અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

નંદન નીલકણી પાસેથી જાણો નેતૃત્વની 5 શીખામણો

ભારતીય લીડર્સ (નેતૃત્વ સંભાળનારાઓ)ની યાદીમાં નંદન નીલકણી ખૂબ જ ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે અને એક પરિવર્તનકારી તરીકે તેમની ગણના થાય છે. ઈન્ફોસિસના આદ્યસ્થાપકોમાંથી એક હોવાથી તેઓ પ્રતિષ્ઠાપૂર્ણ દરજ્જો ધરાવે છે અને ભારત તેમજ વિદેશમાં લાખો લોકોની પસંદગીની વ્યક્તિ તરીકેનું બહુમાન ધરાવે છે. ભારત સરકારના મહાકાય યુનિવર્સલ આઈડેન્ટિફિકેશન (UID) કાર્યક્રમ અર્થાત્ આધારનો સંપૂર્ણ દોરીસંચાર નીલકણીના હાથમાં સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટે ભારતમાં વહીવટી સંચાલન અને સામાજિક સંકલનને પાયાથી બદલી નાખ્યું છે

તેમના ખૂબ જ વેચાયેલા પુસ્તક – ઈમેજિંગ ઈન્ડિયાઃ ધ આઈડિયા ઓફ અ રિન્યૂડ નેશન, તેમના દૃઢ નિશ્ચયના પાયામાં રહેલી ફીલસુફી વિશે વાચકોને ઊંડી સમજ આપે છે. અહીં નીલકણી દ્વારા અસરકારક નેતૃત્વ વિશે આપવામાં આવેલા પાંચ આઈડિયા બતાવ્યા છે જે બોર્ડરૂમ અને તેનાથી બહાર ભારતનું ભાગ્ય બદલી શકે છે તેવું માનવામાં આવે છે

 

1. આઈડિયામાંથી નવીનતાનો જન્મ થાય છે

ભારતમાં સ્પર્ધાત્મકતા નવા આઈડિયા (વિચારો) અને નવીનતા પર નિર્ભર છે. બજારમાં જે પ્રોડક્ટ્સ અને સેવાઓ લાવવામાં આવે તે મૂળરૂપે આઈડિયા જ હોય છે જે જરૂરિયાતો સંતોષે છે. આધુનિક વ્યાપારની દુનિયામાં આઈડિયાને મુખ્ય આધાર માનવામાં આવે છે. નીલકણી ભારતમાં રાજકીય નેતાઓને વૃદ્ધિ કરનારા અભિગમના બદલે જેમાં પરિવર્તન લાવવાની સંભાવના હોય તેવા નવા આઈડિયા અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે

વ્યાવસાયિક નેતાઓ (અગ્રણીઓ)એ પડકારોનો ઉકેલ લાવવા માટે બિલ્ડ-ટેસ્ટ-રન એટલે કે બનાવો, અજમાવો અને અપનાવોનો અભિગમ રાખવો જોઈએ. તેનાથી નવી પ્રક્રિયા અને પ્રણાલીનો અમલ કરવામાં જોખમો ઘટી જાય છે તેમજ વહેલી તકે અપનાવવાથી મહત્વપૂર્ણ એવો ‘સૌથી આગળ ચાલવાનો લાભ’ મળે છે

 

2. શીખવાથી પરિણામ મળે છે

નીલકણીના મતે ભારત સમક્ષ રહેલા વિકાસ સામેના લગભગ તમામ પડકારો ઉકેલવાની ચાવી લર્નિંગ (શીખવું) છે. તેઓ દૃઢપણે એવું માને છે કે, સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરેલા પરિણામો સાથે શીખવાથી આજના બાળકો અને યુવાનોમાં કૌશલ્ય આવી શકે છે અને તેમણે પોતાનું જ ભાગ્ય બદલવા માટે જે સ્પર્ધાત્મકતાની જરૂર છે તે પણ તેમનામાં આવી શકે છે

નીલકણીના મંતવ્ય અનુસાર લર્નિંગ એ પ્રતિભાવક ટીમો, સંસ્થાઓ અને અર્થતંત્રોના નિર્માણની દિશામાં આપણા પ્રયાસોમાં પાયાના પથ્થર તરીકે ભૂમિકા ભજવી શકે છે. લીડરે તેમની ટીમને સતત કંઈક નવું શીખવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ જેથી ઉભરતી તકોનો લાભ ઉઠાવી શકાય અને વિકાસની માનસિકતા સાથેનો અભિગમ અપનાવી નવા કૌશલ્યોનો વિકાસ કરી શકાય

 

3. સંતુલિત આશાવાદ

નીલકણી અતિ આશાવાદને ટીમની સફળતા માટે નુકસાનદાયક ગણાવે છે. લીડર્સ જ્યારે તથ્યોને ભૂલીને કલ્પનાઓથી અંજાઈ જાય ત્યારે સામે રહેલી સમસ્યાઓ ઉકેલવાના ટીમના અભિગમને છિન્નભિન્ન કરી નાખે છે. તેઓ જણાવે છે કે, લીડરમાં આશાવાદનો ગુણ હોવો જરૂરી છે પરંતુ તે સંતુલિત પ્રમાણમાં હોવો જોઈએ અને વાસ્તવિકતાને પૂરતી ધ્યાનમાં રાખીને આશાવાદ રાખવો જોઈએ

જે લીડર પરિણામની પરિભાષા નક્કી કરી શકે છે, સંભવિત સમસ્યાઓ પારખી શકે છે અને તેને તકો તરીકે જુએ છે તેઓ શ્રેષ્ઠ સફળતા હાંસલ કરવા માટે ટીમનું નેતૃત્વ કરી શકે છે

 

4. ટેક્નોલોજીમાં ઉન્નતિ લાવવી

એક આઈટી પ્રોફેશનલ તરીકેની કારકિર્દી ધરાવતા નીલકણી ટેક્નોલોજીને દેશના વિકાસની ગતિ તેજ કરનારા સક્ષમ પરિબળ તરીકે જુએ છે. મોખરાના આધાર કાર્યક્રમનું નેતૃત્વ સંભાળનારા, નીલકણી ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતામાં વધારો કરવા અને સ્ત્રોતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે

વ્યવસાયો મૂળ સ્વભાવે તો ટેક્નોલોજીને વધુ પ્રબળ બનાવનારા હોય છે. અદ્યતન ટેક્નોલોજી અપનાવવાથી સંસ્થા વધુ સ્પર્ધાત્મક બને છે, તેમની ઉત્પાદકતા વધે છે, સંચાલન ખર્ચ ઘટે છે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ સુધારો આવે છે. આનાથી કંપની અને તેના શેરધારકોને તેમણે કરેલા રોકાણ પર મળતા વળતરમાં વધારો થશે

5. માનસિકતા બદલવી

પરિવર્તન એક એવું અટલ પાસું છે જે વ્યવસાયો અને સમાજોએ અવશ્યપણે અપનાવવું જોઈએ. નીલકણી જણાવે છે કે, મોટાભાગના વર્તમાન વ્યવસાયોની વિચારધારા ઔદ્યોગિક યુગમાં અવશેષરૂપ એટલે કે વીતેલા સમયની છે. ભવિષ્યમાં સમાયેલી અમાપ સંભાવનાઓ સાથે કદમતાલ મિલાવીને પ્રગતિ કરવા માટે આપણે પરિવર્તન નામના પરિબળ સાથે દોસ્તી કરવી ખૂબ જ આવશ્યક છે

વ્યવસાયમાં અભૂતપૂર્વ પરિવર્તનનો પ્રારંભિક ધોરણે અર્થ વધતી સ્પર્ધા, ટેક્નોલોજીના કારણે આવતા વિક્ષેપો અને નિયામકો દ્વારા લાદવામાં આવતા બંધનો ગણવામાં આવે છે. નીલકણી સંસ્થાઓને સલાહ આપે છે કે, તેમણે પોતાના વ્યવસાયોને અવિરત ચલાવવાના અને સફળતા મેનેજમેન્ટના આયોજનોમાં પરિવર્તન મેનેજમેન્ટનું પાસું અચૂક ઉમેરવું જોઈએ

લીડર્સે હંમેશા આવી ટીમના નિર્માણ પર ધ્યાન આપવું જોઈએ જે બજાર અને શેરધારકોની બદલાતી જરૂરિયાતોને અપનાવવા અને તેને પ્રતિભાવ આપવા માટે તૈયાર હોય. તેમણે વ્યાવસાયિક પરિણામો હાંસલ કરવા માટે આવશ્યકપણે ટીમને કામની સોંપણી, શક્તિકરણ અને સમાવેશ પર ધ્યાન આપવું જોઈએ

નીલકણીની આ મહત્વપૂર્ણ શીખામણો તમને એક લીડર તરીકે આગળ આવવામાં અને તમારા વ્યવસાયને આગામી સ્તર સુધી લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે. સાથે સાથે, રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોન તમારા માટે આર્થિક પીઠબળ બની શકે છે જેથી તમે તમારા ઔદ્યોગિક સાહસમાં વિકાસ અને વિસ્તરણને આગળ ધપાવી શકો