એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ
સરકાર ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પર ધ્યાન આપે છે અને માતા-પિતાની વધતી આવકના પરિણામે શિક્ષણ ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે - પ્રિ-સ્કૂલથી ઉચ્ચ શિક્ષણ અને તેનાથી આગળ વૃદ્ધિ થઈ છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, શિક્ષણ સંસ્થાઓએ પોતાના વર્ગમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધા અને અદ્યતન સુવિધાઓમાં રોકાણ કરવું જરૂરી છે. આત્મનિર્ભર થઈને તેમજ શૈક્ષણિક સંસ્થામાં પોતાના વર્ગમાં શ્રેષ્ઠ કક્ષાનું વિસ્તરણ અને સુધારો કરીને ભારતીય શિક્ષણની વિકાસ ગાથાનો લાભ મેળવો. પરંતુ એક હકીકત એ છે કે શૈક્ષણિક સંસ્થાનમાં સુધારો કરવા માટે નોંધપાત્ર રોકાણની જરૂર હોય છે. જમીનની ખરીદી, બાંધકામ અને તમારી વર્તમાન માળખાકીય સુવિધાઓમાં સુધારા સહિત શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ માટે અનુકૂળ ઋણ સાથે આત્મ-નિર્ભર થવાની તમારી સફરમાં અમે આપને આર્થિક સહાય કરીશું. તમારી ભાવી આવક અને તમારા વ્યવસાયિક ચક્રના આધારે બનાવેલા સંરચિત હપતાઓના આધારે વધુ લાયકાતનો લાભ મેળવો.