અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

સામાન્ય છાંટા તમને રસ્તા પરથી ઉતારી ના દે

વરસતા વરસાદમાં ફુટબોલ રમવું ઉત્સાહ અને જોમ વધારતી વાત છે, પણ એવા જ વાતાવરણમાં બાઇક ચલાવવું ઉત્સાહની વાત નથી

ચોમાસાની શરૂઆત થવાની સાથે જ, ભીના અને લપસણા રોડ પણ બાઇક ચલાવવી હવે આનંદ નહીં પણ સુરક્ષાનો સવાલો બની છે

અહીં છ એવા સલાહ-સૂચનો અપાયા છે જેમની મદદથી તમે આ ચોમાસામાં પોતાની બાઇકની સુરક્ષિત અને આનંદદાયક રીતે મજા માણી શકો છો

 

વરસાદ માટે તૈયાર થાવ

વરસાદની ઋતુમાં બાઇક ચલાવવાનો અનુભવ ફિલ્મોમાં સારો અને રોમાંટિક લાગે છે, પણ વાસ્તવમાં તમે બાઇક ચલાવતા હો, ત્યારે તમારી પર પડતા વરસાદના મોટા ફોરા તમને નુકશાન પણ કરી શકે છે. તેથી તમે સર્વપ્રથમએક સારો રેઇનકોટ ખરીદો, જે તમને વરસાદમાં ઉપરથી નીચે સુધી ઢાંકી દે અને અને તમે તેને પહેર્યો હોય ત્યારે તમે સારી શ્વાસ પણ લઇ શકો. હેલમેટ પહેરવાનું ક્યારેય ના ભૂલો અને વાઇઝરને ડાઉન રાખો

 

આરામથી વાહન ચલાવો

તમે જ્યાં સુધી આરામદાયક સ્થિતિમાં નહીં હો, ત્યાં સુધી તમે સુરક્ષિત રીતે વાહન નહીં ચલાવી શકો. વિચિત્ર અથવા તો આરામદાયક ન હોય તેવી સ્થિતિમાં બેસવાથી તમે થાકી જશો અને તમારા ખભા અને હાથના સ્નાયૂઓ હેન્ડલ બાર પરનું નિયંત્રણ ગુમાવી દેશે. પરિણામે તમારી પર અકસ્માત થવાનો ખતરો સર્જાયછે. વરસાદને કારણે રસ્તા લપસણા બની જતા હોય છે, ખાસ કરીને માર્કિંગ્સ, સફેદ લાઇનો અને મેનહોલ્સ (ગટર) તેથીપાછળ બેસો,ઠંડકને ગળે લગાવોઅને આરામથી સાવધાનીપૂર્વક વાહન ચલાવો

 

ખાબોચિયા ત્યારે જ મજા આપે છે, જ્યારે તમે તેમાં કુદકા મારો

તમને છિછરાં ખાબોચિયા, ઉંડા મેનહોલ અથવા ખુલ્લા મેનહોલ (ગટર)ની જાણકારી ત્યા સુધી નથી થતી, જ્યાં સુધી તમે તેમાં પડી ન જાવ. તેથી પાણી ભરાયેલા રોડ પર તમે પહેલા અથવા બીજા ગિયરમાં વાહન ચલાવો તે તમારા માટે સૌથી સુરક્ષિત રીત છે. આ રીતે તમે જરૂર પડ્યે જલ્દીથી બહાર નીકળી જશો. જો તમે સ્કૂટર ચલાવતા હો, તો તમે શાંતિથી જાવ તે વધુ સારૂ રહેશે

 

મેઘધનુષ રસ્તા પર નથી થતાં

વરસાદની ઋતુમાં રસ્તા પર મેઘધનુષના રંગો દેખાવા સામાન્ય બાબત છે. આ નાના મેઘધનુષ ત્યારે દેખાય છે, જ્યારે વાહનમાંથી ટપકેલું કે પડેલું તેલ પાણી સાથે ભળે છે. પણ તેના કારણે રસ્તાની સપાટી ખુબજ લપસણી બને છે. તેથી આવા મેઘધનુષ દેખાય ત્યારે તેમને ટાળવાનો તમારાથી બનતો શ્રેષ્ઠપ્રયાસ કરો અને જો તમે તેમ ના કરી શકો, તો તેવી સ્થિતિમાં તમે શક્ય એટલું ધીમું વાહન ચલાવો અને તેમની પર બ્રેક મારવાનું ટાળો

 

સાચા સમયે યોગ્ય રીતે બ્રેક લગાવો

વાહનના પાછલા પૈડાની ગતિને કાબૂમાં લેવી સરળ હોવાથી, તમારે વરસાદના સમયે પાછલા પૈડાનીબ્રેક પર વધારે દબાણ આપવું જોઇએ. વરસાદી સીઝનમાં જ્યારે પાણીનું આવરણ રોડની સપાટી અને તમારા વાહનના પૈડાની વચ્ચે એકત્ર થાય છે, ત્યારે એક્વાપ્લાનિંગ કરવું સામાન્ય બાબત છે. તમારા દ્વિચક્રી વાહનના પૈડા તેના કારણે નિયંત્રણ ગુમાવી શકે છે અને તે હોડીની જેમ સરકવા લાગી શકે છે. આવી સ્થિતિમાં જરાય રઘવાયા ના બનો અને ઓચિંતી વાહનની ઝડપના વધારો કે ન તો ઓચિંતી બ્રેક મારો. તમારી બાઇકને તેની મેળે જઆ વિસ્તારમાંથી નીકળવા દો

 

હંમેશા ઉચ્ચ દ્રષ્યતા રાખો

વરસાદ તમારી દ્રષ્યતાના સ્તરને ઘટાડીને તમારી સુરક્ષાને જોખમમાં મુકી શકે છે

વરસાદમાં દિવસે પણ તમારા વાહનની હેડલાઇટને ચાલુ રાખીને તમારી બાઇકને લોકો જોઇ શકે તેવી સ્થિતિમાં રાખો. ઉચ્ચ કક્ષાની આગળ અને પાછળની રિફ્લેક્ટર પટ્ટી રાત્રીના સમયે તમારૂ વાહન દેખાતું રહે તે માટે જરૂરી છે

 

Rain or no rain, a good rider is the one who does not compromise on the safety of self and of others on any given day. While a two-wheeler loan can get you a number of bikes, life is precious. Biking is fun, so make the most of it by keeping your eyes on the road at all times and maintaining a comfortable speed. Good luck!