અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

ઉર્જાનો ખર્ચ વધી રહ્યો છે અને ભવિષ્યમાં તેમાં ઘટાડો થશે તેવું માનવા માટે કોઈ નક્કર કારણ નથી. ઉર્જાના નિયમનથી મળતું વળતર વેચાણ વધારવાથી મળતા વળતરની તુલનાએ વધુ અસરકારક છે. ઉર્જા નિયમનમાં માપદંડો અને પ્રક્રિયાની સમજણ બંને જરૂરી છે

અમે વીજ ઉર્જાની બચતની સૌથી સામાન્ય ભલામણો રજૂ કરી છે જે લાક્ષણિક પ્લાસ્ટિક પ્રોસેસિંગ એકમમાં અમલમાં મુકી શકાય છે

 

ઈલેક્ટ્રિકલ પાવર ફેક્ટરમાં સુધારો

આ ક્ષેત્રમાં સરેરાશ પાવર ફેક્ટર અંદાજે 0.89-0.95 છે, જે ઉદ્યોગોના માપદંડો અનુસાર ઓછુ ગણાય. એસી સર્કિટને ધ્યાનમાં રાખીએ તો પાવર ફેક્ટર એક મહત્વપૂર્ણ પાસું છે; કારણ કે કોઈપણ પાવર ફેક્ટર યુનિટીથી ઓછુ હોય તો સર્કિટનું વાયરિંગ પ્રતિરોધક લોડને સમાન માત્રા(સાચી)માં ઉર્જા આપવા માટે સર્કિટમાં શૂન્ય પ્રતિક્રિયા સાથે જરૂરિયાત કરતા વધારે કરંટનું વહન કરે છે. આથી, લાઈનની સમાંતર કેપેસિટર ઉમેરીને પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય. પાવર ફેક્ટરના કારણે થતી પેનલ્ટી કુલ બિલિંગના અંદાજે 8-12% હોય છે. યોગ્ય કેપેસિટર ઉમેરીને, ચાર્જ થયેલી રકમ શૂન્ય સુધી ઘટાડી શકાય છે. અંદાજે 5-7 મહિનામાં તેનો પુરો ખર્ચ વસુલ થઈ જશે

 

ઉર્જાક્ષમ મોટર્સની ફેરબદલી

લાક્ષણિક મોટરમાં વર્તમાન ઓપરેટિંગ કાર્યક્ષમતા 78% હોવાનું જાણવા મળ્યું છે. મોટર બળી જાય ત્યારે વધુ કાર્યક્ષમતાની મોટર ખરીદીને બદલવાના બદલે માત્ર રિવાન્ડિંગ કરીને ફરી લગાવવાની સંખ્યાબંધ એકમોની આદતના કારણે આ ઓછી કાર્યક્ષમતા આવે છે. જોકે, રિવાઈન્ડ કરેલી મોટર નવી મોટર કરતા ઓછી જ કાર્યક્ષમતા ધરાવે છે. નિષ્ફળ થયેલી મોટરની વધુ આવરદા અને મોટર નિષ્ફળ થઈ જાય તે સમયે તેના સ્ટેટર કોરમાં પડેલા ઘસારાના કારણે તે કાર્યક્ષમતા ગુમાવે છે. લાક્ષણિક કાર્યક્ષમતામાં ઘટાડાની રેન્જ રિવાઈન્ડિંગની દરેક પ્રક્રિયાઓએ 1% થી 5% સુધીની હોય છે

 

વેરિએબલ ફ્રિક્વન્સી ડ્રાઈવ્સ (વીએફડી) લગાવવા

સંખ્યાબંધ ઔદ્યોગિક માહોલમાં, વેરિએલબ સ્પીડ કંટ્રોલ લગાવવાથી ખર્ચ ઘટે છે. મોટર દ્વારા ઓછી ઉર્જા વપરાતી હોવાથી ઉર્જાની બચત થાય છે. સિસ્ટમમાં જરૂરી ઉર્જામાં ઘટાડો થાય એટલે, ઉપકરણ દ્વારા ઉપયોગમાં લેવાતી ઉર્જામાં ઘટાડો વર્તમાન કંટ્રોલ્સ દ્વારા થતો હોય તેની તુલનાએ નોંધપાત્ર પ્રમાણમાં વધારી શકાય છે. ઉદાહરણ તરીકે, પમ્પના કિસ્સામાં, પ્રવાહનું નિયંત્રણ(દબાવવો) મોટાભાગે વાલ્વ્સ દ્વારા થાય છે, જે પંપ હેડ વધારે છે અને પ્રવાહનો દર ઘટાડે છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં, વીએફડીને ઈન્જેક્શન અને બ્લો મોડ્યુલિંગ મોટર્સ, પમ્પ્સ અને કોમ્પ્રેસર્સમાં લગાવી શકાય. જોવા આવા કંટ્રોલર્સને અપનાવવામાં આવે તો મોટર વીજ ઉર્જાના વરરાશમાં અંદાજે 15-20%ની બચત થઈ શકે. સરેરાશ 17.5%ની બચત ધારી લેવામાં આવે તો, લગભગ 9-12 મહિનામાં તેને લગાવવાનો ખર્ચ વસુલ થઈ જાય

 

કોમ્પ્રેસ્ડ એર લિકેજનું રિપેરિંગ

કોમ્પ્રેસ્ડ એર લિકનો ખર્ચ એ વાતાવરણના દબાણમાંથી કોમ્પ્રેસર ઓપરેટિંગ પ્રેશરમાં ગુમાવેલી હવાના જથ્થાને કોમ્પ્રેસ(સંકુચિત) કરવાનો ઉર્જા ખર્ચ છે. ગુમાવેલી હવાનો જથ્થો લાઈનમાં દબાણ, કોમ્પ્રેસ્ડ હવાના લિક પોઈન્ટ પર તાપમાન, કોમ્પ્રેસર ઈનલેટની જગ્યાએ તાપમાન અને લિકના અંદાજિત વિસ્તાર પર નિર્ભર હોય છે. લિક વિસ્તાર મોટાભાગે જ્યાંથી લિક થાય ત્યાંથી આવતા અવાજ અને હવાના પ્રવાહના અનુભવના આધારે શોધવામાં આવે છે. હવાના લિકના કારણે થતુ કુલ નુકસાન નક્કી કરવાની વૈકલ્પિક પદ્ધતિ કોમ્પ્રેસર સાઈકલ્સ અને જ્યારે હવા આધારિત ચાલતા તમામ ઉપકરણો બંધ થાય તે બંને વચ્ચેનો સમય માપવાની છે. જો એર લિકની સમસ્યા દૂર કરવામાં આવે તો અંદાજે 15-20% કોમ્પ્રેસર વીજ ઉર્જા બચાવી શકાય છે. આનો અમલ કરવામાં નીચે દર્શાવેલામાંથી એક કે બે બાબતોનો સમાવેશ થાય છે: કપલિંગ્સ અને/અથવા હોસ બદલવા, ફિલ્ટરની આસપાસના સીલ બદલવા, ભોજન અથવા વિરામના સમયે હવાનો પ્રવાહ બંધ કરવો અને લાઈનમાં રિપેરિંગ વગેરે. સામાન્યપણે જો 17.5% ઉર્જાની બચત થતી હોવાનું માની લેવામાં આવે તો, આ હિસાબે ગણતરી કરવામાં આવે તો, લિકેજ રોકવા માટે થયેલો ખર્ચ 10-12 દિવસમાં વસુલ થઈ જશે

 

કોમ્પ્રેસ્ડ એરના ઉપયોગની નબળી આદતો બદલવી

કાર્યસ્થળે, કોમ્પ્રેસ્ડ એરના ઉપયોગની નબળી આદતો હોવાનું પણ ધ્યાનમાં આવે છે. ઉદાહરણ તરીકે, અમુક કંપનીઓ મોટર જેવા ઉપકરણોમાંથી કાઢી નાખેલી પાઈપોને ઠંડી પાડવા માટે કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય કેટલાક લોકો સફાઈ માટે તેનો ઉપયોગ કરે છે. કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કુલિંગ અથવા સફાઈ માટે કરતા હોવાથી, આવા હેતુઓ માટે પર્યાપ્ત પ્રવાહ દરે આવતી હવા પુરતી હોય છે. આવા કાર્યો બ્લોઅર દ્વારા પણ થઈ શકે છે જેમાં ઓછી ઉર્જા વપરાય છે. આવી આદતો ટાળવાથી કોમ્પ્રેસર વીજ ઉર્જામાં અંદાજે 10-20%ની બચત થતી હોય છે. તેના અમલી કરણમાં કોમ્પ્રેસ્ડ એરના બદલે બ્લોઅર મુકવાનો ખર્ચ થાય છે. અંદાજે 1-2 મહિનામાં આ ખર્ચ વસુલ થઈ જશે

 

એક્સ્ટ્રુઝન, ઈન્જેક્શન અને બ્લો મોલ્ડિંગ મશીન હીટર્સનું ઈન્સ્યુલેશન કરવુ

કાર્યસ્થળે, એવું પણ જોવા મળ્યું છે કે એક્સ્ટ્રુઝન, ઈન્જેક્શન અને બ્લો મોલ્ડિંગ મશીનો સારી રીતે ઈન્સ્યુલેટેડ નથી હોતા. તેના પરિણામે ઉષ્માનો વ્યય થાય છે અને સંબંધિત ઉર્જા ખર્ચ વધશે. ઉષ્માના આ ક્ષેત્રોનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી હીટરમાં આવતી કુલ વીજમાં અંદાજે 10-14%ની બચત થઈ શકે છે. તેના અમલીકરણ માટે ઈન્સ્યુલેશન સામગ્રી અને તેને લગાવવાની મજૂરીનો ખર્ચ થાય છે અને અંદાજે 1-2 મહિનામાં તે વસુલ થઈ જશે

 

બિલ્ડિંગ

પ્લાસ્ટિક પ્રોસેસિંગમાં બિલ્ડિંગ ઉર્જા ખર્ચ હંમેશા કુલ ઉર્જા ખર્ચની પુરતી ટકાવારી નથી હોતો અને લાક્ષાણિક કાર્યસ્થળે તે કુલ ઉર્જાના 7-8% જેટલો હોય છે. તે સિવાય, તે હંમેશા ધ્યાનમાં લેવા માટેના પ્રથમ ક્ષેત્ર હોય છે. બિલ્ડિંગ ઉર્જાની કાર્યક્ષમતામાં સુધારો લાવવાથી ખર્ચ ઘટાડી શકાય છે અને તેનાથી સ્ટાફની આરામદાયકતા સુધરે છે તેમજ કામનું આઉટપુટ પણ વધે છે

 

લાઈટિંગ

લાક્ષાણિક પ્લાસ્ટિક પ્રોસેસિંગના સ્થળે લાઈટિંગ ઉર્જા ઉપયોગના માત્ર 5%જ હિસ્સો ધરાવે છે. લાઈટિંગને ‘સમગ્ર’ અને ‘કામગીરી માટે’ એમ બે હિસ્સામાં વિભાજિત કરી શકાય છે – તે બંનેમાં ઘણો તફાવત છે. સમગ્ર લાઈટિંગથી દરેક લોકોને સલામત રીતે હલનચલન કરી શકે છે; કામગીરી માટેનું લાઈટિંગ ચોક્કસ કામ પુરુ કરવા માટે હોય છે. લાઈટિંગના સ્તર અલગ અલગ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીનેતેને અલગ રાખવા માટે યોગ્ય કામગીરી કરવાથી ખર્ચ ઘટાડી શકાય છે

લાઈટિંગમાં વપરાતી ઉર્જાનો ખર્ચ ઘટાડવા માટે ‘લાઈટિંગ નક્શો’ ખૂબ મહત્વપૂર્ણ છે. કાર્યસ્થળે લાઈટ્સ, સ્વીચ અને કંટ્રોલ્સનો એક નક્શો તૈયાર કરો જેથી જ્યાં જરૂર હોય તે જગ્યે સુધારો લાવી શકાય

સામાન્યના બદલે એલઈડી લાઈટ્સ લગાવવામાં અને સેન્સર્સ, ટાઈમર અને પુશ સ્વીચો જેવા કંટ્રોલ્સ બદલવા માટે કરેલું રોકાણ આપોઆપ લાઈટિંગ ખર્ચમાં ઘટાડો કરશે અને તેનાથી તમારી પ્રોડક્ટ કે લાઈટિંગની ગુણવત્તામાં જરાય અસર નહીં પડે