રિલાયન્સ મનીના વિષે

ઝડપથી વધી રહી ભારતીય અર્થવ્યવસ્થામાં, એસએમઈ ક્ષેત્રએ ઝડપી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા બજાવી છે. પરંતુ દેશના અર્થતંત્રમાં પ્રશંસનીય યોગદાન હોવા છતાં, મોટાભાગના ભારતીયો ભંડોળના ઔપચારિક સ્રોતોનો ઉપયોગ કરી શકતા નથી. અમે દરેક વ્યક્તિની વૃદ્ધિને સક્ષમ કરવા માટે છીએ જેઓ રાષ્ટ્રની વૃદ્ધિને સમર્થન કરે છે.

અમે દરેક નાના અને મધ્યમ એન્ટરપ્રાઇઝ (એસએમઈ) અને રીટેલ ગ્રાહકને તેમની સાચી સંભવિતતા અને સ્વ-નિર્ભર કંપનીઓ બનવા માટે સક્ષમ કરીને તેના સાચા અર્થમાં ભારતને સ્વતંત્ર બનાવવાના અભિયાનમાં પ્રતિબદ્ધ છીએ. છેલ્લા 9 વર્ષોથી, અમારા કસ્ટમાઇઝ્ડ અને સુલભ નાણાકીય ઉકેલો દ્વારા, અમે સમગ્ર દેશમાં 4,00,000 થી વધુ એમએસએમઇમાંથી સફળ વાર્તાઓ ઉભી કરી છે અને રૂ. 88,000 કરોડથી વધુ રકમનું વિતરણ કરવામાં મદદ કરી છે.

ગ્રાહકને સશકત કરીને અને તેમનાં વેપારના સપનાને સાકાર કરવામાં મદદ કરતી વખતે, અમે આશા કરીએ છીએ કે ભારત આત્મ-નિર્ભરતાની દિશામાં આગળ વધશે.

રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિ.ના મુખ્ય મૂલ્યોને જાળવી રાખીને, અમે અમારા ગ્રાહકોને વિકસિત નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતા નાણાકીય સોલ્યુશન્સની વ્યાપક શ્રેણીને દર્શાવવા માટે હવે એક નવું બ્રાન્ડ નામ અપનાવ્યું છે.

રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સને રિલાયન્સ મની તરીકે ફરીથી બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે.

 

બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ

રવિન્દ્ર રાવ,કંપનીના બિન-કાર્યકારી ડિરેક્ટર છે, તેઓ બેન્કિંગ અને નાણાંકીય સેવા ઉદ્યોગમાં 22 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમને કન્ઝ્યુમર લેન્ડિંગ બિઝનેસના રિસ્ક મેનેજમેન્ટ, અનુપાલન, વિતરણ, સંચાલન અને તકનીકી જેવાં સમગ્ર કાર્યક્ષેત્રોમાં કામ કર્યું છે. તેઓ છ વર્ષ ફુલર્ટન ઇન્ડિયામાંથી કામ કર્યા બાદ રિલાયન્સ ગ્રુપમાં જોડાયા હતા, જ્યાં તેમની છેલ્લી એસાઇનમેન્ટ હોમ ફાઇનાન્સની પેટાકંપનીમાં સીઈઓ(CEO) તરીકે હતી. ફુલર્ટન પહેલાં, તે દક્ષિણ એશિયા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના કલેક્શન અને ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટના પ્રમુખ હતા. તેમને પાંચ વર્ષ સુધી એચડીએફસી(HDFC) બેંક માટે પણ રિટેલ કલેક્શનનું સંચાલન કર્યું છે. તેમના કરિયરની શરૂઆતમાં, તેમને એબીએન(ABN) એમ્રો બેંક અને બેંક ઑફ અમેરિકામાં પ્રાદેશિક ભૂમિકાઓમાં કામ કર્યું છે. તેઓ હાલમાં રિલાયન્સ એસેટ રિકંસ્ટ્રક્શન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ(CEO) છે.

 

Ms Rashna Khan, aged 55 years, a Law graduate from Government Law College Mumbai (University of Bombay) and qualified as a Solicitor with the Bombay Incorporated Law Society and Law Society London. Ms.Khan has worked with Mulla & Mulla & Craigie Blunt & Caroe. Advocates and Solicitors and with Dhruve Liladhar & Co., Advocates and Solicitors, in various capacities before I became partner of Mulla & Mulla & Craigie Blunt & Caroe. Advocates and Solicitors, since the year 2009. She specializes in the field of civil litigation including attending matters in the High Court, Supreme Court Company Law Board, Income Tax Tribunal, Arbitration. Customs, Excise and Service Tax Appellate Tribunal. Opinion and documentation work. She is also on the board of Reliance Power Limited, Vidarbha Industries Power limited, Sasan Power Limited, The Supreme Industries Limited and Reliance Home Finance Limited.

શ્રી ધનંજય તિવારીને,એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રિસ્ક મોનિટરિંગ અને નિયંત્રણ, અન્ડરરાઇટિંગ, નવા પ્રોડક્ટનો વિકાસ, ક્રેડિટ અને નાણાંકીય અનુપાલન જેવાં વિવિધ ક્ષેત્રોમાં 25થી વધુ વર્ષનો અનુભવ છે. હાલમાં તેઓ રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL)ના ચીફ ક્રેડિટ રિસ્ક ઑફિસર છે. તેઓ વિસ્તાર ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લિ.થી આરસીએલ(RCL)માં જોડાયા ત્યારે તે ચીફ રિસ્ક ઑફિસર હતા. શ્રી ધનંજયે એચડીએફસી(HDFC) બેંક સાથે 14 વર્ષનો લાંબો કાર્યકાળ કર્યો હતો અને છેલ્લે ત્યાં તેઓ અંડરરાઇટિંગ ડિવીઝનના અધ્યક્ષ હતા. એચડીએફસી(HDFC) બેંકમાં જોડાતા પહેલા, શ્રી ધનંજયે કોટક, ફોર્ડ ક્રેડિટ અને જીએલએફએલ(GLFL)માં અગત્યની બિઝનેસ ભૂમિકાઓ ભજવી છે. તેઓ બેહતર ઑપરેશનલ એફિશિએંસી, ઉત્પાદકતા અને ખર્ચ બચત મેળવવા હેતુ પ્રક્રિયામાં સુધારણા માટે તકનીકીનો ઉપયોગ કરવાના મજબૂત પક્ષધર રહ્યાં છે. શ્રી ધનંજય બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડામાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવે છે.

 

મેનેજમેન્ટના મહત્વના વ્યક્તિ (કેએમપીએસ)

સુશ્રી. એકતા ઠકુરાલ, કંપની સેક્રેટરી અને ફરિયાદ નિવારણ અધિકારી, ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાના એસોસિએટ સભ્ય. તેણીની પાસે ફાઇનાન્સ ક્ષેત્રમાં નવ વર્ષોનું અનુભવ છે અને તેમણે કંપની લૉ, કૉરપોરેટ ગવર્નન્સ, આરબીઆઈ અને આઈઆરડીએ કંપ્લાયંસના ક્ષેત્રમાં કોટક, એચડીએફસી અને અન્ય નોંધપાત્ર સમૂહોની સાથે કામ કર્યું છે.

 

શ્રી. સંદીપ ખોસલા, 38 વર્ષ, ચીફ ફાઈનાન્સિઅલ ઓફિસર, ઈન્સ્ટિટટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના સભ્ય છે. તેઓ ફાઈનાન્સિઅલ ક્ષેત્રમાં પંદર વર્ષથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે અને રિલાયન્સ ગ્રૂપમાં જોડાતા પહેલા બજાજ ફાઈનાન્સ, ટાટા કેપીટલ તેમજ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ ખાતે વરિષ્ઠ મેનેજમેન્ટનો હિસ્સો રહી ચુક્યા છે.