અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

સાવધાન! કારની આ માન્યતાઓ તમારા ખિસ્સાને મોટુ નુકસાન કરાવી શકે છે

 

આપણામાંથી મોટાભાગના લોકો ખૂબ સારી રીતે જાણતા હોય છે કે કાર કેવી રીતે ચલાવવી જોઈએ પરંતુ આપણી કારમાં દરેક વસ્તુને સારી રીતે નથી સમજતા. કાર વિશે સંખ્યાબંધ ખોટી માન્યતાઓ બજારમાં ચાલી રહી છે. કેટલીક માન્યતાઓ હવે જૂની થઈ ગઈ છે, કેટલીકને ગેરસમજ તરીકે માનવામાં આવે છે; જોકે એક હોય કે બીજી પણ તે જોખમી તો છે જ. માત્ર જાણકારીના હેતુ નથી, ચાલો હું તમને કાર વિશેની પાંચ માન્યતાઓનું વર્ણન કરું છુ જે તમારા ખિસ્સાને ઘણું મોટુ નુકસાન કરાવી શકે છે

 

તમારી કાર માટે સ્ટિરઓઈડ્સ જેવા ઉમેરકો તમારા વાહનનું પરફોર્મન્સ સુધારે છે તેવી એક સામાન્ય માન્યતા છે- ઓઈલ ઉમેરકો એક પ્રકારના રાસાયણિક સંયોજનો હોય છે જે બેઝ ઓઈલની લાક્ષણિકતા સુધારે છે. મોટાભાગના કિસ્સામાં તે બહેતર પરફોર્મન્સ, એન્જિન ઓઈલની સારી આવરદા આપે છે અને ફોમિંગ ઘટાડવા ઉપરાંત અન્ય લાભો આપે છે. પરંતુ તેનો ઉપયોગ કરવો અનિવાર્ય નથી. તેનું મુખ્ય કારણ તો તેની કિંમત છે. તમે જ્યારે ગુણવત્તા પર ધ્યાન આપી રહ્યા હોવ ત્યારે નાણાંની ખેંચનો સામનો કરવો પડે તેવું બની શકે છે. બીજી વાત કે, ઉમેરકોનો અતિ ઉપયોગ વિપરિત પરિણામ પણ આપી શકે છે. તેના કારણે કેટાલિસ્ટ કન્વર્ટર્સને હાનિ પહોંચી શકે છે, ફ્રિક્શન ઘટી શકે છે અને ફોમિંગ પણ થઈ શકે છે. ઓઈલ ઉમેરકો માત્ર પૂરક છે. અને જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તમારા વાહનના પરફોર્મન્સને કોઈ જ વિપરિત અસર નહીં પડે

 

વધુ ઑક્ટેન પેટ્રોલ હંમેશા બહેતર હોય છે નોક સામે એન્જિનની અવરોધકતાનો વિચાર કરીએ ત્યારે ઈંધણનું ઑક્ટેન રેટિંગ ધ્યાનમાં લેવું જરૂરી છે. પરંતુ શું તે ખરેખર તમારી કાર માટે મહત્વપૂર્ણ છે કે પછી માત્ર બજારની એક યુક્તિ છે? ઠીક છે, વધુ ઑક્ટેન પેટ્રોલ એન્જિન નોક અવરોધે છે, ઈગ્નિશન ટાઈમિંગ વધારે છે અને તુલનાત્મક રેશિયો પણ સુધારે છે. પરંતુ ફરી એજ વાત કે, તમારા વાહનમાં વધુ ઑક્ટેન પેટ્રોલ નાખવું આવશ્યક નથી. દરેક એન્જિનમાં અલગ અલગ મિકેનિઝમ હોય છે, આથી તેની જરૂરિયાત પણ અલગ હોય છે. જો તમારી કારને ઓછા ઑક્ટેન પેટ્રોલની જરૂર હોય અને તમે વધુ ઑક્ટેન પેટ્રોલ વાપરો તો તેનાથી કોઈ ફેર નહીં પડે. તેનું પરફોર્મન્સ એક સરખું જ રહેશે. જે ભલામણ કરવામાં આવે તે ઈંધણ ગ્રેડને વળગી રહેવું વધુ સલાહભર્યું છે

 

ઓટો વોરંટી અને નિયમિત મેન્ટેનન્સ હંમેશા તમારા અધિકૃત વિક્રેતા (એડી) દ્વારા જ થવું જોઈએ, પછી ભલે તેની વોરંટી પુરી થઈ ગઈ હોય – – દરેકને મેન્ટેનન્સની જરૂર પડે છે. તે સિસ્ટમમાં ખોરાક તરીકેની ભૂમિકા ભજવે છે. અને તમારા વાહનમાં નિયમિત ચેકઅપ અનુરવા જરૂરી છે. પરંતુ, તમારી કાર વોરંટી સમયગાળો પુરો થયા પછી પણ અધિકૃત વિક્રેતા પાસે જ સર્વિસ કરાવવી તેવો કોઈ ચુસ્ત નિયમ નથી. તમે તમારા પોતાના મિકેનિક પસંદ કરી શકો છો અથવા તમારી જાતે જ કેટલીક પાયાની ચકાસણીઓ કરતા પણ શીખી શકો છો. તમે કોની પાસે સર્વિસ કરાવવા માંગો છો તે સંપૂર્ણપણે તમારી પસંદગીની વાત છે. માત્ર એક જ વાત ધ્યાનમાં રાખો કે, તમે હંમેશા સર્વિસની ગુણવત્તા અંગે અચૂક પૂછપરછ કરો અને ઈનવોઈસ મેળવી લો

 

તમારો ઈન્શ્યોરન્સ તમને કોઈપણ અને દરેક બાબતે કવચ આપે છે- ખોટુ. કાર ખરીદતી વખતે ઈન્શ્યોરન્સ લેવો અનિવાર્ય છે, પરંતુ દરેક વાહનમાં મળતુ વીમાકવચ અલગ અલગ હોય છે. આથી, માત્ર માર્કેટિંગ વ્યૂહરચનામાં આવીને ભરમાશો નહીં. વાહન વીમો બે ભાગમાં વહેંચવામાં આવ્યો છેઃ ફર્સ્ટ પાર્ટી ઈન્શ્યોરન્સ અને થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ. બેઝિક વાહન ઈન્શ્યોરન્સ શારીરિક ઈજાના ખર્ચ ઉપરાંત, વાહનમાં થયેલા નુકસાનની ખાતરી આપે છે. જોખમના મેનેજમેન્ટ અને યોગ્ય ઈન્શ્યોરન્સનો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે તમારે તજજ્ઞ પાસેથી સલાહ લેવી જોઈએ અથવા પોતાની જાતે રિસર્ચ કરવું જોઈએ

 

તમારે વર્ષો સુધી એક જ કાર ઈન્શ્યોરન્સ પ્રદાતાને વળગી રહેવું જોઈએ –જરા પણ જરૂરી નથી. તમારે કયા વીમા પ્રદાતા પસંદ કરવા છે તેનો સંપૂર્ણ આધાર તમારા પર જ છે. દરેકના ખર્ચ એકબીજા સાથે મેળ ખાતા નથી તે એક અપેક્ષિત વાત છે અને તમે તમારા ખિસ્સાને પોષાય તેવી ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવાનું પસંદ કરી શકો છો. તમારે વર્ષો સુધી એકજ વીમા કંપનીને વળગી રહેવાની જરા પણ જરૂર નથી. જે કંપની સારી સેવા આપતી હોય તેને તમે પસંદ કરી શકો છો. પરંતુ એક વાતની ખાતરી કરી લેવી કે, તમે નવો ઈન્શ્યોરન્સ ખરીદવાનો વિકલ્પ પસંદ કરો ત્યારે જૂનો રદ કરાવવાનું ભૂલતા નહીં

 

તારણ

હવે, આના પરથી એક અંદાજ આવી જાય કે, તમે ખરેખર તમારી કાર પર કેટલો ખર્ચ કરો છો. માત્ર અફવાઓને અનુસરશો નહીં અને પોતાની રીતે નિર્ણય લો. તમે તમારી રીતે રિસર્ચ કરીને આગળ વધો તે હંમેશા ચતુરાઈભર્યું રહેશે. તેનાથી તમે માહિતગાર તો થશો જ સાથે સાથે, તમને એક વ્યવહારુ પરિદૃશ્ય પણ સમજવા મળશે