અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

અભિજિત દાસ, બીઈ (ઈલે.)

રબર/પ્લાસ્ટિક ઉદ્યોગમાં કન્સલ્ટિંગ એન્જિનિયર

આજની ગળાકાપ સ્પર્ધામાં ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યકારી ખર્ચ ઘટાડવો આવશ્યક બની ગયો છે. રબર ઉદ્યોગમાં પણ આ દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે અનેક નોંધપાત્ર વિકાસ જોવા મળી રહ્યો છે. અમે અહીં તેમાંથી કેટલાકને રજૂ કર્યા છે અને તેનો અભ્યાસ કર્યો છે

 
 1. એ. સારી ઈન-પ્રોસેસ ટેસ્ટિંગ સિસ્ટમ એ બાબતની ખાતરી કરે છેકે ઉત્પાદન ચેઈનમાં ડબ્લ્યુઆઈપી ઈચ્છિત સ્પેસિફિકેશન્સથી આગળ વધી શકતું નથી, તેથી બગાડ/સ્ક્રેપ અને રીસાઈકલિંગનો ખર્ચ બચાવી શકાય છે. શોપ-ફ્લોર પર સારી ગુણવત્તાની સંચાલન વ્યવસ્થા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિની જરૂરિયાત સુનિશ્ચિત કરે છે. ઉત્પાદનમાં ઓછામાં ઓછી ખામી રહે તે માટે સફળતાપૂર્વક ટીક્યુએમ, કૈઝેન અથવા સિક્સ સિગ્મા પદ્ધતિઓનો અમલ કરાયો છે. રબર ઉદ્યોગમાં સામાન્ય ટેસ્ટિંગ મશિન્સમાં ટેન્સિલ ટેસ્ટર્સ, હાર્ડનેસ ટેસ્ટર્સ, એબ્રેસન ટેસ્ટર્સ, રીઓમીટર, વિસ્કોમીટર અને ફ્લેક્સ ટેસ્ટર્સ, એજિંગ ઓવન્સ વગેરેનો સમાવેશ થાય છે.

 2. બી. ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયા નિયંત્રણ હેઠળ હોય તે જરૂરી છે, તેથી શોપ-ફ્લોર પર કોઈપણ મટીરીયલનો બગાડ નહીં થાય અથવા તેનો વધુ પડતો ઉપયોગ નહીં થાય.
  1. બધા જ રસાયણોનો સ્પષ્ટ નિશ્ચિત જગ્યાઓ પર યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ, જેથી પેકિંગ મટીરીયલમાં કોઈ લિકેજ ન થાય અથવા તેમાં કોઈ તૂટ-ફૂટ ન થાય.
  2. બેચ મેકિંગ દરમિયાન ઊંચા પ્લેટફોર્મ પર અને મોટી ટ્રે પર કાચા માલનો ઉપયોગ કરવામાં આવે, જેથી ચોક્કસ કામગીરી પૂર્ણ થયા બાદ બાકી રહી ગયેલા મટીરીયલનો ફરીથી ઉપયોગ કરી શકાય.
  3. નેડર્સ/ખુલ્લી મીલો જેવા બધા જ મિક્સિંગ વિસ્તારોમાં હાઉસ-કિપિંગ અને સ્વચ્છતાની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે. ખુલ્લી મીલો હેઠળ ટ્રે હેઠળ યોગ્ય રીતે સ્વચ્છતા જાળવવી જોઈએ, જેથી બાકી રહી ગયેલું બધું જ કમ્પાઉન્ડ પાછું મેળવી શકાય.
  4. મિક્સિંગ ફ્લોર વિસ્તારમાં ઢોળાયેલું કમ્પાઉન્ડ પાછું મેળવવું જોઈએ અને વર્જિન બેચીસમાં ઓછા પ્રમાણમાં તે ભેળવવું જોઈએ, જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
  5. પોલીમરની પ્રકૃતિ મુજબ સ્પે અને ફ્લેશ રિસાઈકલિંગ ટેક્નોલોજી સુનિશ્ચિત હોવી જોઈએ, જેથી બધું જ ફ્લેશ ઓછા પ્રમાણમાં વર્જિન બેચીસમાં એકીકૃત થઈ સિસ્ટમમાં રીસાઈકલ્ડ થઈ શકે.

 3. સી. રબરના બગાડની સમસ્યા દૂર કરવાનો સૌથી ઈચ્છિત અભિગમ સ્ક્રેપ રબર પાછું મેળવવાનો છે. હીટ, કેમિકલ અને મિકેનિકલ ટેકનિકના ઉપયોગથી વલ્કેનાઈઝ્ડ માળખુ તોડીને વલ્કેનાઈઝ્ડ રબર ગ્રેન્યુઅલ્સમાંથી થતા ઉત્પાદનને રીક્લેમ કહે છે. વલ્કેનાઈઝ ન થયા હોય તેવા નવા રબર કમ્પાઉન્ડના પ્લાસ્ટિસિટીને પણ રીક્લેમ કહે છે. જોકે, તેમાં મોલેક્યુલરનું વજન ઘટી જાય છે, તેથી રીક્લેમ કમ્પાઉન્ડ નવા રબરની સરખામણીમાં યોગ્ય ફિઝિકલ પ્રોપર્ટીઝ ધરાવે છે. તેમના ઉપયોગનું મુખ્ય કારણ કિંમત અને રબર કમ્પાઉન્ડનું સુધારેલું પ્રોસેસિંગ છે. મુખ્ય પ્રોસેસિંગ લાભનો સારાંશ નીચે મુજબ છે.:- મિશ્રણના સમયમાં ઘટાડો, ઓછો ઊર્જા વપરાશ, નીચું હીટ ડેવલપમેન્ટ - એક્સટ્રુડર અને કેલેન્ડર્સ પર ઝડપી પ્રક્રિયા - વલ્કેનાઈઝ્ડ ન થયું હોય તેવા કમ્પાઉન્ડની ડાઈના સ્રાવમાં ઘટાડો - કમ્પાઉન્ડનો ઝડપી ઉકેલ.
  • રીકવર કરાયેલા રબરનો ખર્ચ કુદરતી અથવા સિન્થેટિક રબર કરતાં અડધો હોઈ શકે છે.
  • રીકવર કરાયેલા રબર કેટલાક ગુણધર્મો ધરાવે છે, જે વર્જિન રબર કરતાં વધુ સારા હોઈ શકે છે. તેના માટે બે વખત વલ્કેનાઈઝેશન કરવું પડતું હોવા છતાં નાના ગ્રેન્યુઅલનું કદ વધુ સારા સપાટી વિસ્તારની ખાતરી આપે છે અને તેથી પેરેન્ટ મટીરીયલ સાથે તે વધુ સારી રીતે જોડાઈ શકે છે. આદર્શરીતે, વર્જિન મટીરીયલ સાથે ઈનર્ટ ફીલર કમ્પાઉન્ડ્સ ભરવા માટે આપણે 35 % સુધી અને રીઈન્ફોર્સ્ડ ફિલર કમ્પાઉન્ડ ભરવા માટે આપણે 15 % સુધી રીસાઈકલ્ડ રબરનો ઉપયોગ કરી શકીએ.
  • રીક્લેમમાંથી રબર ઉત્પાદન માટે વર્જિન મટીરીયલ કરતાં કુલ ઉત્પાદન પ્રક્રિયામાં ઓછી ઊર્જાની જરૂર પડે છે.

 4. બી. પ્રત્યેક રબર ઉદ્યોગે આર્થિક વ્યવહારુતા માટે તેની ઈલેક્ટ્રિકલ ઊર્જા અને ઈંધણ ઊર્જા ખર્ચની સમિક્ષા કરવી જોઈએ :
  • છેલ્લા એક વર્ષના ઈલેક્ટ્રિસિટી બીલ્સ, કોન્ટ્રાક્ટની માગ, પાવર ફેક્ટર, લોડ ફેક્ટર, મશીનરીના નો લોડ નુકસાનની સમિક્ષાકરવી જોઈએ, જેમાં કેપેસિટર બેન્ક્સ, એસી લાઈન રીએક્ટર્સ, વિવિધ ફ્રિક્વન્સી ડ્રાઈવ્સ લગાવીને પાવર ફેક્ટરમાં સુધારા અને કોન્ટ્રાક્ટ માગમાં વધુ ઘટાડાની સંભાવનાઓ ચકાસવી જોઈએ. દિવસના વિવિધ સમયે વિવિધ ઈલેક્ટ્રિકલ યુનિટ ખર્ચનો લાભ મેળવવા ટીઓડી મીટર્સ લગાવવા જોઈએ.
  • મોટર્સ અને પમ્પ લોડિંગનો અભ્યાસ :વોલ્ટેજ (V), કરન્ટ (I) પાવર (kW)ના માપની દૃષ્ટિએ મોટર્સનો અભ્યાસ કરવો જોઈએ અને તે રીતે મોટરના કદમાં ઘટાડો અથવા વર્તમાન મોટરમાં ઊર્જા બચાવતી ડિવાઈસીસ લગાવવા જેવા ઊર્જા બચાવવા માટેના પગલાં સૂચવવા જોઈએ. તાપમાનમાં વધારો અને વોલ્ટેજ અસંતુલનનો અભ્યાસ, મોટર્સનો નો લોડ અભ્યાસ, યોગ્ય રેટિંગ પસંદગી ઊર્જા બચત તરફ દોરી જશે. પમ્પ અને તેના ફ્લોનો અભ્યાસ કરો, જેથી મોટર્સના કદમાં ઘટાડો અથવા વર્તમાન મોટર્સમાં ઊર્જા બચાવતી ડિવાઈસ લગાવવી અથવા વર્તમાન મોટર્સ/પમ્પના ઓપ્ટિમાઈઝેશનમાં ઊર્જા બચાવતી ડિવાઈસ ઈન્સ્ટોલેશન કરવી. ઈમ્પ્લાયર્સ, બેરિંગ્સ, સીલ્સ, લુબ્રિકેશન અને એલાઈનમેન્ટના મેઈન્ટેનન્સના માપદંડો યોગ્ય રાખવા, મોનિટરિંગ અને વાઈબ્રેશન એનાલિસિસ કરવા, થ્રોટલિંગ નુકસાન ઘટાડવું, દબાણ/પ્રવહાનું નિરિક્ષણ કરવું, હેડ્સ ઘટાડવા, પાઈપના યોગ્ય કદ વગેરેથી નોંધપાત્ર બચત કરી શકાય છે.
  • બંધ ચેમ્બર અને ઓપન મિલ મિશ્રર્સમાં ઊર્જા બચત પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ્સમાં સુધારા અને વેરેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ્સના સમાવેશ મારફત.
  • વલ્કેનાઈઝર્સમાં ઊર્જા બચતયોગ્ય હીટ જનરેશન અને ટ્રાન્સફર ટેક્નોલોજીના અમલ દ્વારા.
  • બોઈલર્સની કામગીરીનું મૂલ્યાંકન:તેમાં બોઈલર કાર્યક્ષમતા, થર્મલ ઈન્સ્યુલેશન સર્વે અને ઈંધણ ગેસ વિશ્લેષણના વિગતવાર અભ્યાસનો સમાવેશ થાય છે. કન્ડેન્સેટ રીકવરી, સ્કેલ રીમૂવલ, બોઈલર બ્લોડાઉન હીટ રીકવરી ઊર્જા બચતની ખાતરી આપે છે.
  • એર કોમ્પ્રેસરની કામગીરીનું મૂલ્યાંકનતેમાં એર કોમ્પ્રેસરની કામગીરી અને ચોક્કસ ઊર્જા વપરાશ ચકાસવા માટે તેનો વિગતવાર અભ્યાસનો સમાવેશ થાય છે. લિકેજ અટકાવવું, લાઈનમાં યોગ્ય ગ્રેડિયન્ટની ખાતરી માટે યોગ્ય મેઈન્ટેનન્સ, કન્ડેન્સેટ દૂર કરવા માટે ઈલેક્ટ્રોનિક કન્ડેન્સેટ ડ્રેઈન ટેપ્સનું ઈન્સ્ટોલેશન, ઈન્લેટ એર ટેમ્પરેચરનો ઘટાડો, યોગ્ય ડ્રાયરની પસંદગી, હીટ રીકવરી યુનિટ વગેરે.
  • કન્ડેન્સરની કામગીરીનું મૂલ્યાંકનતેમાં વેસ્ટ હીટ રીકવરી માટે કન્ડેન્સરની કામગીરી અને તકોના વિગતવાર અભ્યાસનો સમાવેશ થાય છે.
  • પ્રકાશ (ઈલ્યુમિનેશન્સ)પ્રકાશ વ્યવસ્થા, વિવિધ ક્ષેત્રોમાં એલયુએક્સ સ્તર, એરિયા લાઈટિંગ વગેરેનો અભ્યાસ અને શક્ય હોય ત્યાં સુધારા અને ઊર્જા સંચયની તકો માટે સૂચનો કરવા.
  • પંખામાં યોગ્ય બ્લેડ એલાઈનમેન્ટ નોંધપાત્રઅમે તમને નોંધપાત્ર બચત કરાવીશું.
  • ડીજી સેટવીજ ઉત્પાદન, ચોક્કસ ઊર્જા ઉત્પાદનના સરેરાશ ખર્ચનું મૂલ્યાંકન કરવા માટે ડીજી સેટની કામગીરીનો અભ્યાસ કરો અને ત્યાર બાદ ડીજી સેટ વગેરેની કાર્યાન્વિત કાર્યપદ્ધતિનું વિશ્લેષણ કર્યા બાદ ઊર્જા બચાવી શકાય તેવા વિસ્તારો ઓળખવા.