અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારી કંપનીના રોકડ ફ્લોને સુધારવા માટેની 6 રીતો

જો તમારી કંપની તેના રોકડ પ્રવાહ જાળવવામાં સમસ્યાનો સામનો કરી રહી છે, તો માત્ર તમે એકલા જ નથી જેઓ આવી સમસ્યાનો સામનો કરે છે. ખૂબ જ ઊંચી નફાકારકતા ધરાવતા વ્યવસાય અને ખૂબ જ સારી ટીમ ધરાવતી અનેક આશાસ્પદ કંપનીઓને કાર્યકારી મૂડીની તૂટ જોવા મળે છે અને તેના કારણે બંધ થઇ જાય છે

તંદુરસ્ત રોકડ પ્રવાહ જાળવી રાખવો તે મોટાભાગીની ભારતીય એસએમઇ માટે પણ ચિંતાનો વિષય રહ્યો છે. આ સંભવિત સમસ્યાનું નિવારણ કરવાની 6 અસરકારક રીતો નિચે આપવામાં આવી છે

 

MSMEs દ્વારા બજાર વિકાસની જુદી-જુદી રીતો આ મુજબ છે:

તમારા રોકડ પ્રવાહને જાળવવાનું પ્રથમ તબક્કો તમારી નાણાકીય બાબતો અંગે સર્વગ્રાહી ખ્યાલ ધરાવવા અંગેનો છે. આ બાબત માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે તમારી કંપની એકાઉન્ટના ચોપડાં સારી રીતે જાળવતી હોય. મોટાભાગના નિર્ધારિત કરેલા એકાઉન્ટના સિદ્ધાંતો અને પ્રણાલીઓ રોકડ પ્રવાહ પર નજર રાખીને તેની સમતુલા જાળવવાની એક અંતર્ગત વ્યવસ્થા ધરાવે છે અને આથી આ પ્રક્રિયાઓનું સારી રીતે પાલન કરવું જોઇએ

આજે વિવિધ પ્રકારના ઓછા ખર્ચે મળી રહેતા, ક્લાઉડ-આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર ઉપલબ્ધ છે જે તમારા વ્યવસાય અંગે રિયલ-ટાઇમ માહિતી પૂરી પાડે છે. માત્ર થોડીક જ ક્લિક કરીને તમે તમારી કૂલ હાથ પરની સિલક, ચૂકવણીની બાકી રકમો, મુખ્ય ઋણધારકો જાણી શકો છો અને ઓટોમેટિક રિમાન્ડર વગેરે ગોઠવી શકો છો અને બીજી અનેક સુવિધાઓ છે જે તમારી નાણાકીય બાબતો સારી રીતે જાળવવામાં મદદ કરે છે

વ્યાવસાયિક સાહસ તરીકે તમે જાણો છો કે તમારી મૂડીનો એક મોટો હિસ્સો વિક્રેતાઓ અને વિતરકોને ચૂકવણી કરવામાં ખર્ચ થઇ જાય છે. આ સપ્લાયર્સ સાથે ગાઢ સંબંધો ઊભા કરો જેથી તમે એક સરખી ગુણવતા અને ચૂકવણીની શરતોમાં છૂટછાટની ખાતરી મેળવી શકો. સપ્લાયર્સ સાથે મજબૂત સંબંધોનું નિર્માણ કરવું લાંબા ગાળાની પ્રક્રિયા છે. તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરવા તમારે આ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છેઃ

જસ્ટ-ઇન-ટાઇમ (જીઆઇટી) જેવી વ્યવસ્થાના અમલીકરણ દ્વારા માલસૂચી મજબૂત કરવાથી તે માત્ર અસકારકતા જ નહીં પરંતુ રોકડ પ્રવાહમાં પણ વધારો કરે છે. અગાઉની જસ્ટ-ઇન-કેસ રણનીતિથી આગળ વધીને, જીઆઇટી માગ આગાહીઓ પર દેખરેખ રાખે છે અને તમને જ્યારે જરૂર હોય ત્યારે ઓર્ડર કરવાની સુવિધા પુરી પાડે છે

તમે વિવિધ પ્રકારના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર (ઇઆરપી)નો પણ ઉપયોગ કરી શકો છો જે કાચી માલ-સામગ્રી અંગે રિયલ-ટાઇમ માહિતી પૂરી પાડે છે અને તમને અત્યંત જરૂરિયાતના તબક્કે ફરી ઓર્ડર મૂકવાની સુવિધા આપે છે

દરેક વ્યવસાયમાં વિલંબિત ચૂકવણીઓ પર પ્રતિબંધ મૂકેલો હોય છે. તેનો અર્થ એ છે કે મોટાભાગની આવકો અટકી પડે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઇએફસી)ના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આશરે 35% ભારતીય એસએમઇ તેમની પ્રોડક્ટની ડિલિવરીના ત્રણ મહિના બાદ નાણાં પ્રાપ્ત કરે છે

એસએમઇ લોન ડિફોલ્ટ થવાના મુખ્ય કારણમાં આ બાબતનો પણ સમાવેશ થાય છે. આથી, નાણાંની ચૂકવણી માટે ગ્રાહકો સાથે નિયમિત વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. તેવા મજબૂત કરાર હાથ ધરો (અને અમલ કરો) જે તમને વિલંબિત નાણાંની ચૂકવણી વિરુદ્ધ સુરક્ષા પુરી પાડે

નાણાંની તૂટના કારણે વધારાના ખર્ચમાં ઘટાડો કરવાની વધુ ફરજ પડે છે. 'વપરાશ કરો તેમ ચૂકવો' અથવા માસિક ભરપાઇની પદ્ધતિનો વિકલ્પ પસંદ કરવાથી તમે તમારી એકાઉન્ટ ઉપર બોજો ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે ખરીદવાના બદલે કમ્પ્યુટર ભાડે લેવાથી તમારા મૂડી રોકાણમાં ઘટાડો થશે. શેર કરેલી સેવાઓ (જેમ કે ક્લાઉડ સ્ટોરેજ), વિશિષ્ટ કૂશળતા ધરાવતી કામગીરીનું આઉટસોર્સિંગ (જેમ કે ભરતીઓ) અને નિયમિત ધોરણે નિવારાત્મક સારસંભાળ જેવા પગલાં લેવાથી વધારાના ખર્ચાઓમાં ઘટાડો કરી શકાય છે

નવીન અને વિક્ષેપ ઉભો કરનાર ખ્યાલો અંગે ખુલ્લા મને વિચાર કરો જે તમારા વ્યવસાય ઉપર સકારાત્મક પ્રભાવ ધરાવે છે. ઉદાહરણ તરીકે, તમે બીટુબી ઇ-કોમર્સ પોર્ટલ . દ્વારા માલ-સામાન પ્રાપ્ત કરવાનું વિચારી શકો છો. હાથ ધરાયેલા અભ્યાસ સૂચવે છે કે બીટુબી ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઇન્વેન્ટરી ખર્ચમા 40% સુધી ઘટાડો કરી શકે છે અને એસએમઇને વધારે ભાવતાલ ક્ષમતા, મૂડી પર્યાપ્તતા અને વેરહાઉસનો ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે

 

માઇક્રોફાઇનાન્સ , અને એસએમઇ ફાઇનાન્સ અંગે વધારે માહિતી મેળવવા રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનો આજે જ સંપર્ક કરો

 1. તમારા ફાઇનાન્સમાં ટોચના સ્થાને રહો
 2. તમારા સપ્લાયર્સ સાથે સારા સંબંધો જાળવો

  આવા સંબંધો ઇન્વેન્ટરી ઉપર સખત નિયંત્રણ જાળવવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

  • તમારા સપ્લાયર્સ સાથે નિયમિત ધોરણે વાતચીત કરો
  • સમયસર બાકી નિકળતા નાણાં ચૂકવો
  • જો તમને ચૂકવણીમાં વિલંબનો અગાઉથી અંદાજ હોય તો તેની જાણ કરો
  • તાત્કાલિક ઓર્ડર ટાળો (જ્યારે શક્ય હોય)
  • જ્યારે પણ સમસ્યા ઊભી થાય ત્યારે તાત્કાલિક નિવારણ કરો
 3. ઇન્વેન્ટરી પર સખત નિયંત્રણ
 4. ચૂકવણી માટે ગ્રાહકો સાથે નિયમિત પૂછપરછ
 5. વધારાના ખર્ચમાં ઘટાડો
 6. નવીન સંશોધનો માટે તૈયાર રહો