અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

ઉદ્યોગનું ટુંકુ વર્ણનઃ લુધિયાણાને પંજાબમાં ઔદ્યોગિક વિકાસનું હૃદય ગણવામાં આવે છે. અહીં સુતરાઉ અને ઉન સ્પિનિંગનું મજબૂત ધમધમતુ ક્ષેત્ર છે અને સુતરાઉ તેમજ ઉની નાઈટવેર બનાવતી હજારો એમએસએમઈનું ઘર પણ કહેવાય છે, જેના કારણે દાયકાઓથી તે ઉની નાઈટવેર ક્ષેત્રે ટોચના સ્તરે છે. લુધિયાણા સાઈકલ અને સાઈકલના પાર્ટ્સ, ડીઝલ એન્જિન્સ અને ફાસ્ટનર્સ, મશીનલ ટુલ્સ તેમજ સામાન્ય મશીનરી, હેન્ડ ટુલ્સ, ઓટો પાર્ટ્સ અને સિલાઈ મશીન જેવા અન્ય એન્જિનિયરિંગ ઉત્પાદો અને ખાદ્ય ઉત્પાદોનું પણ મોટું ઉત્પાદન કેન્દ્ર ગણાય છે

 

બીએમઓની પૂર્વભૂમિકા:બીએમઓની પૂર્વભૂમિકાઃ ચેમ્બર ઓફ કોમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ અન્ડરટેકિંગ (સીઆઈસીયુ), એક ઔદ્યોગિક સંગઠન છે જેની સ્થાપના 1968માં થઈ હતી અને 1972માં એક સોસાયટી તરીકે તેની નોંધણી થઈ હતી. તેમાં ઉદ્યોગ અને વેપારજગતના 1000થી વધુ સભ્યો છે. તેના દ્વારા નિયમિત પ્રવૃત્તિઓ ઉપરાંત સેમીનાર અને વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે અને રાજ્યમાં અગ્રણી બીએમઓ તરીકે અસરકારક હિમાયત કરે છે, તેમજ તેના દ્વારા મેગા જોબ ફેર, ખરીદદાર-વેચનાર સંમેલનો, વિદેશમાં બી2બી સંમેલનો જેવા વ્યાપાર મેળામાં સહભાગીતા જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે તેના દ્વારા યંગ બિઝનેસ લીડર્સ ફોરમ(વાયબીએલએફ)ની રચના કરવામાં આવી છે જેથી યુવાનોને સંખ્યાબંધ ઈડીપી દ્વારા ઉદ્યોગપતિ બનવા માટે પ્રેરિત અને ઉત્સાહિત કરી શકાય, દેખરેખ અને પ્લાન્ટ મુલાકાતો થઈ શકે અને મોટાકદના ઉદ્યોગોને તેના આનુષંગિક ઉદ્યોગો સાથે સાંકળી શકાય

 

જવાબદાર વ્યવસાય પ્રવૃત્તિઓ વિકસાવવી:લુધિયાણામાંથી નીકળતી બુદ્ધ નાળા કેનાલમાં વિવિધ જગ્યાએથી મ્યુનિસિપલ અને ઔદ્યોગિક કચરો ખૂબ મોટાપાયે ઠાલવાતો હોવાથી વર્ષો વીત્યા તેમ અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે. સામાન્ય કચરા નિકાલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીઈટીપી)ના બદલે આ કેનાલમાં ઔદ્યોગિક કચરો નાખવાનું એક મુખ્ય કારણ એ છે કે આમ કરવાથી પ્રક્રિયાનો ખર્ચ બચાવી શકાય છે. બુદ્ધ નાળા સૌપ્રથમ તો સતલુજ નદીને પ્રદૂષિત કરે છે, જેથી લુધિયાણાથી 20 કિમી દૂર જ્યારે અહીં પ્રવેશ કરવામાં આવે ત્યારે અને ત્યારબાદ બિયાસ નદી તેમજ હરી-કે-પટ્ટન ખાતે બંને નદીના સંપાત સુધી પણ પ્રદૂષણ ફેલાયેલું જોવા મળે છે

 

આ અતિ પ્રદૂષિત પાણી પંજાબ અને રાજસ્થાનમાં આગળ આવતા નીચાણવાળા વિસ્તારોમાં ખેતી અને પીવાના હેતુથી લઈ જવામાં આવે છે. ખેતી માટે અને પીવાના ચોખ્ખા પાણીના અભાવના કારણે મોટી સંખ્યામાં લોકો પાણીના આ સ્ત્રોતની આસપાસમાં વસે છે

 

સીઆઈસીયુએ ઔદ્યોગિક અને સ્થાનિક પ્રદૂષણના કારણે પર્યાવરણમાં થતા ધોવાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બુદ્ધ નાળામાં ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ પર નજર રાખવાનો નિર્ણય લીધો હતો

 

અમલ અને ટકાઉક્ષમતાઃસીઆઈસીયુ દ્વારા બુદ્ધ નાળામાં પ્રદૂષણ રોકવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવાના આદેશ સાથે ‘ગ્રીન કમિટિ’ની રચના કરવામાં આવી છે. આ કમિટિમાં ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ,જાહેર અને પર્યાવરણવિદોને સભ્ય બનાવાયા હતા અને તેઓ દર શનિવારે દેખરેખ માટે તેમજ બુદ્ધ નાળાને પ્રદૂષણથી રક્ષણ આપવા શરૂ કરવામાં આવેલી પહેલમાં માર્ગદર્શન માટે એકઠા થાય છે. તે અંતર્ગત અહીં દર્શાવેલા પગલાં લેવામાં આવ્યા છે

  • એક વીડિયો પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લુધિયાણામાં ઉદ્યોગો દ્વારા બુદ્ધ નાળામાં થતા પ્રદૂષણની ગંભીર અસરો બતાવાઈ હતી.
  • આ વીડિયો સંખ્યાબંધ ઔદ્યોગિક અને વ્યાપારિક સંસ્થાઓ અને સંગઠનો સામે તેમજ લુધિયાણા અને આસપાસમાં રહેતી જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેથી ઉદ્યોગોના કારણે પર્યાવરણને થતી હાનિ અને સ્થાનિક સમુદાય દ્વારા પાણીના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરવાથી થતી ખરાબ અસરો અંગે તેમને જાગૃત કરી શકાય.
  • ઓક્ટોબર 2012થી, નિયમિત ધોરણે દર 1- 1.5 મહિને આ અંગે સેમીનાર યોજવામાં આવે છે જેથી પ્રદૂષિત નદીની ખરાબ અસરો અંગે ઉદ્યોગજગતમાં જાગૃતિ ફેલાવી શકાય.
  • ભારે ધાતુઓના સૌથી મોટા પ્રદૂષક ગણતા સરફેસ કોટિંગ ઉદ્યોગના ફોરમેન, પ્લાન્ટ ઓપરેટર્સ માટે 3 તાલિમ સત્રો યોજવામાં આવ્યા છે.
 

 

લાભાર્થીઓ અને લાભો:ગ્રીન કમિટિ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ ઝુંબેશના પરિણામે, હવે મોટાભાગના ઉદ્યોગો ગંદુ પાણી સીઈટીપીને મોકલે છે જેથી નાળામાં ગંદા પાણીના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેના વાસ્તવિક લાભાર્થીઓ સતલુજ અને બીઆસ નદીના નીચલા વિસ્તારમાં રહેતા ખેડૂતો અને સામાન્ય લોકો છે