અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ટુ-વ્હીલર ખરીદવું ? અહીં આપેલી ટિપ્સથી યોગ્ય વાહનની ખરીદી કરીને આરામદાયક સવારીની આનંદ માણો

દેશમાં જાહેર પરિવહનની પરિસ્થિતિ ભયજનક છે. ખખડી ગયેલી બસો, લોકોના ભીડથી ખચોખચ ભરેલી ટ્રેનની સાથોસાથ ટ્રાફિકની વિકટ સ્થિતિ મુસાફરોને નિરાશ કરે છે. આ અગવડદાયક પરિસ્થિતિ ટૂ વ્હિલરવાહનને શહેરમાં સરળતાપૂર્વક પરિવહન માટેનું સૌથી શ્રેષ્ઠ અને અસરકારક માધ્યમ પુરવાર કરે છે

શહેરની દરેક શેરી કે ગલીઓમાંથી સરળતાથી પસાર થતા ટૂ વ્હિલરવાહન તમને ઝડપી ગતિએ નિર્ધારિત સ્થળ તરફ લઇ જવાની સુવિધા પુરી પાડે છે. નાન પરિવારની રોજિંદી મુસાફરી, શોપિંગ ટ્રિપ્સ કે પછી અન્ય મુસાફરી માટે આ ઝડપી અને વેગીલુ વાહન લોકોની પહેલી પસંદગી છે. તે સામાન્ય નાગરિકને પણ પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ હોવા ઉપરાંત તેની સાચવણી પણ સહેલાઇપૂર્વક કરી શકાય છે

વર્તમાન સમયમાં માર્કેટમાં ટૂ વ્હિલર વાહનોના પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે તમારા માટે યોગ્ય વાહનની પસંદગી આરામદાયક સવારીને સુનિશ્વિત કરે છે. તેથી જ અહીં આપેલી કેટલીક ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે તમારા માટે યોગ્ય વાહનની ખરીદી કરી શકશો

 

1.તમારી જરૂરિયાતનું મૂલ્યાંકન કરો

તમારી પસંદગી અને જરૂરિયાત તમારા માટે યોગ્ય ટૂ વ્હિલર વાહનની ખરીદી સુનિશ્વિત કરે છે. તેના માટે નીચે આપેલી કેટલીક વ્યાવહારુ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે

  • મુસાફરીનો પ્રાથમિક હેતુ:શહેરમાં રોજિંદા મુસાફરી માટે નિયમિત વપરાશની (100 થી 125 સીસી) મોટરસાઇકલની ખરીદી કરવી તમારા માટે પુરતું છે.
  • રોજિંદા મુસાફરીનો સરેરાશ સમય:લાંબા અંતરની મુસાફરી માટે ટૂરિંગ મોટરસાઇકલ ઉત્તમ વિકલ્પ કહેવાય. ટૂંક સમયની મુસાફરી માટે મોટા ભાગના ટૂ વ્હિલર વાહનો સારી રીતે કામ કરે છે.
  • વપરાશ માટેની જમીન:જો તમે નિયમિતપણે હાઇવે મારફતે મુસાફરી કરો છો તો તેના માટે 125 સીસી+ કે તેથી વધુ શ્રેણીનું શક્તિશાળી એન્જિન ધરાવતી મોટરસાઇકલની ખરીદી જરૂરી છે. સ્થાનિક પરિવહન માટે 100 થી 110 સીસીનું એન્જિન ધરાવતા ગિયર વગરના સ્કૂટર પર પસંદગી કરી શકાય.
  • સંગ્રહ-વ્યવસ્થાની જરૂરિયાત:મોટા ભાગના ગિયર વગરના સ્કૂટર્સ વ્યાપક પ્રમાણમાં વસ્તુ રાખવાની જગ્યા પૂરી પાડે છે. આ સુવિધા તમારા માટે સરળ છે. જો કે બાઇકમાં આ સુવિધા ઉપલબ્ધ હોતી નથી.
  • વજન –તમે આરામદાયક સવારી કરી શકો તે માટે વજન અને ઊંચાઇની ખાતરી કરવા માટે તમારે કેટલાક વાહનોની ટેસ્ટ ડ્રાઇવ લેવી અનિવાર્ય છે. તેથી વાહનની ખરીદી કરતા પહેલા તેની ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ભૂલશો નહીં.
  • વાહન પાછળની બેઠકવાહન પાછળની બેઠકની સરખામણીમાં સ્પોર્ટ્સ કે ક્રુઝર્સ બાઇક યોગ્ય નથી. શહેરમાં નાના પરિવાર સાથે સગવડભર્યા પરિવહન માટે તમારે પ્રમાણભૂત તથા આરામદાયક બેઠક ધરાવતા સ્કૂટર્સની ખરીદી કરવી જોઇએ.
  • મુસાફરીનો પ્રાથમિક હેતુ:શહેરમાં રોજિંદા મુસાફરી માટે નિયમિત વપરાશની (100 થી 125 સીસી) મોટરસાઇકલની ખરીદી કરવી તમારા માટે પુરતું છે.

આ સવાલોના જવાબ તમને યોગ્ય દિશા તરફ લઇ જશે ટૂ વ્હિલર વાહનના હેતુને નક્કી કર્યા બાદ તમારે તેના વિકલ્પ અંગે પણ જાણવાની જરૂર છે

 

2.ટૂ વ્હિલર વાહનનો પ્રકાર

માર્કેટમાં દરેક કદ અને આકારના ટૂ વ્હિલર વાહનો ઉપલબ્ધ હોય છે. સામાન્યપણે તેને તેના વપરાશ અનુસાર વિભાજિત કરવામાં આવે છે. સ્કૂટર્સ નાની,મધ્યમ અને મોટી શ્રેણીઓમાં મળે છે જ્યારે બાઇક્સને તેના વપરાશના અનુસાર વધુ શ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. જેમાં સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ્સ, ક્રૂઝર, ટૂરિંગ, ડ્યુઅલ સ્પોર્ટ અને ઓફ રોડ સામેલ છે

બાઇકનો પ્રકાર ફાયદા
સ્ટાન્ડર્ડ સામાન્યરીતે દરેક હેતુ માટે ચલાવી શકાય છે, શિખાઉ માટે આદર્શ વિકલ્પ કહી શકાય
ક્રૂઝર્સ ચાલકને વાહન ચાલવાવામાં સ્થિરતા ઉપરાંત સવારી માટેની આરામદાયક સ્થિતિનો ફાયદો મળે છે
સ્પોર્ટ્સ બાઇક્સ હાઇ પરફોર્મન્સ એન્જિનથી હાઇ સ્પીડ અને એક્સેલેરેશનનો ચાલકને અદ્દભુત અનુભવ કરાવતી બાઇક
ટૂરિંગ મોટરસાઇકલ ચાલક લાંબા અંતરના મુસાફરીને આવરી શકે તે માટે નિર્મિત થયેલ મોટરસાઇકલ
ઓફ રોડ બાઇક્સ કુદરતી સપાટી પર આરામદાયક સવારી માટે ચોક્કસ રીતે નિર્મિત બાઇક્સ
ડ્યુઅલ સ્પોર્ટ બાઇક્સ સ્પોર્ટ અને ઓફ રોડ બાઇક્સની ખૂબીઓના સમન્વયથી નિર્મિત બાઇક જે ચાલકની સવારીને રોમાંચક બનાવે
 

3.વિશેષતાઓ

તમારા માટે મોટરસાઇકલના યોગ્ય પ્રકારની પસંદગી કર્યા બાદ તેની વિશેષતાઓનું ઝીણવટ પૂર્વક આકલન કરવું એ શ્રેષ્ઠ વાહનની ખરીદી માટેનું એક અગત્યનું પગલું છે. તમારા માટે પ્રાથમિક ધોરણે શારીરિક વિશેષતાઓ ઉપરાંત તેની રસ્તા પરની વાસ્તવિક માઇલેજ, પૂરતા પ્રમાણમાં શક્તિશાળી એન્જિન, પેટ્રોલની ટાંકી,બ્રેક્સ અને સલામતીના અન્ય અગત્યના સાધનો જેવી વિશેષતાઓ વિષે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે

મોટરસાઇકલના હેતુ અને વપરાશથી તેની વિશેષતાઓ પર પણ પ્રભાવ પડે છે. વિવિધ બ્રાન્ડ્સ તેની કિંમતની શ્રેણી પ્રમાણે અલગ અલગ ખૂબીઓ ધરાવતી હોય છે. તમેચૂકવેલી કિંમત સામે તમને મોટરસાઇકલમાં કેટલીક વિશેષતાઓ મળે તે અગત્યનું છે

 

4.સર્વિસ અને મેઇનટેનન્સ નેટવર્ક

દેશની કોઇપણ ઓટોમોબાઇલ કંપની માટે ગ્રાહકસેવાએ અનિવાર્યપણે આવશ્યક વસ્તુ છે. ગ્રાહકની ચોક્કસ બ્રાન્ડ અંગેની અન્યને ભલામણ તેના વેચાણ પછીના અનુભવ પર આધારિત હોય છે. ભારતમાં ટૂ વ્હિલર વાહનની ખરીદી કરતા પહેલા તે બ્રાન્ડના સર્વિસ સેન્ટરની નિકટતાને ધ્યાનમાં લેવી ખૂબજ મહત્વપૂર્ણ બાબત છે

શહેરમાં કોઇપણ સ્થળે વાહનનાં સ્પેર પાર્ટ્સ પરવડે તેવી કિંમતમાં સરળતાપૂર્વક મળી રહે તે ખાતરી કરવા માટે તમે લોકપ્રિય બ્રાન્ડની ખરીદી કરો તેવો અમારો આગ્રહ છે. તેની રિસેલ વેલ્યુ પણ તેમાં સામેલ છે

 

5.બજેટ

ટૂ વ્હિલર વાહન અંગે રિર્સચ કરતા પહેલા તમારા મનમાં કદાચ અંદાજિત બજેટ રહ્યું હશે પરંતુ વિકલ્પોની જાણકારી થયા પછી બજેટની રકમમાં પણ પરિવર્તન જોવા મળે છે. મોટરસાઇકલનો પ્રકાર, તેની વિશેષતાઓ, બ્રાન્ડ જેવા દરેક પરિબળો તેની કિંમતમાં અગત્યની ભૂમિકા ભજવે છે. વિમા અને ટેક્સની રકમને પણ ધ્યાનમાં લેવાય છે. ખરીદીની કિંમતમાં પાર્કિંગ અને પેટ્રોલના ખર્ચનો પણ વધારો થાય છે

નાની અને ઓછી શક્તિશાળી બાઇક્સની સારસંભાળ રાખવી સસ્તી છે અને તેનું વીમાનું પ્રીમિયમ પણ ઓછું હોય છે. તમારા ખિસ્સાને પરવડે તેવી જૂની વપરાયેલી મોટરસાઇકલની ખરીદ કરતા પહેલા તેની વાસ્તવિક કિંમતની આંકલન કરવા માટે તેની સંપૂર્ણપણે ચકાસણી કરવી ખૂબ જ અનિવાર્ય છે. તમારા દ્વારા ચુકવાતી કિંમત સામે મહત્તમ ફાયદો મળે તે માટે તમે જૂની બાઇક્સના વિશ્વાસપાત્ર વેપારી પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો તે યોગ્ય છે

વાહનની કુશળતાપૂર્વકની પસંદગી

દેશમાં ટૂ વ્હિલર વાહનોના મોડેલ્સમાં વિકલ્પોની કોઇ અછત નથી. તમારી જરૂરિયાત નિર્ધારિત કર્યા બાદ તમે શ્રેષ્ઠ સોદો માટે વાહનોનું વેચાણ કરતી ઓનલાઇન અને ઓફલાઇન ચેનલની મુલાકાત લઇ શકો છો. તમારી સુરક્ષા, સલામતી અને વિશેષતાઓની ખાતરી માટે વાહન ખરીદતા પહેલા તેની ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ભૂલશો નહીં

તમારા સપનાની ટૂ વ્હીલરની ખરીદી સામે લોન મેળવવા માટેની સહાયતા પ્રાપ્ત કરવા રિલાયન્સ મની સાથે વાત કરો