અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

ઉદ્યોગ ની સંક્ષિપ્ત પ્રોફાઇલ

વિકાસશીલ દેશોમાં આર્થિક તકોને પ્રેરવામાં અને નોકરીઓ ઉભી કરવામાં મહિલાઓની ઉદ્યમશીલતાની મજબૂત સંભાવના ધરાવે છે. વધુમાં, વધતા પુરાવાઓ એવું પણ સુચવે છે કે, આર્થિક સશક્ત થયેલી મહિલાઓ સ્વાસ્થ્ય અને પરિવાર અને સમુદાયો (વર્લ્ડ બેંક 2011)ની સુખાકારી માટે નોંધપાત્ર લાભો મેળવી શકે છે. મહિલા ઉદ્યમશીલતા વિકાસમાં ભારતે પણ નોંધપાત્ર પ્રમાણમાં ભાર મુક્યો છે. નવી સદીના આરંભ સાથે, ભારતમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના કારણે મહિલાઓના દરજ્જામાં પરિવર્તન આવ્યું છે. શિક્ષણ અને જાગૃતિના પ્રસાર સાથે, મહિલાઓ હવે રસોડા અને હાથ બનાવટની ચીજો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગોમાંથી બહાર આવીને બિન-પરંપરાગત પ્રવૃત્તિઓમાં જોડાઈ છે

 

બીએમઓની પૂર્વભૂમિકા

મહિલા ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાના વિશેષ પ્રયાસ રૂપે, 1997માં ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો (એએલઈએપી)ના ઉપક્રમ તરીકે ઉદ્યમશીલતા વિકાસ કેન્દ્ર (સીઈડી)ની એક અલગ સમાજ તરીકે સ્થાપના કરવામાં આવી. ઉદ્યમશીલતાના જુસ્સાને આગળ વધારવાની સુનિયોજિત પ્રવૃત્તિઓમાં તેણે 18 વર્ષ પુરા કર્યા છે. ઉભરતા ઉદ્યોગ સાહસિકોને તે વ્યવસાયિક કારકિર્દી ઘડવામાં મદદ કરે છે. સીઈડી તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હજારો કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાંથી સંખ્યાબંધ કાર્યક્રમો વિશેષરૂપે મહિલાઓ માટે જ હોય છે

 

જવાબદાર વ્યવસાય પ્રવૃત્તિનો પ્રારંભ

વર્ષ 2012થી, સીઈડીના હેતુઓ અને લક્ષ્યોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યુ છે અને તેમણે સંપૂર્ણપણે મહિલા ઉદ્યમશીલતા વિકાસ તેમજ તાલિમબદ્ધ મહિલાઓને ઉભરતા ઉદ્યોગ સાહસિક બનવા માટે મદદનો હાથ લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાર્યક્રમો મૂળરૂપે ખાસ કરીને ખાદ્ય પ્રોસેસિંગ, જેમ અને જ્વેલરી, હોસ્પિટલિટી(આતિથ્ય), મશરૂમ ઉછેર વગેરે ક્ષેત્રોમાં ટેકનોલોજી આધારિત ઉદ્યમશીલતા વિકાસના રૂપમાં; અને ફેશન ડિઝાઈનિંગ તેમજ ગારમેન્ટ નિર્માણ, કોસ્મેટોલોજી અને સૌંદર્યકરણ, કૃત્રિમ દાગીઓનું ડિઝાઈનિંગ અને ઉત્પાદન, સ્ક્રીન પ્રિન્ટિંગ અને કાચ પર હેન્ડ પેઈન્ટિંગ, શણ ઉત્પાદનો વગેરે ક્ષેત્રોમાં કૌશલ્ય આધારિત ઉદ્યમશીલતા વિકાસના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે

 

ભંડોળ સહાય

મોટાભાગના આ કાર્યક્રમો કેન્દ્રીય મંત્રાલયો અને બેંકો દ્વારા પ્રાયોજિત હોય છે જ્યારે તેમાંથી કેટલાક ફી-આધારિત હોય છે જેમાં સીઈડી ખૂબ નજીવી ફી વસુલે છે. પ્રયોજક મંત્રાલયો અને સંગઠનોમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ડરપ્રાઈઝ (એમએસએમઈ મંત્રાલયનું સંગઠન, ભારત સરકાર); કૃષિ મંત્રાલય, ભારત સરકાર; ખાદ્ય પ્રોસેસિંગ મંત્રાલય, ભારત સરકાર; વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર; ડીસી, હેન્ડીક્રાફ્ટ્સ, કાપડ મંત્રાલય, ભારત સરકાર; વગેરે છે. એસબીઆઈ, એસબીએચ, આંધ્ર બેંક વગેરે જેવી કેટલીક બેંકો પણ કેટલાક કાર્યક્રમો પ્રાયોજિત કરે છે

સીઈડી દ્વારા પુરુષો અને મહિલાઓ બંને માટે એસીએબીસી કાર્યક્રમો (કૃષિ ક્લિનિક અને કૃષિ વ્યવસાય કેન્દ્ર)નું યોજન કરવામાં આવે છે, જે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એગ્રિકલ્ચર એન્ડ એક્સટેન્શન મેનેજમેન્ટ (એમએએનએજીઈ), કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. હવે ખાસ કરીને મહિલાઓ માટે જ એક શીર્ષક હેઠળ તૈયાર કરવામાં આવેલા ત્રણ કાર્યક્રમોને તેમના દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દરેક કાર્યક્રમમાં 30 સભ્યોની બેચ રહેશે અને તેનો સમયગાળો બે મહિનાનો રહેશે જેમાં બોર્ડિંગ અને લોડિંગ મફત રહેશે

 

અમલ અને ટકાઉક્ષમતા

આ ક્રાર્યક્રમોને નીચે દર્શાવ્યા અનુસાર 5 પગલાંમાં ચલાવવામાં આવે છે

પગલું 1: વિવિધ ક્ષેત્રોમાં તાલિમબદ્ધ સમૂહોની માંગ અને નવા સ્ટાર્ટ-અપ્સની સંભાવનાઓ પારખવી

પગલું 2: વિવિધ પ્રાયોજક મંત્રાલયો/સરકારી એજન્સીઓને પ્રસ્તાવ મોકલવા

પગલું 3: તાલિમ અસાઈન્મેન્ટસ મેળવવા

પગલું 4: કાર્યક્રમનું આયોજન અને તેનો અમલ

પગલું 5: સલાહસુચન અને સાથ આપવો

ટેકનોલોજી, ફાઈનાન્સ અને આઈટી વગેરે સહિતના જે ક્ષેત્રોમાં તજજ્ઞતાની જરૂર હોય તે કામ ટેકનિકલ ઈન્સ્ટિટ્યુન્સ, કન્સલ્ટન્ટ્સ અને ખાનગી તજજ્ઞો પાસેથી આઉટસોર્સ કરાવવામાં આવે છે. માર્ગદર્શન સેવા બીએમઓના સભ્યો દ્વારા આપવામાં આવે છે. મોટાભાગના કાર્યક્રમો વિવિધ મંત્રાલય દ્વારા પ્રાયોજિત હોય છે, જેમાં એમએસએમઈ મંત્રાલય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય (એનએસટીઈબીડી) અને બેંકો હોય છે જ્યારે તેમાંથી કેટલાક કાર્યક્રમમાં સીઈડી દ્વારા નજીવી ફી વસુલવામાં આવે છે

વર્ષ 2012 થી 2015 દરમિયાન, સીઈડી દ્વારા 24 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિવિધ સ્થળોએ વિશાળ રેન્જમાં ક્ષેત્રોને આવરી લેવાયા હતા. આ પ્રવૃત્તિને કોઈપણ વિક્ષેપ વગર સતત ચલાવવા માટે સહભાગીઓની કોઈ કમી નથી અને કોઈ તંગી કે સ્ત્રોતોની ઉપણ નથી

 

લાભાર્થીઓ અને લાભો

વર્ષ 2012 થી 2015ના અંત સુધીમાં, બીએમઓ દ્વારા 675 મહિલાઓને ઉદ્યોગ સાહસિક તરીકે તાલિમ આપવામાં આવી છે. મોટાભાગના કાર્યક્રમો મફત આપવામાં આવે છે જે મહિલાઓ માટે મોટો આર્થિક લાભ છે

મહિલા ઉદ્યોગ સાહસિકનો કેસ સ્ટડી

શ્રીમતિ વિજ્યા લક્ષ્મી, 46 વર્ષની છે અને આઈટી પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને અગાઉ મધ્ચપૂર્વના દેશમાં કામ કર્યું છે. તેના સંતાનો ભણતા હતા ત્યારે તેણે વિરામ લીધો હતો પરંતુ તેઓ મોટા થઈ ગયા એટલે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. તેણે વર્ષ 2013માં અમારા સામાન્ય ઈડીપી પૈકી એક કાર્યક્રમમાં ભાગ લીધો અને પછી કૂકીઝ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને સપ્ટેમ્બર 2014માં કેસરી ફૂડ્સના નામથી એએલઈએપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્રગતીનગર ખાતે પોતાના ઉદ્યોગનો પ્રારંભ કર્યો. પ્લાન્ટ અને મશીનરીમાં તેનું કુલ રોકાણ રૂ. 30 લાખ છે અને 10 વ્યક્તિને તે રોજગારી આપે છે. તે સંખ્યાબંધ વ્યવસાયિક વિચારો પર મનોમંથન કરતી હતી ત્યારે તેને લાગ્યું કે બજારમાં સંખ્યાબંધ બિસ્કિટ અને કૂકીઝ વેચાય છે જે બ્રાન્ડ વગરના છે અને ગુણવત્તાનો પણ અભાવ છે. તેણે જણાવ્યું કે તેણે ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપ્યું. તેની કૂકીઝની બીજી એક ખાસિયત એ હતી કે, તે સંપૂર્ણ ઈંડા વગરની હતી. હાલની તારીખે, તે હૈદરાબાદ અને સિકંદરાબાદ એમ બંને શહેર તેમજ આસપાસના કસબાઓમાં સફળતાપૂર્વક તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. હવે તે પોતાની કૂકીઝની નિકાસ કરવાનું વિચારી રહી છે