અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

કુમારી સ્મૃતિ જૈન, મેનેજર, ફાઉંડેશન ફૉર એમએસએમઈ (MSME) ક્લસ્ટર્સ

પૂર્વ ભૂમિકા
પ્લાસ્ટિક ઉદ્યોગ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી લગભગ તમામ વસ્તુઓને પૂરી પાડે છે અને તે જીવનના લગભગ તમામ ક્ષેત્રો જેવાકે વસ્ત્રો, બાંધકામ, હાઉસિંગ, ફર્નીચર, ઓટોમોબાઇલ્સ, ઘરેલુ વપરાશની વસ્તુઓ, કૃષી ક્ષેત્ર, હોર્ટિકલ્ચર, સિંચાઇસ પેકેજિંગ, તબીબી સાધનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ વગેરે તમામ ક્ષેત્ર, જે અહીં નીચે આકૃતિ 1માં દર્શાવ્યા છે, તેમને આવરી લે છે

 

ઉર્જાના વપરાશના વિસ્તારો
પ્લાસ્ટિક ઉદ્યોગમાં એવા ત્રણ મોટા વિસ્તારો છે, જ્યાં ઊર્જાનો વધારે વપરાશ થાય છે. આ વિસ્તારો સર્વિસ, પ્રોસેસિંગ અને સાઇટ છે

 • સર્વિસમાં કોમ્પ્રેસ્ડ એર, કૂલિંગ અને ઠંડુ પાણી, મટિરિયલ હેન્ડલિંગ, રિ-ગ્રાઇન્ડર્સ, લાઇટિંગ, હિટિંગ, કૂલિંગ/વેન્ટિલેશન વગેરે સામેલ હોય છે.
 • પ્રોસેસિંગમાં ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન, એક્ટ્રૂડર્સ, બ્લો મોલ્ડિંગ મશીન્સ વગેરે સામેલ હોય છે.
 • સાઇટમાં વહીવટી અને સંચાલન સંબંધિત કામકાજ જેમકે ઓફિસ, કમ્પ્યુટર મોનિટર, પ્રિન્ટર વગેરે સામેલ હોય છે.
 

પ્લાસ્ટિક ઉદ્યોગમા ઉર્જાનો વપરાશ

ઉર્જા અથવા વીજળીએ પ્લાસ્ટિક ઉદ્યોગમાં માત્ર પ્રકાશ ફેલાવવા માટે જ નથી. અહીં વીજળીનો વપરાશ ઉત્પાદન પ્રક્રિયા માટે પણ થાય છે, જ્યાં વીજળી કે ઊર્જાનો ઉપયોગ કોમ્પ્રેસર્સ, ચિલર્સ, પોલિમર પ્રોસેસિંગ, વોટર પંપ્સ,ઓફિસ અને હિટીંગ માટે થાય છે. ગ્રાફ 2 દર્શાવે છે કે પ્લાસ્ટિક ઉદ્યોગમાં ઊર્જાનો મહત્તમ ઉપયોગ પોલિમર પ્રોસેસિંગમાં થાય છે, તે બાદ ચિલર્સ અને કોમ્પ્રેસર્સનો નંબર આવે છે.

ઊર્જા દક્ષતામાં ઊર્જા સંરક્ષણ માટે સ્વીકારી શકાય તેવી શ્રેષ્ઠ રીતો નીચે પ્રમાણે છે

 • લાઈટિંગ:ઉચ્ચ આઉટપુટ આપતા એલઇડી અથવા ફ્લોરોસન્ટ લેમ્પ, હાઇ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ્સના સ્થાને લગાવાય, તો તે સૌથી સારી બાબત રહેશે. કારણ કે આ લેમ્પ 50 ટકા ઓછી ઊર્જા વાપરેછે અને સારો પ્રકાશ તેમજ કલર રિપ્રેઝેન્ટેશન પુરુ પાડે છે. જે કારણે તે વધારે આરામદાયક અને ઉર્જા દક્ષ છે.

 • વેરિએબલ સ્પીડ ડ્રાઇવર્સ(વીએસડી): મોટર દ્વારા સંચાલિત સિસ્ટમો મોટાભાગે સાઇઝમાં વધારે પડતી મોટી હોય છે અને તેનું નિયંત્રણ દક્ષતાપૂર્ણ હોતું નથી. વીએસડી પંખા,પંપ અથવા કોમ્પ્રેસર્સની ઝડપને પ્રોસેસની જરૂરિયાત પ્રમાણે વિવિધ રીતે અલગ કરીને સ્ત્રોત પર પ્રવાહ અથવા દબાણને ઘટાડવા વધુ પ્રમાણમાં સોંઘી અને અસરકારક રીત પુરી પાડે છે. વીએસડીના ઉપયોગ સાથે ઊર્જાનીથતી બચતનું સ્તર 20 થી 50 ટકા જેટલું હોય છે.

 • કોમ્પ્રેસ્ડ એરઃ: કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમમાં સપ્લાયને સુધારીને અને માગને ઘટાડીને ઊર્જાની બચત કરી શકાય છે. નવા ઉપકરણો ઇન્સ્ટોલ કરીને અથવા પ્રવર્તમાન ઉપકરણોને ઓપ્ટિમાઇઝ કરીને તેમજ સિસ્ટમનું દબાણ ઘટાડીને ઊર્જા બચતની તકનું સર્જન કરી શકાય છે.

 • પ્રોસેસ કૂલિંગઃ: પ્રોસેસ કૂલિંગને ઓપ્ટિમાઇઝિંગ કરવાથી કૂલિંગ કોસ્ટમાં ઘટાડો થાય છે. તેમાં ચિલર્સનું સ્ટેજિંગ, કન્ડેન્સર માટેના પાણીનું તાપમાન ઘટાડવું અને વેરિએબલ ફ્રિકવન્સી ડ્રાઇવર્સ (વીએફડી)ની મદદથી પંપની દક્ષતાને સુધારવી તેમજ તેને નિયંત્રણમાં કરવા જેવી વાત સામેલ છે.

 • પ્રોસેસ હિટિંગઃ:એક્સ્ટ્રૂડરના બાહ્ય બેરલ અને ડાઇસને ઇન્સ્યુલેટ કરવાથી ઊર્જાને બચાવવામાં મદદ મળશે. વધુમાં કુદરતી ગેસનો ઉપયોગકરીને પ્રોસેસ હિટિંગ એપ્લિકેશનથી ઊર્જાની બચતની મોટી ટેકનીકલ અને આર્થિક સંભાવના રહેલી હોય છે.

 • ઇલેક્ટ્રિકલ ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનઃ:એક્સ્ટ્રૂડરના બાહ્ય બેરલ અને ડાઇસને ઇન્સ્યુલેટ કરવાથી ઊર્જાને બચાવવામાં મદદ મળશે. વધુમાં કુદરતી ગેસનો ઉપયોગકરીને પ્રોસેસ હિટિંગ એપ્લિકેશનથી ઊર્જાની બચતની મોટી ટેકનીકલ અને આર્થિક સંભાવના રહેલી હોય છે.

 • કોમ્પ્રેસ્ડ એર રિકવરીઃ: પ્રવર્તમાન ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનને આ હવા મેળવવા માટે રિટ્રોફિટ કરી શકાય છે અને તેનો લો પ્રેશર કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય છે. આ પગલું મોટા પાયે લો પ્રેશર કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમના ભારણને ઘટાડે છે અને તેનાથી ઊર્જામાં મોટા પાયે બચત થઇ શકે છે.

 • રેડિયન બેરલ હીટર બેન્ડઃ: તેને ઇન્સ્ટોલ કરવા સરળ હોય છે. તેમાં શ્રમિકોની ઓછી જરૂર પડે છે અને તે વધારે પ્રમાણમાં ઊર્જા દક્ષ હોય છે.