અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

અમે ભારતીય કિંમતના પ્રતિ જાગૃત હોઇએ છીએ. કલમથી લઈને વિમાન સુધી, ગમે પણ ખરીદી રહ્યા હોવ, બજારની સૌથી સારી ડીલ લીધા વગર આપણે કદાચ જ ક્યારેક કંઈક ખરીદીએ છીએ. એટલે આમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે દેશમાં જૂની કારોનો (સંગઠિત અને અસંગઠિત બંને પ્રકાર નો) વ્યવસાય વધી રહ્યો છે. એક વર્ષમાં 3.87 મિલિયન કારોની સાથે આ વ્યવસાય, 3 મિલિયન નવી કારના બાજ઼ારથી પણ મોટું બની ગયું છે

વધુમાં, વધી રહેલી સામાજિક સ્વીકૃતિને કારણે, વપરાયેલી કાર ખરીદવા સાથે જોડાયેલો આનંદ અને તેની લાગણી નવી ખરીદેલી કાર જેટલો જ હોય છે. આથી, વપરાયેલી કાર ખરીદવી વાસ્તવમાં બુદ્ધીપૂર્ણ કાર્ય છે

તમે ચૂકવણીની રીત નક્કી કરી લીધા પછી અને લોન વિશે તપાસ કર્યા પછી, તમારી લોન માટે અરજીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો લોન માટે લાયકાત અંગેના ધારાધોરણો સમજવાનો છે. દસ્તાવેજીકરણ અને વાહનની વિગતો પૂર્વજરૂરિયાતો છે. જો તમે વપરાયેલી કારને ખરીદવા માટે લોન મેળવવાનું આયોજન કરતાં હોવ તો આ બાબતો વિચારવા જેવી છે

  • કાર મોડલ નિર્ધારિત કરો
    તમારી રીતે શોધખોળ કરો. તમારી જરૂરિયાતો (બજેટ, વપરાશ, ડ્રાઇવિંગ ટેવ, ડ્રાઇવિંગ પરિસ્થિતિ વગેરે)ને બંધબેસતું હોય તેવું શ્રેષ્ઠ મોડલ અંગે ઝિણવટપૂર્ણ વિગતો મેળવવા વપરાયેલી કારના ડીલરની મુલાકાત લો, ટેસ્ટ ડ્રાઇવ લો, મિત્રો સાથે વાત કરો, ઓનલાઇન રિવ્યૂ વાંચો, ડીલર સાથે વાત-ચીત કરો અને સમાન વિચારો ધરાવતા વ્યક્તિનો પરામર્શ કરો.
    વપરાયેલી કાર ધરાવવાના ટેક્નિકલ અને માલિકી સંબંધિત પાસાઓ વિશે જાણો. સૌથી વ્યવસ્થિત વપરાયેલી કારના ડીલર સંપૂર્ણ પેકેજ ઉપલબ્ધ કરાવે છે. તમારો સમય લો અને બેસ્ટ ડીલ માટે વિચારણા કરો.
  • વાહનની લોન પૂરી પાડનાર પસંદ કરો
    એક વખત તમે વાહન નિર્ધારિત કરી લીધા પછી, હવે સમય છે તમારા વાહનની લોન પૂરી પાડનારને પસંદ કરવાનો. અહી ફરીથી, વપરાયેલી કારની લોન માટે ઓનલાઇન તપાસ કરો. વેબસાઇટની મુલાકાત લો, વિશિષ્ટતાઓ અને ફાયદાઓ વાંચો, પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય, પ્રસ્તાવિત લોન મૂલ્ય, સેવા પૂરી પાડનાર અંગે રિસર્ચ રિવ્યૂ અને ત્યારબાદ સંભવિત ધીરાણકર્તાને સૂચી તૈયાર કરો.
    તમે કાર ડીલરશિપની પણ મુલાકાત લઇ શકો છો, જ્યાં જુદી-જુદી વપરાયેલી કાર લોન પૂરી પાડનારના પ્રતિનિધિઓ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે ઉપલબ્ધ હોય છે. ઉતાવળ ન કરશો. કાર લોન મેળવવી કરાવવી લાંબાગાળાની જવાબદારી છે. આમ કરતી વખતે ધ્યાનમાં રાખવાના પાંચ પરિબળો નીચે આપવામાં આવ્યાં છે:
 

1.વ્યાજ દર
તમારી વપરાયેલી કાર લોન માટે શ્રેષ્ઠ વ્યાજ દરનો સોદો મેળવવો સરળ બાબત નથી. જુદા-જુદા લોન પૂરી પાડનાર અંગે તમારી રીતે વ્યવસ્થિત તપાસ હાથ ધરો જેથી તમે એવી ડીલ મેળવી શકો જે તમારી જરૂરિયાતો સાથે અનુકૂળ હોય. યાદ રાખો, વ્યાજનો દર તમારે કેટલી રકમ પુનઃચૂકવવાની છે તે નક્કી કરે છે, પરંતુ તેને એકમાત્ર નિર્ણાયક પરિબળ બનવા દેશો નહીં. તમારા ધીરાણકર્તાની વિશ્વસનીયતા સહિત એવા અનેક પરિબળો જેને વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે.

લોન સમયગાળો
સ્પષ્ટપણે નિર્ધારિત કરેલા પુનઃચૂકવણી સમયગાળા અને લઘુતમ ચાર્જિસ સાથે સમય પહેલા લોન પૂરી કરવાની સંભાવનાથી વધારે કોઇ રાહતની બાબત હોઇ શકે નહીં. દર મહિને તમારે કેટલી રકમ ચૂકવવી પડશે તે જાણવા માટે તમે આ ઓનલાઇન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો. તમને સૌથી અનુકૂળ હોય તેવા ઇએમઆઇને પસંદ કરવા લોનની રકમ, વ્યાજનો દર અને સમયગાળો જેવા એક કરતાં વધારે સંયોજનો અજમાવી જૂઓ

 

2.ડાઉન પેમેન્ટ
તમે જે ડાઉન પેમેન્ટ કરો છો તે લોન મંજૂરીની પ્રક્રિયાનો એક મહત્ત્વનો હિસ્સો છે. તે તમારી લોનની રકમ અને તેથી ઇએમઆઇ ઘટાડે છે. કેટલાક ધીરાણદારો ઓન-રોડ કિંમતની 95% જેટલી રકમની લોન પણ પૂરી પાડે છે

 

3. લોન પ્રક્રિયા અને પ્રોસેસિંગ ફી
કાર લોન પૂરી પાડનાર તમારી અરજીની પ્રક્રિયા કરવા માટે અને પેપરવર્ક કરવા માટે ફી વસૂલે છે. આ રકમ લોનની રકમ, તેના સમયગાળા અને ડાઉનપેમેન્ટ પર નિર્ભર કરે છે. આ ચાર્જિસ વિશે માહિતી મેળવો અને તમે તમામ ચાર્જિસ સારી રીતે સમજો તે સુનિશ્ચિત કરવા માટે તેની પ્રિન્ટ કરેલી માહિતી વાંચો

 

4. પુનઃચૂકવણી વ્યવસ્થા
કોઇપણ લોન માટે પુનઃચૂકવણી વ્યવસ્થા ધ્યાનમાં લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે તમે સ્થાપિત થયેલા એનબીએફએસ સાથે ડીલ કરવાનું પસંદ કરો છો ત્યારે તમને મનની શાંતિની ખાતરી અને તે સુનિશ્ચિત કરે છે કે તમારા ઇએમઆઇ અને અન્ય નિયમો સરળ અને ઝંઝટમુક્ત છે.
વધુ જાણકારી માટે અને વપરાયેલી કાર માટે લોન પ્રાપ્ત કરવા, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનો સંપર્ક કરો. વપરાયેલા કાર માટે લોન અંગે શ્રેષ્ઠ ડીલ અંગે અમને પૂછો