અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ઉત્પાદન ક્ષેત્રે ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો પ્રસાર

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અથવા આઈઓટી એવી સિસ્ટમ છે જેમાં ઉપકરણો ઈન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ ઉપકરણો કોઈપણ કામ ઝડપથી અને વધુ સારી રીતે પાર પડે તે માટે એકબીજાના સંપર્કમાં હોય છે. આઈઓટી રોજિંદા જીવનને પણ અસર કરે છે. તે આપણી જીવન જીવવાની અને કામ કરવાની શૈલી બદલી નાખે છે

ભવિષ્યમાં આવનારા ઉપકરણો આઈઓટી માટે સજ્જ હશે. કોફી બનાવવી, વોટર હીટર ચાલુ કરવું, કરિયાણાનો ઓર્ડર આપવો અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વની વિગતોનું ફિઝિશિયન સાથે આદાનપ્રદાન કરવું વગેરે રોજિંદી પ્રવૃત્તિઓ આઈઓટીના માધ્યમથી આપોઆપ થઈ જશે

આપણે પહેરી શકાય તેવા સ્વાસ્થ્ય બેન્ડ્સ (જેમકે ફીટબીટ) દ્વારા વર્તમાન સમયમાં જ આઈઓટી કાર્યરત હોવાનું જોઈ શકીએ છીએ. આ વાયરલેસ ઉપકરણો કેટલાં ડગલાં ચાલ્યા, હૃદયના ધબકારાનો દર, ઊંઘની ગુણવત્તા વગેરે માહિતી રેકોર્ડ કરે છે અને સ્માર્ટફોન જેવા ઈન્ટનેટ સક્ષમ ઉપકરણોને વિશ્લેષણ, મોનિટરિંગ તેમજ વ્યક્તિગત ધોરણે તૈયાર કરાયેલી તાલિમ અને ડાયેટની ભલાણમો માટે મોકલે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પણ તેમના પ્રીમિયમની ગણતરીઓ માટે આવા ડેટાનો ઉપયોગ કરી રહી છે

 

ઔદ્યોગિક આઈઓટી (આઈઆઈઓટી)

ગ્રાહકોના ક્ષેત્રની જેમ જ, ઔદ્યોગિક ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. ઔદ્યોગિક ઈન્ટરનેટ ઓફ થિંગ્સને ‘જોડાયેલા મશીનો’ તરીકે વધુ સારી રીતે સમજી શકાય છે. આ મશીનો કામના પ્રવાહની સ્થિતિ, ઉત્પાદન દર, કાચા માલની સ્થિતિ, કામ પુરુ થવામાં લાગતો સમય અને તેવી સંખ્યાબંધ વિગતો અને મહત્વના આંકડાઓ આપે છે

ઔદ્યોગિક આઈઓટીના અમલ સાથે, ફિઝિકલ સિસ્ટમ્સ (ફેક્ટરી પણ) ઈન્ટનેટના માધ્યમથી એકબીજા સાથે અને માણસો સાથે સંપર્કવ્યહાર કરી શકે છે

દુકાનમાં રાખેલું મશીન હોય, ઉત્પાદન પ્લાન્ટમાં મુકેલો રોબોટ હોય, ગોદામમાં રાખેલી અભરાઈઓ હોય કે પછી ફેક્ટરીમાં ઉર્જા નિયમનના ઉપકરણો હોય, આઈઆઈઓટી આ બધાને એકબીજા સાથે સાંકળે છે અને ફેક્ટરીઓનો સ્માર્ટ ફેક્ટરીઓમાં રૂપાંતરિત કરે છે

ઉદાહરણ તરીકે, એક પાવર વિતરણ કંપની તમામ પાવર ગ્રીડમાંથી આવતા ડેટાને વિશ્લેષણ માટે માંગ/પુરવઠાના ડેટા સાથે લિન્ક કરી શકે છે અને જ્યાં પર સરપ્લસ (સિલક) પાવર હોય તેવી ગ્રીડમાંથી પાવરના પુરવઠાને અન્યત્ર મોકલે છે

ઔદ્યોગિક આઈઓટી કાર્યક્ષમતા વધારી શકે છે, માપનીયતા સુધારી શકે છે, માણસોની ભરતીમાં ઘટાડો લાવી શકે છે, સમયનો મહત્તમ ઉપયોગ કરી શકે છે, ખર્ચ ઘટાડી શકે છે અને બહેતર પરિણામની સંભાવનાઓ લાવી શકે છે. તે સમગ્ર વિભાગમાં ડેટાના અવિરત પ્રવાહ દ્વારા પારદર્શકતા લાવી શકે છે

 

ઔદ્યોગિક આઈઓટીની કેટલીક ખાસિયતો અહીં બતાવી છે:

  • જોડાણ –તે વિવિધ ઉપકરણોની જરૂરિયાતો પુરી કરવા માટે સંખ્યાબંધ વાયર વાળા અને વાયરલેસ ઉપકરણો તેમજ મશીનો એકબીજા સાથે જોડવાની સંભાવનાઓ વધારે છે.
  • સુરક્ષિત પ્લેટફોર્મ –આ સિસ્ટમ બિનજરૂરી પ્રવૃત્તિઓ શોધીને તેને અટકાવીને વપરાશકારના ડેટાની ગોપનીયતાની સુરક્ષા સુનિશ્ચિત થાય તેવી રીતે તૈયાર કરવામાં આવી છે.
  • સુઘડ સંરચના –ઔદ્યોગિક આઈઓટી મશીન લર્નિંગ, વિશાળ ડેટા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બીજા ઘણા બધાનો સમન્વય છે.
  • જે તે સમયે જ ડેટાનું નિયમનઆઈઓટી ક્લાઉડ ખાસિયતોના એક્સેસ માટે, ઉપકરણો ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જરૂરી છે, જેથી ઉપકરણો ચલાવવા માટે જે તે સમય જ ડેટાનું નિયમન કરી શકાય.
 

પડકારો

આઈઓટીમાં કેટલાક પ્રારંભિક પડકારો પણ છે. સેન્સર્સની ઉપલબ્ધતા, ડેટા સુરક્ષાના પ્રશ્નો, ઈન્ટરકનેક્ટ સમસ્યાઓ (ઉપકરણો વચ્ચે) અને માણસોની નોકરીઓના જોખમોની સંભાવના તેમાના કેટલાક ચિંતાના મુદ્દાઓ છે

 

ઔદ્યોગિક આઈઓટીનો ઉપયોગ શા માટે કરવો જોઈએ

આઈઆઈઓટી ઉત્પાદકો માટે ગેમચેન્જર ગણવામાં આવે છે. તેનાથી બહેતર ઉત્પાદકતા, ઓછો ખર્ચ, ગ્રાહકોને વધુ સંતોષ અને ડિજીટલી-સક્ષમ કામદારોની ટીમ વગેરે ફાયદા મળી શકે છે પરંતુ માત્ર તેના માટે સમયની રાહ જોવાની છે

આઈઓટી ઉત્પાદન ઈન્ડસ્ટ્રીને નવો આકાર આપી રહ્યું હોવાથી, વ્યવસાયો વધુ ઝડપી બનશે અને ઉત્પાદન તરફી પાસુ પણ વધુ ચતુરાઈભર્યું બનશે. ઉત્પાદન ઈન્ડસ્ટ્રીમાં અનંત સંભાવનાઓ સમાયેલી છે કારણ કે વર્તમાન સમયમાં વ્યવસાય વધુ સ્પર્ધાત્મક અને ટેકનોલોજીની દૃશ્ટિએ બહેતર બની રહ્યો છે

તમે પણ તમારા વ્યવસાયમાં કયા કયા ક્ષેત્રો/મશીનો/પ્રક્રિયાઓ એકબીજા સાથે જોડી શકાય તેમ છે તે પારખીને ઔદ્યોગિક આઈઓટીના અમલ દ્વારા પ્રારંભ કરી શકો છો. તમારી ફેક્ટરીને સ્માર્ટ ફેક્ટરી બનાવવા માટે લોન સુનિશ્ચિત કરવા વધુ વિગતો અને તબક્કાવાર મદદ માટે રિલાયન્સ મની સાથે વાત કરો