અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા વ્યવસાયને ઉર્જા કાર્યક્ષમ બનાવવા માટે 4 સચોટ રીતો

અભ્યાસ અનુસાર, વ્યવસાયમાં મોટાભાગે જેટલી જરૂર હોય તેનાથી 20-30% વધારે ઉર્જાનો ઉપયોગ થાય છે. આનો સીધો અર્થ એવો થાય કે તમારા નાના વ્યવસાયને કાર્યક્ષમ રીતે ચલાવવા માટે જેટલી ઉર્જાની જરૂર છે તેનાથી અંદાજે 30% વધારે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. અહીં ધ્યાનમાં લેવા જેવો મહત્વનો મુદ્દો એ છે કે, ઉર્જા કાર્યક્ષમ બનવું એ નાણાંની મોટી બચત કરવા ઉપરાંત બહેતર ઉત્પાદકતા લાવવાની સરળ રીત છે

બધા ઉદ્યોગોને ઉર્જાની સર્વાધિક માત્રામાં જરૂર નથી હોતી. તમારો ઉદ્યોગ ઉર્જા પર ખૂબ જ વિપુલ પ્રમાણમાં નિર્ભર ના હોય તો પણ, તમારા વ્યવસાયમાં રહેલી બહુ ઓછી પણ મહત્વની સેટ-અપ સંબંધિત ઉણપો, શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે જરૂરી ઉર્જા કરતાં વધુ પ્રમાણમાં ઉર્જાનો ખર્ચ કરે છે

આવી જ કેટલીક ખામીઓને સમયસર ઉકેલવાથી ઉર્જા વધારી શકાય છે અને ખર્ચ ઘટાડી શકાય છે. અદ્યતન ટેક્નોલોજીમાં અપગ્રેડ થવું, પ્રમાણિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો અને ઉપકરણો જ્યારે ઉપયોગમાં ના હોય ત્યારે ઉર્જાનું જોડાણ કાઢી નાખવા જેવી કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખવાથી ઉર્જા કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે અને પરિણામે ઉત્પાદકતા તેમજ નફો બંને વધે છે

 

નીચે કેટલાક એવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે જે આ બાબતે મદદરૂપ થઈ શકે છેઃ:

- મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરો

ડેસ્કટોપની તુલનાએ લેપટોપમાં ઘણી ઓછી ઉર્જાનો વપરાશ થાય છે જ્યારે તેની દરેક કામગીરી ડેસ્કટોપ જેવી જ હોય છે. વધુમાં, તમે વધારે સ્માર્ટ ટેક્નોલોજી પણ અપનાવી શકો છો જેમ કે, ટેબલેટ અને મોબાઈલ ઉપકરણોનો કામના સ્થળે ઉપયોગ –તે પણ વીજળી બચાવવાના વિવિધ વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને જૂના તેમજ મોટા કદના ઉપકરણોની તુલનાએ તેમાં ઘણી ઓછી ઉર્જા વપરાય છે

- માત્ર પ્રમાણિત ઉપકરણો ખરીદો

પ્રમાણિત ઉર્જા રેટિંગ્સ અને અન્ય પ્રમાણપત્રો વાળા ઉપકરણો ઉર્જાની બચતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા હોય છે અને પર્યાવરણ પર તેની વિપરિત અસર ઘટાડે છે. તમારે ઉર્જા પ્રમાણીકરણ કરતી કંપનીઓ દ્વારા રેટિંગ આપવામાં આવેલી પ્રોડક્ટ્સ ખરીદવી જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈ કારણ કે તેનાથી તમને શ્રેષ્ઠ કામગીરી આપતા, સસ્તા ઉપકરણો મળશે જે લાંબાગાળે તબક્કાવાર ઉર્જાના વપરાશ અને તમારા બિલ બંનેમાં ઘટાડો કરશે

 

- ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ના હોય ત્યારે જોડાણ દૂર કરો

ટીવી, રેફ્રિજરેટર, ચાર્જર, વાયરલેસ ફોન અને અન્ય ઉપકરણો જ્યારે પ્લગમાં લગાવેલા હોય ત્યારે સ્વિચઓફ કર્યા પછી પણ થોડા પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરતા હોય –વીજળીનો આ વપરાશ ફેન્ટમ લોડ એટલે કે સ્ટેન્ડબાય પાવર તરીકે ગણાવવામાં આવે છે. આવા ઉપકરણો જ્યારે ઉપયોગમાં ના હોય ત્યારે તેનું જોડાણ દૂર કરવાથી નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જાની બચત થઈ શકે છે

 

- જૂની ટેક્નોલોજીમાં સુધારો કરો

નવી ટેક્નોલોજી, લાઈટના બલ્બ, રેફ્રિજરેટર્સ, બાયોમેટ્રિક સિસ્ટમ્સ અથવા મોડેમ સહિતના કોઈ પણ ઉપકરણોમાં સુધારેલી સુવિધાઓ સાથે આવે છે જે તેના જેવી જૂના ઉપકરણોની તુલનાએ ઝડપી ચાલે છે અને તેથી કામગીરીમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થાય છે જેથી છેવટે ઉર્જાનો વપરાશ ઘટે છે

એક વાત યાદ રાખો કે, તમે સસ્તા અને જૂના ઉપકરણો અને એપ્લાયન્સિસ ખરીદો ત્યારે પ્રારંભિક સમયમાં તમારા ખર્ચમાં ચોક્કસ ઘટાડો થાય છે પરંતુ તેમાં વીજળીના વિપુલ પ્રમાણમાં વપરાશના કારણે તમારી બચત ઘટે છે, ઉર્જા કાર્યક્ષમતા ઘટે છે અને છેવટે તમારા વીજળીના બિલમાં નોંધપાત્ર વધારો થાય છે

તમે રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોન લઈ શકો છો અને અદ્યતન ઉર્જા બચત ટેક્નોલોજીમાં તેનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમારો ઉર્જાનો ખર્ચ ઓછામાં ઓછો થઈ જાય છે