અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

5 એવી ભૂલો જે એસએમઈ લોન લેતી વખતે ટાળવી જોઈએ

ભારતના અર્થતંત્રનું ઘડતર કરવામાં નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ની ભૂમિકા મોખરાની રહી છે. ગ્રાહકો માટે એસએમઈના ઉત્પાદનો અને સેવાઓ આવશ્યક છે ત્યારે, તેઓ સંખ્યાબંધ પડકારોનો સામનો કરી રહ્યા છે અને આર્થિક ભંડોળની જોગવાઈ કરવી એ તેમના માટે એક મોટો પડકાર છે. વર્તમાન વ્યવસાય પરિદૃશ્યમાં, એસએમઈને તેમની ક્ષમતાઓ અને પહોંચ વધારવા માટે લોન એ ખૂબ જ મહત્વપૂર્ણ છે

એસએમઈએ ધીરાણકર્તાઓની યોગ્યતા માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડે છે અને નાણાં મેળવવા માટે તેમણે ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હાલમાં બજાર અત્યંત સ્પર્ધાત્મક હોવાથી, મર્યાદિત સ્ત્રોતો ધરાવતા નાના વ્યવસાયો જ્યારે વેપાર માટે ભંડોળ મેળવવા એસએમઈ લોન લેતા હોય ત્યારે કેટલીક ચોક્કસ ભૂલો તેઓ ટાળે તે વધુ મહત્વનું બની જાય છે

 

યોગ્ય વ્યવસાય આયોજનનો અભાવ

નાના વ્યવસાયો દ્વારા થતી ભૂલોમાંથી એક એ છે કે તેઓ લાંબાગાળાના નક્કર પ્લાન રજૂ કરી શકતા નથી. સંખ્યાબંધ એસએમઈ માલિકોને એ ખબર નથી હોતી કે તેમને જે ભંડોળ મળશે તેનો ઉપયોગ તેમના વ્યવસાયની વૃદ્ધિ અને વિસ્તરણ માટે તેઓ કેવી રીતે ખર્ચશે, અને અચાનક તેઓ અપૂરતી રોકડની સમસ્યામાં ધકેલાઈ જાય છે – તેમની મૂડી જરૂરિયાતોને પહોંચી શકતા નથી

આથી, સારી રીતે વિચાર કરીને તૈયાર કરેલું, લાંબાગાળાનું આયોજન કોઈ પણ વ્યવસાય મોડેલ માટે પહેલી જરૂરિયાત છે. તે આયોજન વ્યવહારુ રીતે તૈયાર કરેલું અને તમામ સોશિયો-ઈકોનોમિક તેમજ પર્યાવરણને લગતા પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો હોવો જોઈએ. વ્યાપક વ્યાવસાયિક આયોજનથી ધીરાણકર્તાને ખાતરી થઈ જાય છે કે તેમનું રોકાણ સુરક્ષિત છે અને ઋણ લેનારની ગંભીરતા પણ દેખાઈ આવે છે

 

ભંડોળની જરૂરિયાત અંગે અનુમાનનો અભાવ

સ્પષ્ટ વિચાર કે અનુમાનના અભાવે, મોટાભાગના વ્યવસાય માલિકો તેમની મૂડી જરૂરિયાતો સમજવામાં નબળા પડે છે અને તેના કારણે મહત્વના પ્રોજેક્ટ માટે ઓછું ભંડોળ ભેગું કરી શકે છે. બીજી તરફ, લોનની રકમનું વધુ પડતું અનુમાન તમને બિનજરૂરી દેવા તરફ ધકેલે છે અને વધુ વ્યાજ રૂપે ભરવાની રકમ પણ વધી જાય છે, જેના પરિણામે ઈએમઆઈ વધી જાય છે અને ભંડોળ પડ્યું રહે છે

 

વ્યવસાયને લગતો અપૂરતો આર્થિક ડેટા

વ્યવસાય લોન લેવાનો વિકલ્પ પસંદ કરો ત્યારે, વર્તમાન મહત્વપૂર્ણ આર્થિક ડેટા રજૂ કરવો અને તમારા વ્યવસાયનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તમારી પાસે વ્યવસાયના વિસ્તરણની નક્કર માહિતી અને કમાયેલા નફાની વિગતો હોવી આવશ્યક છે જેથી તેના આધારે પાકું સરવૈયું નક્કી થઈ શકે

તેનાથી જરૂરી ભંડોળના ખોટા અનુમાનને ટાળી શકાય છે અને સાથે સાથે બંને પક્ષોને રોકાણમાંથી મળનારા પરિણામ અને સંભાવનાનો પણ અંદાજ આવી શકે છે

 

ભંડોળ માટે અસંગત સ્ત્રોત પસંદ કરવો

ભંડોળ (ફાઈનાન્સ)ના સ્ત્રોત સાથે સંકળાયેલી શરતો તમારા વ્યવસાયની જરૂરિયાતો સાથે મેળ ખાતી હોવી જોઈએ. લોન સાથે સંકળાયેલા છૂપા ચાર્જ જેમકે પ્રક્રિયા ફી, અગાઉથી ચુકવણી પર દંડ વગેરે નક્કી કરો જેથી તમને ભંડોળ વાસ્તવમાં કેટલી કિંમતે પડશે તે ખબર પડે. તેનાથી ભંડોળ માટે યોગ્ય સ્ત્રોત પસંદ કરવામાં મદદ મળે છે અને તમારા વ્યવસાયમાં અતિ અથવા ઓછા ભંડોળની સમસ્યા ટાળી શકાય છે

 

પરંપરાગત ધીરાણકર્તાઓ પર જરૂરથી વધારે આધાર રાખવો

બજારમાં ઉપલબ્ધ ભંડોળ માટેના વિકલ્પો જેમકે બેંકો, નોન-બેંકિંગ ફાઈનાન્સિઅલ કોર્પોરેશન્સ (એનબીએફસી), ઈક્વિટી ફાઈનાન્સિંગ અને સરકારી યોજના વગેરેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ તમારા વ્યવસાયના ભંડોળ માટે શ્રેષ્ઠ વિકલ્પ શોધવામાં તમને મદદરૂપ થઈ શકે છે. બેંકો સામાન્યપણે ઊંચા વ્યાજદર સાથે કડક ધીરાણ માપદંડો ધરાવતી હોય છે. એનબીએફસીને ધ્યાનમાં લાકો કારણ કે તેઓ આધુનિક વ્યવસાયોની વધતી જરૂરિયાતોને અનુકૂળ થવા માટે વધુ સારી અનુકૂલનતા ધરાવે છે અને વ્યાજદર ઓછો હોય છે

રિલાયન્સ મની, યુવા ઉદ્યોગસાહસિકોને ઉદ્યોગમાં વૃદ્ધિ કરવા માટે અને તેનું વિસ્તરણ કરવા માટે પોષાય તેવા દરે વ્યવસાય વિસ્તરણ લોન આપે છે