિનાના અંતમાં પડતી આર્થિક સંકડામણની સમસ્યાને ટાળી શકે. આવું એટલા માટે કરવું જરૂરી છે કે, આવા કામદારો સામાન્યપણે વતનમાં તેમના પરિવારને નાણાં મોકલતા હોય છે જેથી તેમના હાથમાં માત્ર ખર્ચ પુરતા જ નાણાં વધે છે અને તેઓ માલિક પાસેથી એડવાન્સ માંગવાનું શરૂ કરે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, મેનેજર/માલિક તેમને સોમવારે ઓછા ઉત્પાદનની સ્થિતિ ટાળવા માટે ચાલુ દિવસોમાં નાણાં આપવા માટે દર પખવાડિયે શનિવારે નાણાં ચુકવી શકે છે.

3. સંપૂર્ણ હાજરી માટે ઈન્સેન્ટિવ

એવું જોવા મળ્યું છે કે, કોઈપણ કંપનીમાંથી કામદારો વધારના નાણાં કમાવા માટે શક્ય હોય એટલા પ્રયાસ કરતા હોય છે. આથી, જો કામદાર/કર્મચારીએ આખા મહિનામં એક પણ રજા ન લીધી હોય તો ‘એક દિવસ’નો વધારાનો પગાર આપવાથી કામદારો નિયમિત કામે આવવા માટે પ્રેરાશે. આ ઉપરાંત કંપની અન્ય બિન-નાણાકીય ઈન્સેન્ટિવ જેમ કે માસિક કરિયાણું આપવું વગેરે અંગે વિચારી શકે છે. જેમકે, ભારતીય બજારમાં ચોખાનો ભાવ. 30 રૂપિયા કિલો છે અને લોટનો ભાવ. 20 રૂપિયા કિલો છે. નોકરીદાતા કર્મચારીઓને 3 કિલો ચોખા અને 3 કિલો લોટ આપી શકે છે જેનો ખર્ચ તેમને અંદાજે 150 રૂપિયા થશે જે કોઈ કર્મચારીના એક દિવસના પગારની સમકક્ષ છે. આવા વળતરો આપવાથી કામદારોના નાણાંની બચત થાય છે અને કામદારો દ્વારા એડવાન્સની માંગણીમાં ઘટાડો થાય છે.

 

4. લાંબા સમય સુધી જોડાઈ રહેવા માટે ઈન્સેન્ટિવ

કામદારો મોટાભાગે વધારે વેતન કમાવાની તક મળતી હોય તો કંપની છોડીને જતા રહેતા હોય છે. જો કોઈ કામદાર એક જ એકમમાં 2-3 વર્ષ સફળતાપૂર્વક પુરા કરે તો, તેમને ઈન્સેન્ટિવરૂપે એક મહિનાનું વેતન/પગાર આપવું જોઈએ. આમ કરવાથી તેમને ઓછામાં ઓછા વધુ બે વર્ષ ટકાવી રાખવામાં મદદ મળશે અને કર્મચારીઓ જતા રહેવાનો દર ઘટશે

 

5. રજાના દિવસે વધારાનું કામ કરવાનો લાભ

જો કામનું ભારણ વધારે હોય અને કામદારોને રાષ્ટ્રીય રજાના દિવસે કામ કરવાનું આવે તો તેમને મફત જમવાનું અને વધારાનો પગાર આપવાથી કામદારો રજાના દિવસે પણ કામ પર આવવા માટે પ્રેરાશે.

 

6. કૌશલ્ય વિકાસ

કામદારોના કૌશલ્યમાં વધારો કરવા માટે આંતરિક સુપરવાઈઝરો અને બાહ્ય તજજ્ઞોની મદદથી ટેકનિકલ તાલિમ કાર્યક્રમનું આયોજન કરવું. કંપની દ્વારા કૌશલ્ય વિકાસમાં કરાયેલું રોકાણ એક હાથે થયેલા ખર્ચની સામે બીજા હાથમાં આવતા લાભ સમાન પુરવાર થાય છે; આનાથી કામદારોમાં પણ એવી પ્રેરણા જાગે છે કે નોકરીદાતા તેમના કામદારો/કર્મચારીઓના કૌશલ્ય વિકાસ માટે ચિંતા કરે છે. .

 

7. વિશેષ દિવસની ઉજવણી

કામદારોના જન્મદિવસ જેવા ખાસ દિવસોની કાર્યસ્થળે ઉજવણી કરવી જોઈએ. હોળી અને દિવાળી જેવા મહત્વના તહેવારોમાં પણ નાની ઉજવણીનું આયોજન કરી શકાય.

 

8. પરિવાર માટે પણ ચિંતા

જો કોઈ કામદારના ગામમાં વીજળની સમસ્યા હોય તેવા કોઈ ગામથી આવતો હોય તો જ્યારે પણ તે કામદાર પોતાના ગામની મુલાકાતે જાય ત્યારે, તેમના પરિવારને કામ લાગે તેવી નાની ભેટ જેમ કે સોલર લાનટેર્ન વગેરે આપી શકાય

9. કાર્યસ્થળની ચોખ્ખાઈને સ્વાસ્થ્ય તેમજ સલામતીના પગલાં

જો કોઈ કામદારના ગામમાં વીજળની સમસ્યા હોય તેવા કોઈ ગામથી આવતો હોય તો જ્યારે પણ તે કામદાર પોતાના ગામની મુલાકાતે જાય ત્યારે, તેમના પરિવારને કામ લાગે તેવી નાની ભેટ જેમ કે સોલર લાનટેર્ન વગેરે આપી શકાય

10.સ્થાનિક ઔદ્યોગિક સંગઠનો અને સ્થાનિક ઈએસઆઈ હોસ્પિટલ્સના સહયોગથી કામદારો માટે સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરી શકાય. આમ કરવાથી કામદારો/કર્મચારીઓમાં એવી પ્રેરણા જાગશે કે માલિક અને સંગઠન તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે અને તેથી તેઓ કાર્યસ્થળ અને ઘરમાં વધુ ચોખ્ખાઈ રાખવા માટે પ્રેરાશે.