અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

આવશ્યક કાર ઍક્સેસરીઝ જે તમારી પાસે હોવી જ જોઈએ

કાર ઍક્સેરીઝ એવી વસ્તુઓ છે જે મૂળરૂપે વધારાની વિશેષતાઓમાં ગણાય છે અને ખાસ કરીને ઉપયોગીતા, સુવિધા, સલામતી અને તમારી કારના આકર્ષક દેખાવ માટે તે હોય છે. વર્તમાન સમયમાં ઉત્પાદકો તેમની કારના મોડેલ સ્ટાન્ડર્ડ ઍક્સેસરીઝ કીટ સાથે જ બનાવે છે તેમ છતાં, કાર માલિક તરીકે અથવા ટૂંક સમયમાં બની રહેલા કાર માલિક તરીકે, તમે કેટલીક એવી

ઍક્સેરીઝ વિશે અચૂક જાણી લો જે વાસ્તવમાં તમારી કારની કાગીરી પર અસર કરે છે અને તેની આવરદા વધારે છે

1. મડ ફ્લેપ્સ અને મેટિંગ

મડ ફ્લેપ્સ તમારી કાર માટે આવશ્યક છે કારણ કે તે તમારી કારની બોડીમાં ધૂળ અને કાદવ લાગતા રોકે છે. ટકાઉ મડ ફ્લેપની અંદાજિત કિંમત રૂપિયા 500 થી રૂપિયા 1600 સુધીની હોય છે. સીટ નીચે રબરની મેટ લગાવો તે સૌથી ઉત્તમ રહેશે, કારણ કે તે સરળતાથી સાફ થઈ જાય છે અને લાંબો સમય ટકી રહે છે. રબરની મેટની સારી શીટ રૂપિયા 1000ની આસપાસમાં મળી જાય છે

 
 

2. રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા

જો તમે કારમાં રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા લગાવી જો તો પછી કારને રિવર્સ લેવામાં અને પાર્કિંગ કરવામાં આવતી ઝંઝટો સરળતાથી દૂર કરી શકો છો. આપણા રસ્તાઓ અત્યારે ઘણા ભરચક હોય છે, અને પાર્કિંગની જગ્યા ધીમે ધીમે ઘટી રહી છે, માટે તમારી કારના બમ્પરને સારા રાખવા માટે અને તેના રિપેરિંગ પાછળનો ખર્ચ બચાવવા માટે રિવર્સ પાર્કિંગ સિસ્ટમ ઉત્તમ વિકલ્પ છે. હોપકિન્સ અને નેપોર જેવી સારી બ્રાન્ડની સિસ્ટમ લગાવવાથી તમારા નાણાંનું પુરુ વળતર મળી શકે છે 

3.કાર પરફ્યૂમ

કાર એટલે બીજુ ઘર ગણાય. કારનું ઈન્ટિરિઅર ગમે એટલું સુઘડ અને સ્વચ્છ હોય, પરંતુ જે તેમાંથી કચરાના ઢગલાં જેવી વાસ આવતી હોય તો તેનો કોઈ મતલબ નથી. કારમાં રાખેલા સારા પરફ્યૂમ સસ્તામાં આવે છે અને તમે જ્યારે પણ તેમાં બેસીને ફરવા જાવ ત્યારે સપનાની દુનિયામાં સરસ મહેક માણતા હોવ તેવો અહેસાસ પણ કરાવે છે. બજારમાં એમ્બીપર, ગોદરેજ અને બીજી સંખ્યાબંધ એર ફ્રેશનર બ્રાન્ડ ઉપલબ્ધ છે; તેમાંથી કોઈપણ તમને જે શ્રેષ્ઠ લાગે તે પસંદ કરી શકો છો

 

4. રીમોટ સેન્ટ્રલ લોક

રીમોટ સેન્ટ્રલ લોક મહત્વપૂર્ણ સલામતી ઍક્સેસરી છે. જો તમારી કારમાં કી-લેસ સિસ્ટમ કામ ન કરતી હોય તો; તમારી રીમોટ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમને એલાર્મ સિસ્ટમ સાથે અપગ્રેડ કરો. આ પ્રકારે તમારે દરવાજા મેન્યુઅલી બંધ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. નિપ્પોન, ઝેનોન અને ઓટોકેપ જેવી શ્રેષ્ઠ બ્રાન્ડમાંથી તમે આ સિસ્ટમ પસંદ કરી શકો છો 

5. ઓટો ડિમિંગ રીઅર વ્યૂ મીરર્સ

કમનસીબે, મોટાભાગના ભારત ડ્રાઈવર્સ રાત્રે રસ્તા પર હાઈબીમ ચાલુ કરીને ડ્રાઈવિંગ કરવાનું પસંદ કરે છે. રસ્તા પર થતા અકસ્માતોમાં આ પણ એક મુખ્ય કારણ છે. સારી ઓટો ડિમિંગ આઈઆરવીએમ રીઅર વ્યૂ મીરરમાં હેડલાઈટના ગ્લેર (ફેલાવો)ને હળવો કરી નાખે છે જેથી ટ્રાફિકને સારી રીતે નેવિગેટ કરવામાં મદદ મળી રહે છે. માત્ર રૂપિયા 5000 થી રૂપિયા 12000નો તેમાં ખર્ચ થાય છે અને તેની તુલનાએ ખરેખરમાં જીવનરક્ષક ઍક્સેસરી છે 

6. ફોગ લાઈટ્સ

ફ્રન્ટ ફોગ લાઈટ્સની જોડી ખાસ કરીને જો તમે ભારતમાં વધુ વરસાદી વિસ્તારોમાં રહેતા હોવ તો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. ફોગ લાઈટ્સ શિયાળાની ઋતુમાં ધુમ્મસવાળા રસ્તાઓ પર સારી રીતે નેવિગેટ થવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. બ્લેઝર અથવા એસ્ટ્રા ડેપોમાં સારી લાઈટ્સની જોડી માટે તમારે રૂપિયા 8000થી વધુનો ખર્ચ નહીં થાય 

7. જીપીએસ નેવિગેટર

જીપીએસ નેવિગેટર ખરેખરમાં લક્ઝરી નથી પરંતુ જરૂરિયાત છે. મોટાભાગના ભારતીય ડ્રાઈવર્સ તેમના મોબાઈલ પર ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા હોવા છતાં, સારી ગુણવત્તાનું જીપીએસ નેવિગેટર હોય તો તમારું મોબાઈલ ડેટાનું મોટુ બિલ બચી જાય અને મોબાઈલ નેટવર્કની અનુપલબ્ધતા તેમજ બેટરી ખતમ થઈ જવાની સમસ્યાઓથી પણ તમે બચી શકો છો મેપમાયઈન્ડિયા LX140WS જીપીએસ નેવિગેટર માત્ર રૂપિયા 10,000થી ઓછી કિંમતમાં તમે વસાવી શકો છો


 

8. એલોય વ્હીલ્સ

એલોય વ્હીલ્સના કારણે અન્યોની તુલનાએ તમે સરળતાથી ડ્રાઈવિંગ કરી શકો છો અને કાર પર સારી રીતે અંકુશ પણ મેળવી શકો છો. તેમજ તેનાથી કારની સુંદરતા તો વધી જ જાય છે. એલોય વ્હીલ્સ થોડા મોંઘા હોય છે પરંતુ તે મોટાભાગે રૂપિયા 15000થી રૂપિયા 35000ની રેન્જમાં મળી રહે છે. તમારા ટાયરના કદ પ્રમાણે આ રેન્જમાં તે શક્ય છે 

9. જમ્પર કેબલ

ટ્રાફિક જામ થાય એક કોઈ નવા સમાચાર નથી. જ્યારે તમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હોવ ત્યારે તમારી બેટરી બચશે તેવું વિચારીને તમે કદાચ તમારું કારનું એન્જિન બંધ કરી દો, પરંતુ તેનાથી કાર સંપૂર્ણ બંધ નથી થતી. ઍક્સેસરીઝ તો ચાલુ જ હોય છે અને તેનાથી બેટરી ઉતરે છે. જો આ સ્થિતિમાં બેટરી રીસ્ટાર્ટ ન થાય તો? આવી સ્થિતિમાં જમ્પર કેબલ હાથવગો હોવો જોઈએ. મોકખે જેવી બ્રાન્ડની જમ્પર કેબલની સ્ટાન્ડર્ડ કીટ રૂપિયા 500 થી રૂપિયા 1800 સુધીમાં આવે છે જે ઘણી સુવિધાજનક સાબિત થાય છે


 

10. કારનું કવર

સતત સૂર્યપ્રકાશ, વરસાદ અને ખરાબ વાતાવરણમાં કાર ખુલ્લી જ રહે તો, બહારનો દેખાવ ઝાંખો પડી જાય છે. ઓટોફર્નિશ જેવી બ્રાન્ડનું કાર કવર રૂપિયા 1000 સુધીમાં આવી જાય છે જે તમારી કારને હંમેશા ચમકતી રાખવામાં મદદરૂપ થશે

 

મોટાભાગની નવા જમાનાની કાર કંપનીઓ દ્વારા તમામ ઍક્સરીઝ સાથેની જ કાર બજારમાં લાવવામાં આવે છે તેમ છતાં, તમે જો યુઝ્ડ કાર લેવાનું વિચારી રહ્યા હોવ તો ઍક્સેસરીઝની ખરીદી આવશ્યક બની રહે છે. તમે ઍક્સેસરીઝની ખરીદી કરવા બહાર જાવ ત્યારે, તમે પહેલા ડીલર પાસેથી જ બધી ખરીદી કરવાનો આગ્રહ ન રાખશો. તેના બદલે, અન્ય ડીલર્સ સાથે તેમની તુલના કરો, કારણ કે સમાન ઍક્સેસરીઝમાં પણ તેઓ ઘણું મોટુ માર્જિન લે તેવું બની શકે છે. તમારી જરૂરિયાત પ્રમાણેની ઍક્સેસરીઝ ખરીદવા માટે તેમની સારે ભાવતાલ કરો. આ ઍક્સેસરીઝથી કદાચ તમને થોડો ખર્ચ થશે પરંતુ આ પ્રોડક્ટ્સ છેવટે તમારા નાણાંનું તમને સારું વળતર આપશે