અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું


 

નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે ભરતિને સરળ બનાવવા અને તેમની ગુણવત્તા સુધારવા માટે 5 સલાહ

 

તમે કોઈપણ એસએમઈ સાથે વાત કરો એટલે તેઓ તમને તેમણે રોજગાર, વિશ્વસનિયતા, કટીબદ્ધતા અને તેમના કર્મચારીઓને જાળવી રાખવા માટે જે પડકારોનો સામનો કરવો પડે છે તે અંગે વાત કરવા લાગશે. નોકરીમાં માણસોની ભરતી નિશ્ચિતપણે મુશ્કેલ કામ છે અને તમે મર્યાદિત પગારના બજેટ, કોઈ બ્રાન્ડ ઓળખ વિના અને મર્યાદિત રીકોલ સાથે કર્મચારીઓની ભરતી કરવા માગતા હોવ ત્યારે તે વધુ મુશ્કેલ બની જાય છે

 

તેમ છતાં નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગ તમારા રીતોને બનાવી રાખવા પસંદ કરીએ છીએ અને તેઓ અવરોધોને પાર કરવાંની રીતો હંમેશાં શોધી લે છે, તો પણ એમણે પોતાની ભરતી પ્રક્રિયાઓને સુધારવા માટે પોતાની પદ્ધતિ અને પ્રક્રિયાઓને તમારા અનુકૂળ બનાવવા અને વિકસિત કરવાંની જરૂરિયાત હોય છે

 

અહીં કંઈક સામાન્ય ભૂલો છે જે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગ SMEs નિમણૂંકના સમયે કરે છે:

  • યોગ્ય પગલાંની તપાસ ન કરવી:કોઈ નાની કંપની વિષે સૌથી સારી વાત એ છે કે ગૃપના દરેક સભ્યની ભૂમિકા કેટલી સંગઠિત છે. તમારે એ બાબતની ખાતરી કરવી પડશે કે તમે જે વ્યક્તિની ભરતી કરી રહ્યા છો તે તમારા અન્ય કર્મચારીઓ સાથે સારી રીતે ભળી જશે અને તેની માનસિક્તા નાની કંપનીમાં કામ કરવાને અનુકૂળ છે, તે જવાબદારી સ્વીકારશે અને તમારા કારોબારના મૂલ્યોને તેના પોતાના મૂલ્યોની જેમ સ્વીકારશે.
  • સીટીસી પર જ ભરતી કરવી:તમે માત્ર સીટીસી પર જ નિર્ભર ન રહેશો. એક વિકસતા કારોબાર તરીકે તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમે કુશળ કર્મચારીમાં રોકાણ કરી રહ્યા છો. તમારી ટીમને સક્ષમ બનાવો, તેમની ક્ષમતામાં વિશ્વાસ રાખો અને તેમને સારું વળતર આપો. આ તમારી લાંબાગાળાની અસ્કયામત હશે.
  • પુરતી સુવિધાઓ ન ધરાવવી:એક કર્મચારી તેના કામના સ્થળે સપ્તાહમાં સરેરાશ 45 ક્લાક પસાર કરે છે. આથી તેમના માટે કામના સ્થળે વાતાવરણ સાનુકૂળ, આનંદદાયક અને ઉચિત હોય તેની ખાતરી રાખો. કાયદા મુજબ જરૂરી ન હોય ત્યારે પણ ચોક્કસ માપદંડો પૂરા કરનાર કર્મચારીને પેકેજીસનો લાભ આપો. તેઓ મૂલ્યવાન છે અને તેમની કદર થાય છે તેવું તેઓ જાણે તે જરૂરી છે. તેઓ મૂલ્યવાન છે અને તેમની કદર થાય છે તેવું તેઓ જાણે તે જરૂરી છે.
  • સત્તાવાર પ્રક્રિયાનો અભાવ:તમે કોઈ વ્યક્તિની ભરતી કરો ત્યારે તમારા મગજમાં તે વ્યક્તિની કામગીરી અંગે એકદમ સ્પષ્ટતા હોવી જરૂરી છે. તમે કઈ જગ્યા ભરવા માગો છો તેના આધારે વ્યાપક કામગીરીનો પ્રકાર નિશ્ચિત કરો. તમારી અપેક્ષાઓ અને સંબંધિત કુશળતા, અનુભવ તથા લાયકાતની જરૂરીયાતની સ્પષ્ટરીતે યાદી બનાવો.
  • સત્તાવાર પ્રક્રિયાનો અભાવ:બધા જ કર્મચારીઓ સખત અને પારદર્શી ભરતી પ્રક્રિયામાંથી પસાર થાય તેની ખાતરી રાખો. આ એક એવું પાસુ છે જ્યાં તમારે તમારી આંતરસૂઝની અવગણના કરવી જોઈએ અને ચોક્કસ પ્રક્રિયાને અનુસરવું જોઈએ. પ્રાથમિક તપાસ - ટેકનિકલ ઈન્ટર્વ્યૂ/ટેસ્ટ - એચઆર ઈન્ટર્વ્યૂ જેવા લઘુત્તમ તબક્કાને અનુસરવું જોઈએ.
  • ભરતીમાં રોકાણ ન કરવું:ભરતી કરવી એ કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ તેના માટે સમર્પિત પ્રયાસો અને પોર્ટલ્સ તથા સામયિકોમાં નોકરીની જાહેરાતો માટે સંશાધનો જરૂરી છે. તમારી કંપનીમાં હ્યૂમન રીસોર્સ સેલ ન હોય અને તમે આ કડાકૂટમાં પડવા ન માગતા હોવ તો કોઈ રીક્રૂટમેન્ટ એજન્સીની ભરતી કરો અને આ બધી કામગીરી નિષ્ણાતો પર છોડી દો. તમારી કામગીરીની જરૂરિયાત અને. તમારી અપેક્ષાઓ તેમને જણાવી દો. તમારી શોધ વ્યાપક બનવાથી, તમને યોગ્ય ઉમેદવાર મળી જાય તેવી સંભાવનાઓ વધી જશે.
 

એક વખત તમારી પાસે યોગ્ય ટીમ હોય, જે સારી રીતે એક બીજા સાથે કામ કરે એટલે કારોબારમાં આગળ વધવું એ બસ સમયની જ વાત રહે છે. તમારી ઉદ્યોગસાહસિક્તા તમારા કારોબારને ઊભો કરવા અને તમારા ઉત્પાદનો અને સેવાઓને મજબૂત બનાવવા પર હોવી જોઈએ

 

તમારા કારોબારના વિસ્તરણનું વિઝન હોય અને સફળ થવા માગતા હોય તેવા ઉદ્યોગસાહસિકો અને એસએમઈસને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ કાર્યકારી મૂડીની લોન્સ અને કારોબાર વિસ્તરણ લોનઓફર કરે છે

 

Talk to us to know more