અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

સામાજિક જવાબદારી દ્વારા સફળતા - નંદી ખાદી ગ્રામોદ્યોગ સંઘનો કિસ્સો

શ્રી નાગરાજ ગાંધી ખાદી ક્ષેત્રની નામાંકિત હસ્તી છે. એંસીના દાયકાના પ્રારંભમાં મધ્યમ શરૂઆતથી ખાદીના કપડા બનાવવા માટે નાના પાયે ઉત્પાદન કેન્દ્રની શરૂઆત અને સ્થાનિક વણકર સમુદાયની મદદથી "નંદી ખાદી ગ્રામોદ્યોગ"ની સ્થાપના સુધી તેમણે કર્ણાટક રાજ્યમાં ખાદી ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સમગ્ર બેંગ્લોર શહેરમાં 12થી વધુ વેચાણ કેન્દ્રો, ચિકબલ્લાપુર જિલ્લામાં 5 ઉત્પાદન કેન્દ્રો સાથે તેઓ 15 કરોડથી વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. "એ" ગ્રેડ સોસાયટી તરીકે નોંધાયેલું નંદી સંઘ તેના બ્રાન્ડ નેમ "ખાદી નેશન" દ્વારા દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત નામ બની ચૂક્યું છે. આ તેમની વ્યાવસાયિક કુશાગ્રતા, સખત મહેનત, સમજદારીપૂર્ણ વિસ્તરણ અને પ્રોડક્ટ વૈવિધ્યનું પરિણામ છે જેણે સોસાયટીનું નામ પ્રતિષ્ઠિત બનાવ્યું છે. કર્ણાટક રાજ્યમાં 800થી વધુ ખાદી સોસાયટીઓ છે અને નંદી સોસાયટીનો સમાવેશ ટર્નઓવર અને બજાર હિસ્સાની દ્રષ્ટીએ ટોચની 10 સોસાયટીઓમાં થાય છે. સોસાયટી માટે કામ કરી રહેલા કલાકારો ચિકબલ્લાપુર જિલ્લાના સિદલઘટ્ટ બ્લોકમાં 30 ગામોમાં ફેલાયેલા છે, જે 300 મહિલા કારીગરોનું કાર્યસ્થળ છે. આ કામગીરી કરતી વખતે સોસાયટીએ અનુભવેલી કેટલીક મુશ્કેલી નીચે મુજબ છે

 • સોસાયટી દ્વારા ચાલતા એકમો મહિલાઓના ઘરેથી 50 કિમીથી વધારે અંતરે આવેલા છે, જે તેમને કાર્યસ્થળે આવવા માટે મુશ્કેલી ઊભી કરે છે
 • 10 કિમીની ત્રિજ્યા અને 50 કિમી કરતાં પણ વધારે વસવાટ કરતી મહિલાઓ બન્ને માટે પરિવહન સુવિધાની અછત છે
 • તેમનો પગાર તેમના બાળકોને શિક્ષણ આપવા માટે પૂરતો નથી. આથી તેમના બાળકો કૃષિ અને નજીકના કાપડ એકમોમાં બિનકુશળ કામદારો જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા છે.
 • 50 ટકાથી વધારે કારીગરો શ્વાસનળીમાં સોજો, અસ્થમા, સંધિવા, સાંધાના દુઃખાવા જેવી વિવિધ બિમારીઓથી પીડાય છે જે તેમની પાંખી હાજરી અને નિમ્ન ઉત્પાદકતામાં પરિણમે છે. તેમની બિમારીના કારણે તેમની આજીવિકા પણ પ્રભાવિત થાય છે.
 

આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સોસાયટીએ તેમના કારીગરો માટે સામાજિક મૂડીમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે

 • સ્થળાંતરિત કારીગરો માટે રહેઠાણની જોગવાઇ, પાણી, મફત વીજળી અને શૌચાલય જેવી તમામ સુવિધાઓ સાથે 50થી વધારે પરિવારો માટે આવાસ. સોસાયટી દ્વારા અંદાજિત કુલ રોકાણ. 80 લાખ. આ મહિલા કારીગરોનો પ્રવાસ સમય બચાવે છે.
 • 10 કિમીના અંતરની અંદર રહેતી મહિલાઓ માટે ઉત્પાદન કેન્દ્ર સુધી લાવવા - લઇ જવા અને પાછા ઘરે છોડવાની વિના મૂલ્યે સુવિધાની જોગવાઇ.
 • અપૂરતા પગારના કારણે સારું શિક્ષણ પુરું ન પાડી શકે તેવા કારીગરોના બાળકો માટે વિનામૂલ્ય શિક્ષણ અને પુસ્તકોની જોગવાઇ.
 • ચિકબલ્લાપુરમાં સ્થાનિક શાળાઓની મદદથી કારીગરોના પરિવારમાંથી આવતા તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ.5000 થી રૂ.10000 સુધીની શિષ્યવૃતિ પુરી પાડવામાં આવે છે.
 • કારીગરોની ગંભીર બિમારીના ઇલાજ માટે 520 કારીગરોનો સમગ્ર આરોગ્ય વીમા પ્રિમિયમનો ખર્ચ સોસાયટી દ્વારા ઉઠાવવામાં આવે છે અને બેંગ્લોરની મુખ્ય હોસ્પિટલ સાથે જોડાણ કરવામાં આવ્યું છે
 • 50થી વધુ વરિષ્ઠ કારીગરોને અટલ પેન્શન યોજના હેઠળ કવચ.
 • તમામ ઉત્પાદન કેન્દ્રોમાં, કેન્ટિન ખોલવામાં આવ્યું છે જે 200થી વધારે કારીગરોને નિઃશૂલ્ક ભોજન પુરું પાડે છે.
 • માર્કેટિંગ એકમોમાં તમામ વેચાણ યુવાનો અને યુવતીઓને વિનામૂલ્ય ગણવેશ, ભોજન, બસ પાસ અને તબીબી ફાયદાઓ પૂરા પાડવામાં આવે છે.
 • કારીગરોના પરિવારના મનોરંજન માટે સોસાયટી વાર્ષિક પ્રવાસનું આયોજન કરે છે.
 

વાર્ષિક ધોરણે સોસાયટી કારીકરોની કલ્યાણ પ્રવૃતિઓ માટે રૂ.25 થી રૂ.30 લાખથી વધુનો ખર્ચ કરે છે.
આ પહેલ સામાજિક પ્રકારની હોવા છતાં તે સોસાયટીને પોતાનો વ્યવસાય મજબૂત કરવામાં મદદ કરે છે આથી આ પગલાં બન્ને પક્ષકારો માટે લાભદાયી નિવડે છે.
“શ્રી નાગરાજ ગાંધી જણાવે છે કે, "સામાજિક જવાબદારી માત્ર જૂજ કોર્પોરેટ ગૃહો સુધી સિમિત રાખવાની જરૂર નથી, કોઇપણ વ્યવસાય એકમની સફળતા માત્ર તેમના ટર્નઓવર દ્વારા નહીં પરંતુ તેમના દ્વારા હાથ ધરાવમાં આવેલી કલ્યાણકારી પ્રવૃતિઓના પ્રમાણને પણ તેટલું જ મહત્ત્વ આપવાની જરૂર છે.", જેનો તેમની સોસાયટી અક્ષરશઃ અમલ કરે છે.”