અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

એમએસએમઈ દ્વારા બજારના વિકાસ માટે 10 રીતો

"કારોબારની માત્ર બે કામગીરીઓ છે - માર્કેટિંગ અને નવીકરણ......... મિલન કુંદરા "

માર્કેટિંગ કોઇ કંપની અને ઉપભોક્તા શ્રોતાની વચ્ચેના સંચારનું વર્ણન કરવા માટે વ્યાપક રૂપથી ઉપયોગમાં લેવાતો શબ્દ છે જેનો ઉદેશ્ય લોકમાનસમાં કંપની અથવા તેના સામાનના મૂલ્યને વધારવું અથવા, સામાન્ય રૂપથી, કંપનીની રૂપરેખા અને તેની પ્રોડક્ટમાં વધારો કરવાનો છે.
માર્કેટિંગ બિઝનેસના વિકાસ માટેનું એક વ્યૂહાત્મક ઉપકરણ છે અને આ MSMEs ના વધારા અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે. માર્કેટિંગ કોઇપણ ઉદ્યમની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ કારક છે. આ એવા સૌથી અશકત ક્ષેત્રોમાંથી એક છે જ્યાં હાલના સ્પર્ધાત્માક સમયમાં MSMEs પ્રમુખ સમસ્યાઓનો સામનો કરે છે. માહિતીનો અભાવ, સંસાધનોની અછત અને વેચાણ/ માર્કેટિંગના અસંગઠિત રીતોને લઈને, MSME ક્ષેત્ર નવા બજારોનો લાભ લેવામાં મુશ્કેલીઓ અનુભવે છે. બિઝનેસમાં ટકી રહેવા માટે, MSME માટે જરૂરી છે કે તે વર્તમાન ગ્રાહકોને જાળવી રાખે અને નવા બજારોની ઓળખ કરે. તેથી, MSMEs માટે વિકાસશીલ બજારો માટે ઉપલબ્ધ જુદી-જુદી રીતો અને સહયોગ વિષે જાણકારી રાખવી જરૂરી છે

MSMEs દ્વારા બજાર વિકાસની જુદી-જુદી રીતો આ મુજબ છે

  • જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, MSME—DIs અને અન્ય સરકારી સંગઠનો દ્વારા યોજાતા પ્રદર્શનોમાં સહભાગિતા: આ સુવિધાનો લાભ લેવા માટે માર્કેટિંગ સહયોગ અને તકનિકી અપગ્રેડ માટે એક યોજના છે જે રાજ્ય/જિલ્લા સત્તાવાળાઓ/સંઘો દ્વારા યોજાતા રાજ્ય/જિલ્લા સ્તરના પ્રદર્શનોમાં નિર્માણ ક્ષેત્રે કાર્યરત MSMEsને તેમની સહભાગિતાના માધ્યમથી માર્કેટિંગ મંચ પ્રદાન કરે છે. આમાં સરકાર અને MSMEનો અનુક્રમે 80:20ના ગુણોત્તર સાથે મહત્તમ 3 લાખ રૂપિયાની જોગવાઇ છે અને સ્ત્રી સાહસિકો માટે ખાસ જોગવાઇ છે.
  • B2B બેઠકોમાં ભાગીદારી: આમાં MSMEs માં B2B બૈઠકોમાં સહભાગિતા, MSME પ્રોડક્ટ માટે જથ્થાબંધ અને છુટક માર્કેટિંગ, MSME પ્રોડક્ટ માટે નિકાસ માટેની તકોને શોધવી અને નવા ગ્રાહકોને આકર્ષિત કરવા અને MSMEsની માર્કેટિંગ પહોંચને વધારવી સામેલ છે. આમાં MSMEsમાં માર્કેટિંગ સહયોગ અને તકનિકી અપગ્રેડ યોજના હેઠળ સમર્થન પણ સામેલ છે. આમાં MSMEsમાં માર્કેટિંગ સહયોગ અને તકનિકી અપગ્રેડ યોજના હેઠળ સમર્થન પણ સામેલ છે. વધુ જાણકારી http://msme.gov.in/WriteReadData/DocumentFile/MarkAssis.pdf
  • વિક્રેતા વિકાસ કાર્યક્રમો (VDPs)માં સહભાગિતા: આ બિઝનેસની સાથે—સાથે વેચાણ સંગઠનો માટે ખરીદાર સંગઠનોની ઉભરતી માંગણીની ઓળખ કરવા, તેમજ લઘુ ઉદ્યોગસાહસિકો અને તેમનાં ઔદ્યોગિક ઉપક્રમોની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા માટે એક અવસર પ્રદાન કરવાના ઉદ્દેશથી એક—બીજાની સાથે વાતચીત કરવા માટે એક જાહેર મંચ છે. VDP જુદા-જુદા શહેરોમાં સ્થિત MSME—DIs દ્વારા યોજવામાં આવે છે. MSME—DIs દ્વારા બે પ્રકારના VDPsનું આયોજન કરવામાં આવે છે — રાષ્ટ્રીય સ્તરની VDPs—સહ—પ્રદર્શનો અને રાજ્ય સ્તરના VDPs. વધુ જાણકારી http://msme.gov.in/WriteReadData/DocumentFile/Vendor_Development_Programme_Ancillarisation.pdf
  • આંતરરાષ્ટ્રીય મેળાઓ/ પ્રદર્શનોમાં સહભાગિતા: દરિયાપારના બજારોને ખેડવા અને વિકાસ કરવા અને નિકાસમાં વધારો કરવા માટે, DC-MSMEની MSME-MDA યોજનાના નિધિયન સહયોગની જોગવાઈ છે. આ યોજના ઈકોનૉમી ક્લાસ દ્વારા હવાઇ ભાડાના 75% અને સામાન્ય શ્રેણીમાં MSMEs માટે સ્પેસ રૅન્ટલ ચાર્જીસમાં 50% ભરપાઈ કરશે મહિલા/ અ.જા/ અ.જ.જા.ઉદ્યોગ સાહસિકો અને ઉત્તર પૂર્વી વિસ્તારોના ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ રેન્ટ અને ઈકોનૉમી ક્લાસ હવાઇ ભાડામાં 100% વળતરની ખાસ જોગવાઈ છે. વધુ જાણકારી http://dcmsme.gov.in/MSME-DO/SSIMDA.htm
 

આંતરરાષ્ટ્રીય મેળા અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે MSME મંત્રાલયની આંતરરાષ્ટ્રીય સહયોગ યોજના અંતર્ગત સહાયતા પણ પૂરી પાડવામાં આવે છે. વધુ જાણકારી http://msme.gov.in/WriteReadData/KMS/International_Cooperation_Section_37.pdfપર ઉપલબ્ધ છે

  • ભારતમાં યોજાતા આંતરરાષ્ટ્રીય મેળાઓ/પ્રદર્શનોમાં સહભાગીતા: આમાં ઇંડિયા ટ્રેડ પ્રમોશન ઑર્ગેનાઇઝેશન (ITPO) દ્વારા યોજાવામાં આવતા ઇંડિયા ઇંટરનેશનલ ટ્રેડ ફૅર (IITF) જેવાં કાર્યક્રમો અથવા ભારતમાં યોજાતા એવા અન્ય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો/ બિઝનેસ મેળાઓમાં MSMEsની સહભાગીતાનો સમાવેશ થાય છે. MSME મંત્રાલયની આંતરરાષ્ટ્રીય સહયોગ યોજના અંતર્ગત સહયોગ પ્રદાન કરવામાં આવે છે. વધુ જાણકારી આના પર ઉપલબ્ધ છે. વધુ જાણકારી
  • ઑનલાઇન માર્કેટિંગ: આ ઘટકનું ધ્યાન આધુનિક માર્કેટિંગ તકનીકો પર ક્લસ્ટર/પ્રોડક્ટ સમૂહના સભ્યોની કુશળતાના વિકાસ માટે તાલીમ આપવા પર કેન્દ્રિત રહેશે. નિષ્ણાત સંસ્થાનોથી વિશેષજ્ઞ ફૅકલ્ટીઓની સેવાઓનો ઉપયોગ કરવા દ્વારા વિશિષ્ટ સંસ્થાઓ/ઉદ્યોગ સંગઠનો દ્વારા પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ બે દિવસ સમયગાળા માટે તૈયાર કરવામાં આવશે. દરેક સમૂહમાં ઓછામાં ઓછો 20 વ્યક્તિઓની તાલીમ જરૂરી હશે.
  • સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સહભાગિતા: MSMEsને માર્કેટિંગ પ્લેટફૉર્મ પ્રદાન કરવાના આશયથી, ઘણા ઉદ્યોગ સંગઠનો વાર્ષિક ખરીદદાર—વિક્રેતાઓની બેઠકોનું આયોજન કરે છે. ઉદાહરણ રૂપે, ઑલ ઇંડિયા પ્લાસ્ટિક મૅન્યૂફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયોજિત પ્લાસ્ટીવિજન, દ કોયમ્બતુર ડિસ્ટ્રિીક્ટ સ્મૉલ ઇંડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત એગ્રીલન્ટેક્સ, વિગેરે.
  • BDSPsની નિમણૂક કરવું: એવા ઘણાં સલાહકાર અને નિષ્ણાત છે જેમની પાસે માર્કેટિંગનો બહોળો અનુભવ છે. MSMEsની માર્કેટિંગ યોજનાઓ જેમ કે વેબસાઇટ નિર્માણ, મેળાઓ અને પ્રદર્શનોમાં સહભાગીતા, વગેરે પર માર્ગદર્શન મેળવવા અને મજબૂત સમર્થન માટે ઉદ્યોગ સંગઠનોના માધ્યમથી MSME દ્વારા એવા નિષ્ણાતોની વ્યક્તિગત અથવા સંયુકત રૂપથી સેવા પ્રાપ્ત કરી શકાય છે.