અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારી આગામી વ્યાવસાયિક વાટાઘાટોમાં મદદરૂપ થાય તેવા 6 સૂચનો

વાટાઘાટોની કળા તમારા રોજિંદા જીવનના વાર્તાલાપમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ ઔપચારિક વ્યાવસાયિક વ્યવહારોમાં પણ તેનું એટલું જ મહત્વ છે. કોઈ પણ પરિસ્થિતિમાં, બે પક્ષોને એક નિર્ણય પર આવવા માટે અને બંનેને સ્વીકાર્ય હોય તેવી સહમતિ પર આવવા માટે સફળ વાટાઘાટ જરૂરી છે

સફળતાપૂર્વક વાટાઘાટ કરવા માટે જરૂરી આંતરવૈયક્તિક અને કમ્યુનિકેશન કૌશલ્ય હોવું જરૂરી છે. અહીં તમારી આગામી વ્યાવસાયિક વાટાઘાટોમાં મદદરૂપ થાય તેવા 6 સૂચનો જણાવવામાં આવ્યા છે

 

1. તમારા ક્લાયન્ટને સારી રીતે જાણો

આગળ વધતા પહેલા, તમારા ક્લાયન્ટના વ્યવસાય અને વર્તણૂકનો સંપૂર્ણ અભ્યાસ કરો. તમારા ક્લાયન્ટ ક્યાંથી આવે છે, તેમની અને તેઓ જે ઉદ્યોગમાં કામ કરે છે તેની પૃષ્ઠભૂમિ શું છે તે જાણવું ખૂબજ મહત્વપૂર્ણ છે જેથી તમે તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકો. તમારા ક્લાયન્ટનો સાકલ્યવાદી અભિગમ તમને સાચી દિશામાં ડગલું માંડવા માટે યોગ્ય મંચ પૂરું પાડશે

 

2. તમારી રજૂઆતની પૂર્વ તૈયારી કરો

તમે તમારી રજૂઆત એકદમ સારી રીતે કરો ત્યારે જ તમારું અડધું કામ તો થઈ જાય છે. તમારા ક્લાયન્ટને તમારી રજૂઆત જેટલી વધુ પસંદ પડે, એટલી વાટાઘાટોમાં સરળતા રહે છે. તમારી રજૂઆત તૈયાર કરતી વખતે, તમે શું આપી રહ્યા છો તે જ જાણવું જરૂરી નથી પરંતુ તમારા હરીફો શું આપે છે તે પણ જાણવું જરૂરી છે જેથી તમારી રજૂઆત અન્યોથી કંઈક અલગ હોય

તમે ક્લાયન્ટ સાથે મિટિંગ કરો તે પહેલા એક-બે વખત તમારી રીતે પ્રેક્ટિસ કરી લો તે વધુ સારો આઈડિયા છે કારણ કે તેથી તમે ચોક્કસ છો તેવી ખાતરી થઈ જશે

 

3. સાંભળો અને સમજો

કેટલીક વખત તમે તમારા કાન ખુલ્લા રાખો અને તમારા ક્લાયન્ટની મૂળ દુઃખતી નસ પારખો અને સમજો તે સૌથી શ્રેષ્ઠ રહે છે. તેનાથી તેઓ ખરેખર શું ઈચ્છે છે અને તમે વાસ્તવમાં કેવી રીતે અસરકારક ઉકેલ આપી શકો છો તે બાબતે વધુ સ્પષ્ટતા થઈ જાય છે. તેમના માટે ખરેખર શું મહત્વનું છે તે જો તમે જાણતા હોવ તો, તમારી વાટાઘાટો સારી રીતે કરવામાં તે ખૂબ મદદરૂપ થઈ શકે છે

 

4. બંને પક્ષે સંમતિની સ્થિતિ બનાવો

શ્રેષ્ઠ પરિણામની ઈચ્છાને વળગી ના રહેશો. વાટાઘાટો માટે અને અન્ય પક્ષો સાથે કામ કરવા માટે તૈયાર રહો. બંને પક્ષે સંમતિ અને સંતોષની સ્થિતિ તમને સોદો હાંસલ કરવામાં મદદરૂપ થશે અને સાથે સાતે લાંબાગાળાના વ્યાવસાયિક સંબંધો પણ સ્થાપિત કરી શકશો

તેનાથી કદાચ તમને શ્રેષ્ઠ ઑફર ના મળે પરંતુ એક સારો સોદો ચોક્કસપણે નવા વ્યાવસાયિક સંબંધોના દ્વાર ખોલી શકે છે

 

5. વાસ્તવવાદી બનો

સામેના પક્ષ પ્રત્યે વાસ્તવવાદી અને સહાનુભૂતિશીલ બનવાથી નવા સંબંધો બને છે અને તેનાથી તમે સારો સોદો હાંસલ કરીને ટૂંકાગાળાનો મોટો નફો રળી શકશો. આર્થિક અવરોધો એવી બાબત છે જે બંને પક્ષે રહેશે. કોઈ પણ ઑફર કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી

 

6. ઉંચી મહત્વાકાંક્ષા રાખો

તમે કદાચ બજારમાં સૌથી શ્રેષ્ઠ ઓફર આપનારા સૌથી શ્રેષ્ઠ ખેલાડી ના હોવ તેવું બની શકે છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે તમારી જાતને લઘુતાગ્રંથિમાં બાંધી દો અને તમારી પ્રોડક્ટ્સ અથવા સેવાઓને તેના વાસ્વિક મૂલ્યથી નબળી ગણો. તમારી સ્થિતિ વિશે અડગ અને આશાવાદી બનો. તેનાથી તમને સફળ વાટાઘાટો કરવામાં મદદ મળશે

સારી વાટાઘાટો તમારા વ્યવસાયની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેનાથી તમે વધુ સારા સંબંધો બનાવી શકો છો, તેને લાંબા સમય સુધી જાળવી શકો છો અને ભવિષ્યમાં આવનારી સમસ્યા કે વિવાદો ટાળી શકો છો. સાથે સાથે, તેનાથી વ્યવસાયમાં વિસ્તરણ અને વિકાસ કરવામાં પણ તમને મદદ મળી રહેશે

જો તમે તમારા વ્યવસાય અને ઔદ્યોગિક સાહસમાં વિસ્તરણ કરી નવા આયામો પર તેને લઈ જવા માંગતા હોવ, તો રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોન તમારી પ્રક્રિયા વધુ તેજ કરવામાં મદદરૂપ થઈ શકે છે