અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

પ્રથમ વખત કાર ખરીદદારો માટે 8 ટિપ્સ

છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી વિનયકુમારના ફોન ઉપર તેમના મિત્રો અને સંબંધીઓનો ઉપરાઉપરી કોલ અને અને અભિનંદનના સંદેશાઓનો ધોધ વરસી રહ્યો છે. આ વાતને પંદર દિવસ જેટલો સમય થયો હોવા છતાં હજુ પણ અભિનંદન સંદેશાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યાં. આ પ્રસંગ છે વિનયની પ્રથમ કાર - વૈભવી સેડાન કાર ખરીદવાનો. વિનયની આ વાત હજારો ભારતીયોની તેમની પ્રથમ કાર સાથે જોડાયેલી લાગણી અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ રજૂ કરે છે

જીવનની આ અદભૂત ક્ષણ માટે પ્રથમ કારની ખરીદી લાંબા ગાળાનું રોકાણ છે જે સાવધાનીપૂર્વકની તૈયારીઓ સાથે હાથ ધરવું જરૂરી છે. અહીં આ માટે 8 અસરકારક ટિપ્સ આપવામાં આવી છેઃ

 

1. વાસ્તવલક્ષી બજેટ તૈયાર કરવું

વાસ્તવિક બજેટ ધરાવવું તમારા સપનાંની ખરીદી તરફનું પ્રથમ પગથિયું છે. તેમાં માત્ર કારની કિંમતનો જ સમાવેશ થતો નથી. તેની સાથે ઇંધણની કિંમત, નોંધણી, સારસંભાળ, વીમો, ઇએમઆઇ વગેરે બાબતોની વિચારણા કરવી પણ જરૂરી છે. તમારી અન્ય જરૂરિયાતો સાથે બાંધછોડ કર્યા વગર તમે પ્રતિમાસ કેટલો ખર્ચ કરી શકો છો તે જાણો

 

2. રિસર્ચ

બજારમાં અસંખ્ય ઉત્પાદકો અને મોડલ ઉપલબ્ધ હોવાથી તેમાંથી યોગ્ય કારની પસંદગી હાથ ધરવી મુશ્કેલ બની જાય છે. આ તે તબક્કો છે જ્યાં સંશોધન અત્યંત જરૂરી ભૂમિકા અદા કરે છે. તમારી જરૂરિયાતોને અનુકૂળ હોય તેવી કાર ખરીદવા માટે ઉતાવળ ન કરો. એકતરફ જ્યારે મોટાભાગના જવાબો ઓનલાઇન ઉપલબ્ધ છે ત્યારે સંપૂર્ણ પરીપ્રેક્ષ્યમાં માહિતી મેળવવા શો રૂમની મુલાકાત લેવી, ટેસ્ટડ્રાઇવ લેવી, સેલ્સ એક્ઝિક્યુટિવ, મિકેનિક અને અન્ય ખરીદદારોની સાથે વાતચીત કરવી પણ જરૂરી છે

 

3. કારના ધિરાણ વિકલ્પો અંગે જાણકારી

જો તમે કાર લોન લેવાની યોજના બનાવી રહ્યાં છો તો તેવા વિશ્વસનીય ધીરાણકર્તાને પસંદ કરો જેઓ પુનઃચૂકવણીની હળવી શરતો અને સ્પર્ધાત્મક વ્યાજના દરો ઉપલબ્ધ કરાવે. મોટાભાગના કાર શો-રૂમ અગ્રણી ધીરાણકર્તાઓ સાથે ટાઇ-અપ ધરાવે છે, જો કે શ્રેષ્ઠ કાર લોન મેળવવામેળવવા માટે તમે ઓનલાઇન તપાસ પણ કરી શકો છો. લોનની પ્રોસેસિંગ ફી, તેની ફાળવણી માટે લાગતો સમય અને તેના દસ્તાવેજો પણ મહત્ત્વના મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવા જોઇએ

 

4. કેટલાક મોડલની સરખામણી

ગળાકાપ સ્પર્ધાત્મક બજારમાં કારના ઉત્પાદકો ગ્રાહકોને તેમની જરૂરિયાતો સંતોષાય તેવી પસંદગીના વિકલ્પો પુરા પાડીને તેમને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તમે જે કાર ખરીદવાની ઇચ્છા ધરાવો છો તે પસંદ કરતાં પહેલા તમારે કેટલાક મોડલની સરખામણી કરવાની જરૂર છે. તમારી સમક્ષ ઉપલબ્ધ જુદા-જુદા વિકલ્પોમાં માઇલેજ, પ્રકાર, વેરિયન્ટ, વિશેષતાઓ, એન્જિન ક્ષમતા વગેરે સરખામણી કરો. તેવા અને પોર્ટલ છે જે ઓનલાઇન કારની સરખામણી પુરી પાડે છે

 

5. રિ-સેલ વેલ્યૂ ધ્યાન પર લો

તમારી કાર એક મિલકત છે. યાદ રાખો, જે ક્ષણે તમે તેને ઘરે લઇ જાઓ છો તેની સાથે જ કિંમત ઘટવાની શરૂ થઇ જાય છે. સામાન્ય રીતે કારની ખરીદીના પ્રથમ વર્ષ દરમિયાન 30% જેટલી કિંમતમાં ઘટાડો થાય છે. આથી કાર ખરીદતા પહેલા જો તમે તેને વેચવાનું વિચારતા હોવ તો ભવિષ્યમાં તમને કેટલી કિંમત મળશે તેની ગણતરી કરો. તે કિંમતની જાણકારી તમને ભવિષ્યમાં કાર લોનની રકમ ગણવામાં મદદ કરશે

 

6. વધુ ખર્ચ માટે તૈયાર રહો

કારની ખરીદીના રોમાંચમાં તેના છૂપા ખર્ચાઓને નજરઅંદાજ ન કરો. આથી નીચેની બાબતો ધ્યાન પર લોઃ

  • એડવાન્સ ઇએમઆઇ
  • સર્વિસ ચાર્જ
  • વીમો
  • રજીસ્ટ્રેશન ખર્ચ
  • ડિલીવરી ફી
  • કરવેરા અને લેણાં
 

7. ભાવતાલ

લોકપ્રિય માન્યતાથી વિપરિત, કાર ડીલર્સ મોટું ડિસ્કાઉન્ટ અને કેટલીક વખત ડીલ સફળ બનાવવા પહેલા વર્ષ માટે ફ્રી ઇન્સ્યોરન્સ, મફત એસેસરિઝ અને મફત ઇંધણ જેવી કેટલાક આકર્ષણો પુરા પાડતા હોય છે. ડીલર સાથે સખત ભાવતાલ કરો અને શ્રેષ્ઠ કિંમતોએ કાર ખરીદવા માટે બંધનમુક્ત લાગણી અનુભવો. સારું ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારા સોદાનો યોગ્ય સમય નક્કી કરો. ઉત્સવો, વર્ષની સમાપ્તિ અને નાણાકીય વર્ષની સમાપ્તિ જેવો સમય વર્ષમાં શ્રેષ્ઠ સમય ગણાય છે

 

8.ઉતાવળ ન કરશો

નવી કારની ખરીદી નોંધપાત્ર પ્રમાણમાં સમય અને નાણાંનું રોકાણ માંગી લે છે. આથી સોદો પાર પાડવા માટે ઉતાવળ ન કરશો. યોગ્ય સમય લો અને કોઇ નાણાકીય સોદો પાર પાડતા પહેલા તમારા તમામ વિકલ્પોની ગણતરી કરો. નફાકારક સોદો પાર પાડવા માટે દરેક નાનામાં નાની વિગતો ધ્યાન પર લો

જુદા-જુદા પ્રકારની કાર લોન, ઓટો ફાઇનાન્સ અને વધુ માહિતી અંગે સમજ મેળવવા રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનો સંપર્ક કરો