અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમે ટુ-વ્હીલર લોન મેળવવા પહેલાં 5 વસ્તુઓ જાણો

હવે તમે ટૂ-વ્હીલર ખરીદવાનું નક્કી કરી લીધું છે. શું આ તમારું પ્રથમ ટૂ-વ્હીલર છે? શું તમે અત્યારથી જ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યાં છે? શું તમે બસની લાંબી-લાંબી સાપ જેવી કતારો અને કેબ બૂકિંગ પર થતા ખર્ચને અલવિદા કહેવા માટે શક્યતા શોધી રહ્યાં છો? ભલે, ટૂ-વ્હીલરની પોતાની માલિકી પ્રાપ્ત કરવી તે આરામદેહ સફરનો નવો અધ્યાય શરૂ કરે છે

જો તમે ટૂ-વ્હીલર ખરીદવા માટે સંભાવના તપાસી રહ્યાં છો તો નીચે આપેલી પાંચ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઇએઃ

 

     1. શ્રેષ્ઠ વ્યાજદરો પ્રાપ્ત કરો

એક આસાન ઓનલાઇન સર્ચ ટૂ-વ્હીલર લોન માટે ત્વરિત પરિણામો રજૂ કરે છે. જોકે, વ્યાજદરો જુદા-જુદા ધીરાણદાર મુજબ અલગ હોય છે. આથી, તમારો સમય લો, જુદા-જુદા ધીરાણદાર સાથે વાત કરો અને વ્યાજના દરો અને સમગ્રપણે થતા ખર્ચની સરખામણી કરો

તમારા આવકનું સ્ટેટમેન્ટ, વર્તમાન અસ્કયામતો અને જવાબદારીઓ અને તમારો ક્રેડિટ સ્કોર (જો તમે પહેલા લોન લીધી હોય તો) તમારી યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરતાં પરિબળો છે. બીજી તરફ, અદભૂત ટ્રેક રેકોર્ડ તમને વ્યાજ દરો અંગે વાટાઘાટો કરવાની ક્ષમતા આપે છે

વધુમાં, ઓટોમોબાઇલ ઉત્પાદકોની સાથે સાથે ધીરાણદારો તરફથી પણ મોટાભાગની વિશેષ લોન ઓફર અને ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ કરાવે છે. ઝીરો પ્રોસેસિંગ ફી, નિઃશુલ્ક ઇન્સ્યોરન્સ અને ફ્રી એસેસરીનો સમાવેશ આવી કેટલીક ઓફરમાં થાય છે

 

     2. મહત્તમ લોન રકમ

મહત્તમ ઓન-રોડ કિંમત ઉપર ધીરાણ તમને તમારા સપનાંનું ટૂ-વ્હીલર ખરીદવા માટે જરૂરી નાણાંના 80% (અથવા વધારે) પૂરા પાડી શકે છે. તમે તમામ દસ્તાવેજીકરણમાંથી પસાર થઇ રહ્યાં હોવાથી અને લોન પ્રોસેસિંગ ફી ચૂકવી રહ્યાં હોવાથી, લોનની રકમ મહત્તમ કરવી વધારે બુદ્ધીપૂર્ણ કામગીરી છે. આ તમને તમારી અન્ય નાણાકીય જવાબદારીઓનું સરળતાથી નિયંત્રણ કરવાની અનુકૂળતા આપે છે

 

     3. વધારે પડતું ઉધાર ન લો

માત્ર લોન ઉપલબ્ધ છે તેના માટે વધારે પડતું ઉધારે લેશો નહીં. દર મહિને સહેલાથી તમે ચૂકવી શકો તેવી રીતે ઇએમઆઇની ગણતરી કરો. વધારે પડતાં ઉધાર નાણાં લેવાથી તમારા માસિક ઇએમઆઇમાં વધારો થઇ શકે છે અને તે તમારા સમગ્ર ધીરાણો અને બજેટને ખોરવી શકે છે. વધુમાં તમે કદાચ તે ચૂકવવા માટે સક્ષમ ન બની શકો અને તેમાં કસૂર સર્જાય છે. આ બાબત ભવિષ્યમાં ધીરાણ લેવાની તમારી તકોને વધુ વિપરિત અસર પહોચાડી શકે છે

 

     4.પુનઃચૂકવણી પ્લાન ધરાવો

પુનઃચૂકવણી પ્લાનની ચર્ચા કરો અને તેને સમજો. તેને વળગી રહો જેથી તમે લીધેલા વાહનના ફાયદાઓનો તમે આનંદ ઉઠાવવાનું ચાલુ રાખી શકો. એવી વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરો જે તમને ફ્લેક્સિબલ ઇએમઆઇ અને કૃપા સમયગાળો પૂરો પાડતો હોય, જેથી તમે ક્યારેય હપ્તો ચૂકવવામાં કસૂર ન કરો. તમારી બેન્ક માટે સ્થાયી સૂચનો ગોઠવવાથી, અથવા ધીરાણદારને બેન્ક મેન્ડેટ પૂરી પાડવાથી તે સુનિશ્ચિત થાય છે કે તમે ક્યારેય ઇએમઆઇ ભૂલો નહીં

 

     5. ઝડપી પ્રોસેસિંગ

એક વખત તમે વાહન પસંદ કરી લીધો હોય ત્યારપછી રાહ જોવી મુશ્કેલ છે! લોનની ફાળવણી માટે હાથ ધરાતી પ્રક્રિયાઓને પૂરી થવા માટે લાગતા સમય અંગે તમારા ધીરાણદાર સાથે વાત કરો. એક વખત તમે તમામ દસ્તાવેજો જમા કરાવી દો ત્યારપછી લોન મંજૂર થવામાં 10 દિવસથી વધારે સમય લાગતો નથી. મોટાભાગના ધીરાણદારો તમારા વતી સીધી જ ટૂ-વ્હીલર માટે ચૂકવણી કરે છે. આ સમય બચાવવામાં મદદ કરે છે

અને છેલ્લે, તે સુનિશ્ચિત કરો કે તમારા વાહનનો વપરાશ માત્ર ઇચ્છિત હેતુઓ માટે છે. વાહનમાં કોઇપણ પ્રકારના અનઅધિકૃત ફેરફાર ન કરો. તે વીમા રદબાતલ કરી શકે છે

Contact loan to buy a two-wheeler today for a car loan, two-wheeler loan, or auto finance. It's time to vroom!