અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

કાપડ રંગવામાં રોકાયેલા એમએસએમઇમાં રહેલી ઉર્જા બચતની ક્ષમતા - સ્ટેનમ એશિયા

રંગવાની પ્રક્રિયામાં કાપડ ઉપર પ્રવાહી રંગ ચઢાવવાનો સમાવેશ થાય છે. મુખ્યત્વે તેમાં કુત્રિમ જૈવિક રંગોનો ઉપયોગ થાય છે અને અવાર-નવાર તેને ઊંચા તાપમાન અને કેટલાક તબક્કાઓ દરમિયાન દબાણમાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. પ્રવર્તમાન પ્રક્રિયાઓમાં, ખાસ કરીને એમએસએમઇમાં યોગ્ય પરિચાલન પ્રણાલીઓનો ઉપયોગ ઊર્જા બચતમાં મદદ કરી શકે છે. સામાન્ય રીતે એમએસએમઇ ક્ષેત્રમાં રહેલો ઉદ્યોગ સાહસિકો રોકાણનું જોખમો લેવાની ઇચ્છા ધરાવતાં નથી અને માત્ર સાબિત થયેલી ટેક્નોલોજીમાં જ રોકાણ કરવાનું વલણ ધરાવે છે

 

સ્ટેનમ એશિયાની ટીમે રાજસ્થાનના જયપુરમાં બે અને પંજાબના લુધિયાણામાં એક ટેક્સટાઇલ ડાઇંગ એમએસએમઇ સાથે કામ કર્યુ. ટીમે અવલોકન કર્યુ કે બોઇલરનો કાર્યક્ષમ ઉપયોગ કરાતો નહોતો અને તેમાંથી બહાર નીકળતી વરાળમાંથી કોઇ ઉષ્ણતા પુનઃપ્રાપ્તી વ્યવસ્થા નહોતી. પંજાબનું એકમ કંપની વિસ્તારમાં પ્રકાશ વાપરીને ખૂબ જ વધારે ઊર્જાનો ઉપયોગ કરી રહ્યું હતું. વધુમાં બોઇલમાં દહનક્રિયા સ્તરની તપાસ માટે ખૂબ જ ઓછા વાયુ વિશ્લેષણ હાથ ધરાતાં હતા. ત્યારબાદ એમએસએમઇ માટે ઊર્જા કાર્યક્ષમતા સંભાવના અહેવાલ તૈયાર કરાયો હતો, જેમાં એમએસએમઇને ઊર્જાની બચત માટે ઓછા ખર્ચ અથવા ખર્ચ વગરના વિકલ્પો પૂરા પડાયા. આગામી સમયગાળા માટે લક્ષ્યાંકોના સુધારા માટે સ્રોત વપરાશ સૂચકો પણ વિકસાવવામાં આવ્યાં છે

 

કેસ સ્ટડી 1: કંપની એ, જયપુર

 
અનુક્રમાંક પ્રવર્તમાન પરિસ્થિતિ સૂચિત ફેરફાર
1 કોઇ સંઘનિત પુનઃપ્રાપ્તિ ધ્યાન પર આવી નહોતી, 96 સે પર ગરમ પાણી ગટરમાં વહેતું હતું, બોઇલરને પાણી પુરું પાડતી ટાંકીને ઇન્સ્યુલેટ કરાઇ નહોતી. 1)સંઘનિત ગરમ પાણીને બોઇલરને પાણી પુરું પાડતી ટાંકી સાથે જોડેલી વર્તમાન સંઘનિત પુનઃપ્રાપ્તિ ટાકી સાથે પાઇપ લગાવીને પુનઃપ્રાપ્ત કરવું જોઇએ.
2) ઊષ્માનો વ્યય અટકાવવા બોઇલરને પાણી પુરું પાડતી ટાંકી ઇન્સ્યુલેટ કરવી જોઇએ.

 

હસ્તક્ષેપનો ખર્ચ: રુ. 2000
સંભવિત વાર્ષિક બચત: રૂ.16,000 (બે ટન કોલસો)
પે-બૅક સમયગાળો:તાત્કાલિક
2

અયોગ્ય કદના કોલસો અને કોલસાના મોટા ગઠ્ઠાનો બોઇલરમાં નંખાતા હતા. વપરાશ વગરના કોલસાનો વ્યય ધ્યાન પર આવ્યો.

ત્રણ સંભાવનાઓ રજૂ કરાઇ:
1) ) કોલસો પૂરો પાડનાર પાસેથી પહેલેથી જ ભૂક્કો કરેલા કોલસાની ખરીદી.
2) ઓપરેટરને યોગ્ય કદમાં કોલસાનો ભૂક્કો કરવા તાલીમ આપો અને બોઇલરમાં કોલસાના મોટા ગઠ્ઠાઓનો ઉપયોગ ટાળવા સૂચના આપો.
3)બોઇલરમાં કોલસાના ભારે ગઠ્ઠા ટાળવા જાળી સાથે કોલસાનો ભૂક્કો કરવાનું મશીન લગાવો.
હસ્તક્ષેપનો ખર્ચ: શૂન્ય (પ્રથમ 2 વિકલ્પો માટે) અથવા રૂ. 1,25,000 (ત્રીજા વિકલ્પ માટે)
સંભવિત વાર્ષિક બચત: રૂ.2,80,000 (35 ટન કોલસો)
પે-બૅક સમયગાળો:તાત્કાલિક (પ્રથમ 2 વિકલ્પો માટે) અથવા 6 મહિના (ત્રીજા વિકલ્પ માટે)
 

કેસ સ્ટડી 2: કંપની બી, જયપુર

 
અનુક્રમાંક પ્રવર્તમાન પરિસ્થિતિ સૂચિત ફેરફાર
1

કોઇ સંઘનિત જોવા મળ્યું નહોતું. 96 સે પર ગરમ પાણી ગટરમાં વહેતું હતું, જોકે તેનો સંગ્રહ કરવા માટે પીપડું મૂકાયું હતું પરંતુ તે ઓવરફ્લો થતું હતું અને બોઇલરમાં પુનઃઉપયોગ કરવા તેનો ઉપયોગ થતો નહોતો.

ઇન્સ્યૂલેટ કરેલા પીપનો ઉપયોગ કરો અને સંઘનિત ગરમ પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરો, તેનો ઉપયોગ બોઇલરને પાણી પુરું પાડવા વપરાતી ટાંકીમાં કરો. આ પાણી પુરું પાડવા માટે વપરાતી ટાંકીનું તાપમાન વધારશે અને કોલસાના વપરાશમાં ઘટાડો કરવામાં મદદ કરશે અને વધુમાં પાણીનો વપરાશ પણ ઘટાડશે.

 

હસ્તક્ષેપનો ખર્ચ:રુ. 15,000
સંભવિત વાર્ષિક બચત:રૂ.21,500 (2.5 ટન કોલસો)
પે-બૅક સમયગાળો:2 મહિના
2

ખૂબ જ મોટા પ્રમાણમાં વરાળ ધરાવતી ગરમીનો વ્યય ચિમનીમાંથી થતો હતો.

લૂપ હાઉઝર મશીનના વરાળના પ્રવાહને નિયંત્રિત કરો. પ્રેશર ગેજ ઉપર આધારિત વરાળ અને લઘુતમ દબાણ માગ (મશીનની માહિતી પુસ્તિકામાં કરેલો ઉલ્લેખ) પૂર્ણ કરવા સૂચિત કરાય છે.
હસ્તક્ષેપનો ખર્ચ: લઘુતમ
સંભવિત વાર્ષિક બચત: રૂ.25,000 (3 ટન કોલસો)
પે-બૅક સમયગાળો:તાત્કાલિક
 

કેસ સ્ટડી 3: કંપની સી, લુધિયાના

 
અનુક્રમાંક પ્રવર્તમાન પરિસ્થિતિ સૂચિત ફેરફાર
1 નિર્ગમિત વાયુમાં મળી આવતાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઊંચુ હતુ જે સૂકા નિર્ગમિત વાયુમાં ખૂબ જ વધારે ઊર્જા વ્યયમાં પરિણમે છે. દહન માટે પુરી પડાતી હવા ઓક્સિજન સેન્સર અને ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેનમાં વેરિએબલ ફ્રિકવન્સી ડ્રાઇવ દ્વારા નિયંત્રિત કરવી જોઇએ

 

હસ્તક્ષેપનો ખર્ચ:રુ. 2 લાખ
સંભવિત વાર્ષિક બચત:રૂ.6.1 લાખ (68 ટન કોલસો)
પે-બૅક સમયગાળો:4 મહિના
2 એકમ ખાતે સોડિયમ વેપર લેમ્પ, એફએલટી અને સીએફએલનો ઉપયોગ કરાતો હતો. તમામને ઊર્જા કાર્યક્ષમ એલઇડી દ્વારા બદલવા જોઇએ.
હસ્તક્ષેપનો ખર્ચ: મધ્યમ
 

તારણ:સ્ટેનમ એશિયા દ્વારા સૂચત કરવામાં આવેલા નાના-નાના ફેરફારો અપનાવીને કાપડ રંગવાના ઉદ્યોગમાં એમએસએમઇ દ્વારા ઊર્જા બચાવી શકાય છે, જેના કારણે કાયમી કાર્ય વાતાવરણ સર્જી શકાય છે.