અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

ડૉ. રાવ અને
ડૉ. સરકાર, ફાઉન્ડેશન ફોર એમએસએમઈ ક્લસ્ટર્સના નિર્દેશક

દેશમાં એમએસએમઈ એકમો નાણાકીય ધિરાણની ઉપલબ્ધતા, બજાર, ટેક્નોલોજી સંબંધિત અવરોધો, યોગ્ય માનવ સંસાધન સુધી પહોંચ, કાચા માલની ઉપલબ્ધતા વગેરે સહિતના વિભિન્ન પડકારોનો સામનો કરી રહ્યા હોવાની વાત સર્વવિદિત છે. આ સમસ્યાઓ કે અવરોધો પૈકી ઉદ્યોગ સાહસિકો માટેની સૌથી મોટી સમસ્યા નાણાકીય ધિરાણ છે. મોટાભાગના કેસોમાં તેની ચુકવણી પોતાની બચત અને મિત્રો તેમજ પરિવારની બચતમાંથી થતી હોય છે. આ જવાબદેયિતાઓ મોટાભાગે મશીનરી, જમીન અને ઇમારત તેમજ કાર્યશીલ મૂડી વગેરેની કિંમતની ચુકવણી માટે હોય છે. તેથી એકવાર પ્રોડક્ટ તૈયાર થઇ જાય, તે બાદ તેના માર્કેટિંગનો સંઘર્ષ શરૂ થાય છે, તે બાદ કાર્યશીલ મૂડી અને અન્ય પ્રક્રિયાઓ સતત ચાલુ રહે છે. જોકે કેટલાક એમએસએમઈ એકમો ખરેખર ઠરેલા અને શાણા ઓપરેટરો ધરાવે છે અને તેઓ બધી બાબતો અલગ રીતે કરે છે

 
  1. આઇડિયામાં રોકાણ કરો: આ પ્રકારના એમએસએમઈ એકમો સામાન્યરીતે મિલ પ્રોડક્ટસમાં નથી પડતા જેના માર્ગમાં નિશ્ચિત અને લાંબા ગાળે માર્કેટપ્રમોશન અને કાર્યશીલ મૂડીના નિયમનના પડકાર આવવા નક્કી હોય છે. અલબત તેઓ નવતર વિચારોને પકડે છે અને તેમાં નિષ્ણાત બને છે. જોકે આ એક વિકટ બાબત જરૂર છે, કારણ કે ઘણીવાર તેઓ નકારાત્મક નફા સાથે સરૂ કરે છે, અને પ્રારંભિક તબક્કા બાદ ઊપર જાય છે અને પછી નફામાં થયેલી વૃદ્ધિ એકદમ તીવ્ર હોય છે. પરંતું તેઓ તેને જોખમી આઇડિયા માને છે.

  2. ક્લસ્ટરમાં સ્થાન મેળવોઃ:એમએસએમઈ એકમ તરીકે, એકમને પોતાના સંચાલન માટેના ભૌગોલિક વિસ્તાર પસંદ કરવાનો અવકાશ હોય છે અને ઘણા બધા લોકો તેઓ પહેલા જ્યાં અંગત રીતે જોડાણ ધરાવતા હોય, તેવા વિસ્તારમાં એકમની સ્થાપના કરવામાં જ શાણપણ સમજતા હોય છે. દરેક વસ્તુને પોતાની ફેક્ટ્રીની ચાર દિવાલોમાં જ તૈયાર કરવાની યોજના ઘડેલી હોય છે. ભાગ માને છે અને તેઓ આઉટસોર્સ કરવાનું પસંદ કરે છે અને આમ તેઓ ક્લસ્ટરમાં સ્થાન મેળવે છે. આવું સહ-લોકેશન તેમને સ્તરીય અર્થવ્યવસ્થામાં પણ મદદ કરે છે.

  3. સંપત્તિનું સર્જન ના કરો, સંપત્તિનો ઉપયોગ વધારોઃ:એક હોંશિયાર ઓપરેટર મશીનરી અને ઇમારતોના સર્જનને ઘટાડે છે, ખાસ કરીને નોન કૉર એરિયામાં. તેના સ્થાને તેઓ નોન-કૉર એરિયાના કામકાજને આઉટસોર્સ કરે છે. આ બાબત યોગ્ય જણાય છે કારણ કે તેનાથી કુલ આવકમા બંને તરફથી વધારો થાય છે (એ) ઓછી જવાબદારી અને જવાબદેયિતાથી કુલ આવકમાંવધારો થાય છે અને (બી) ક્લસ્ટરમાં પૂર્ણસ્તરે ઉપયોગમાં નહીં લેવાયેલી ક્ષમતા નીચા દરે ઉપલબ્ધ થાય છે, જેના કારણે કુલ આવકમાં વૃદ્ધિ થાય છે.

  4. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરોઃ:હોંશિયાર અને ચતુર ઓપરેટર, સમાન કામ કરતી ફર્મ દ્વારા તૈયાર કરવામાં આવતી પ્રોડક્ટ્સ બનાવવા માટે સક્ષમ હોવા છતાં પોતાના ક્ષેત્ર અને પ્રોડક્ટમાં નિષ્ણાત બને છે. આ બાબત તેમને ઇનોવેશન માટે સમય અને ક્ષમતા પ્રદાનકરે છે. તેઓ મોટાભાગે એસેમ્બલર હોવાથી, તેઓ સરળતાથી વૈશ્વિક સ્તરે ટેક્નોલોજીકલ વિકાસને કારણે તુલનાત્મક ફાયદાઓ ગુમાવે છે. તેથી તેઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પણ મોટુ રોકાણ કરે છે.

  5. વૈશ્વિક સ્તરે જોડાણનું સર્જન કરો -પરંતું ભાગીદાર બનોઃ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટેની એક રીત વિશ્વસ્તરે સ્પર્ધાત્મક ફર્મ્સ સાથે બિઝનેસ જોડાણનો છે. અહીં, પ્રોડક્ટમાં કુશળતા લાભ આપે છે જેનાથી ફર્મ, ભલેને તે નાની કેમ ન હોય, પણ તેને મોટી ફર્મ્સ સાથે સમાન દરજ્જાના સંબંધો બાંધવામાં સમર્થ બનાવે છે.

  6. ઇક્વિટી માટે પ્રયાસ કરોઃ: પરંપરાગત એમએસએમઈ એકમો પોતાના અથવા પરિવાર કે મિત્રો પાસેથી નાણા લઇને બિઝનેસ શરૂ કરતા હોય છે. સિકો હોય છે, જેઓ ઇક્વિટીના વિકલ્પ વિશે વિચારતા હોય છે. ઇક્વિટી ફાઇનાન્સિંગ પણ ઘણુ બધુ જવાબદારીપૂર્ણ સંચાલન આણે છે. સિકો હોય છે, જેઓ ઇક્વિટીના વિકલ્પ વિશે વિચારતા હોય છે. ઇક્વિટી ફાઇનાન્સિંગ પણ ઘણુ બધુ જવાબદારીપૂર્ણ સંચાલન આણે છે. મોટાભાગના એમએસએમઈ એકમો નથી માનતા કે તેઓ આના માટે તૈયારછે. જોકે, તે સંચાલન નફાના સંદર્ભમાં ઘણી રાહત લાવે છે, જે બાબત તેમને સ્પર્ધાત્મક બની રહેવામાં મદદ કરે છે.

  7. રજિસ્ટ્રેશન કરાવો -સ્કીમો કે યોજનાઓનો ઉપયોગ કરોઃ ભારત સરકાર અને રાજ્યોની સરકારો દ્વારા સંખ્યાબંધ યોજનાઓ ચલાવવામાં આવે છે (www.msmefoundation.org). જોકે 90 ટકા જેટલા એમએસએમઈ એકમોની નોંધણી થયેલી નથી અને તેથી તેઓ આ યોજનાઓ માટે અરજી કરવામાં ગેરલાયક ઠરે છે. એમએસએમઈ એકમો પોતાનું રજિસ્ટ્રેશન કરાવે તે મહત્વપૂર્ણ છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ઉદ્યોગ આધાર યોજનાએ એમએસએમઈ માટે અરજી કરવાની અને રજિસ્ટ્રેશન કરાવવાની બાબતો સરળ બનાવી દીધી છે.
 

ઝેન ટેકનોલોજીસ દ્વારા ટ્રેઇનિંગ સિમ્યુલેટર્સ

1993માં સર્જન થયુ ત્યારથી, ઝેન ટેક્નોલોજીસ લિમિટેડ આધુનિક અને સ્વદેશી તાલીમ સિમ્યુલેટર્સના ડિઝાઇનિંગ અને નિર્માણમાં નિષ્ણાત છે. એવા સમયે જ્યારે હૈદરાબાદમાં રહેલા 800 જેટલા એકમો પૈકીના લગભગ મોટાભાગના એન્જીનિયરિંગ એકમો ચીલાચાલુ પ્રવૃતિ કરતા હતા, ત્યારે એક સોફ્ટવેર એન્જીનિયર, એક હાર્ડવેર એન્જીનિયર અને એક નાણાકીય નિષ્ણાતની ત્રિપુટીએ ભેગા મળીને એક ફર્મ તૈયાર કરી હતી, જે અલગ હતી

ઝેન ટેક્નોલોજીસે ચોક્કસ પ્રોડક્ટના સર્જન સાથે પ્રારંભ કર્યોહતો. તેમણે પોતાની પ્રોડક્ટને "ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂશન ઓફ કોમ્પલેક્સ હાઇ ટેકનોલોજી પ્રોડક્ટ્સ" તરીકે પસંદ કરી હતી. ઝેન દ્વારા સિંગલ પ્રોડક્ટ લાઇન- ટ્રેઇનિંગ સિમ્યુલેટર્સની ડિઝાઇનના નિર્માણ અને તેમાં કુશળતાની પ્રાપ્તી પાછળ જંગી રોકાણ કરવામાં આવ્યુ હતું. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રક્રિયાનો પ્રારંભ 1989માં થયો હતો. પહેલી પ્રોડક્ટ બનીને 1993માં તૈયાર થઇ હતી. તે સમય સુધીમાં ઝેન પોતાના ભંડોળનો નોંધપાત્ર હિસ્સો ખર્ચી ચુકી હતી,જે ભંડોળની મોટાભાગની રકમ શુભેચ્છકો પાસેથી લેવામાં આવી હબતી.આ દારૂણ જરૂરિયાતના તબક્કે આઈડીબીઆઈએ ઝેનના આ સાહસને નાણાકીય પીઠબળ પુરુ પાડતા તેમને 100 લાખ રૂપિયાની લોન અને 50 લાખની ઇક્વિટી આપી હતી. તે બાદ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (ટીડીબી) દ્વારા પણ કંપનીને તેમની પ્રોડક્ટ-પ્રથમ લેબ સ્કેલ સિમ્યુલેટર માટે નાણાકીય અનુદાન અને લોન આપીને મદદ કરવામાં આવી હતી

આજે ઝેન ટેકનોલોજીસનું વાર્ષિક ટર્નઓવર 80 કરોડ છે અને તે પોતાની આવકના 20 ટકા રકમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચે છે. સાથે જ ઝેનએ મિલિટરી ફાઇટ સોલ્યુશન સિસ્ટમ ઇન્ટિગ્રેટરમાં સપોર્ટ માટે અમેરિકન ફર્મ સાથે પણ જોડાણ કર્યુ છે. ઝેન ટેકનોલોજીસના સીએમડી, "...અશોક અતલુરીના જણાવ્યા પ્રમાણે, એમએસએમઈ ની રચના કરવી એક યાત્રા છે, જ્યાં, તમામ આયોજન છતાં, તમે હંમેશા ચકિત રહો છે. પરંતુ સફળતાના ત્રણ મંત્ર છે (એ) સંસાધનો અવરોધ નથી, સંસાધનો જેટલા ઓછા હોય, તેટલું સારૂ હોય છે. (બી) સારો વિચાર લાવો – નાણા આપોઆપ પાછળ આવશે અને (સી) લોકોને મળતા રહો – તેઓ જ તમારા વિકાસનો માર્ગ છે...."