અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ફૂડ પ્રોસેસિંગ ઉપકરણ ઉત્પાદકોનું મૂલ્યાંકન કરતી વખતે અચૂક જાણવા જેવી બાબતો

ફૂડ ઉદ્યોગમાં વ્યવસાયને ટકી રહેવા માટે તેમજ લાંબાગાળે તેની વૃદ્ધિમાં સહાય માટે ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ આવશ્યક છે. જરૂરી માપદંડોને સંતોષવા માટે ખાદ્ય ઉત્પાદોની આકરી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ વિશ્લેષણો કરવા જરૂરી છે

આમ કરવા માટે, તમારે ફૂડ પ્રોસેસિંગ ઉપકરણ ઉત્પાદકો (ફૂડ પ્રોસેસિંગ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ)નું મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે. ખરીદી કર્યા પછી ઉત્પાદનું ટેસ્ટિંગ થઈ શકે નહીં તેથી, કિંમતો, વેન્ડરની વિશ્વસનીયતા અને ઉપલબ્ધ ડિઝાઈનિંગ ડેટાના આધારે જ સામાન્યપણે નિર્ણય લેવાય છે. અહીં કેટલીક એવી બાબતો આપી છે જે ફૂડ પ્રોસેસિંગ ઉપકરણ ઉત્પાદકોનું મૂલ્યાંકન કરતી વખતે તમારી જાણમાં હોવી જોઈએઃ

 

તમારી જરૂરિયાતો અને લક્ષ્યો જાણો

તમે ફૂડ પ્રોસેસિંગ ઉપકરણમાંથી શું ઈચ્છો છો તે જાણવા માટે તમારી જરૂરિયાતો અને લક્ષ્યો નક્કી કરો. તમે ઉત્પાદની ગુણવત્તા સુધારવા માંગો છો અથવા સલામતી સંતોષવા માંગો છો અને નિયામક વિભાગો દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમનકારી નિર્દેશો પૂરા કરવા માંગો છો તે નક્કી કરો

તમે તમારી જરૂરિયાતો અને ડિઝાઈન માપદંડો ઓળખવામાં જેટલા વધુ ઊંડા ઉતરશો, એટલા વધુ સરળતાથી તમારા વ્યવસાય સાથે ફૂડ પ્રોસેસિંગ ઉપકરણોને સાંકળી શકશો. તેનાથી તમારા પ્લાન્ટમાં યોગ્ય ઉપકરણ લગાવવામાં પણ મદદ મળી રહેશે

 

ઉપકરણનું વિવરણ

ઉપકરણ અથવા સિસ્ટમની સંપૂર્ણ કામગીરી અને કાર્યચાલન જાણો જેથી તમારા માટે તે કેવી રીતે કામ કરશે તેનું મૂલ્યાંકન કરી શકો. પ્રોડક્ટ્સની શું પ્રક્રિયા કરવાની છે, ખાદ્ય ઉત્પાદોના ડબ્બા અથવા પેકેજિંગ, અને સિસ્ટમ ઈન્ટરફેસ કેવું દેખાવું જોઈએ તે વિશે મનમાં સ્પષ્ટતા કેળવો. ઉપકરણના નિર્માણમાં કયા મટિરિયલ ઉપયોગમાં લેવાયા છે તે શોધો

 

આદર્શ પ્રમાણીકરણ ચકાસણી કરો

એવી ઘણી એજન્સીઓ છે જેઓ નિર્દિષ્ટ ઉપકરણના સલામતી, નિર્માણ અને ભાગોનું આદર્શ પ્રમાણીકરણ આપે છે. ઉદાહરણ તરીકે, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા વિકસાવાયેલ આઈએસઆઈ માર્કનો ઉપયોગ ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદોના પ્રમાણીકરણ માર્ક તરીકે થાય છે

ઉત્પાદકના ઉત્પાદો આવા માપદંડોને અનુસરે છે કે કેમ તેમજ ફૂડ પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવા યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરો

 

નિરીક્ષણ કરો

ઉત્પાદક સાથે સોદો નક્કી કરતાં પહેલાં હંમેશાં ઉપકરણનું બરાબર નિરીક્ષણ કરો. તેની ડિઝાઈન, ભાગો અને તમારી જરૂરિયાતોને અનુકૂળ ઉત્પાદકતા જુઓ. તમે ઉપકરણનું નિરીક્ષણ કરવા માંગતા હોવ તે અનુકૂળ તારીખ અને સમય જણાવો અને કસોટીમાં નિષ્ફળ રહેલા પરિણામોની યાદી બનાવો

 

ડિલિવરી અને ઈન્સ્ટોલેશન

તમારા ઉપકરણ ઉત્પાદક બાબતે વિશ્લેષણ કરવા માટે આ એક મહત્વનું પરિબળ છે. તમને પસંદ હોય તેવી ડિલિવરીની તારીખ ડેડલાઈન સાથે જણાવો. તેમજ, તમારે ઉપકરણ માટે કેવા પ્રકારનું પેકેજિંગ અને સુરક્ષા જોઈએ છે તે વિગતો તેમજ ડિલિવરીનું સરનામું જણાવો. ઈન્સ્ટોલેશન મફત છે કે પછી તેનો વધારાનો ખર્ચ લાગશે તેના વિશે ઉત્પાદક સાથે સ્પષ્ટતા કરો

તમે પોતાની જરૂરિયાતો અને વિવરણો એકત્ર કરી દો એટલે, તમે અનુભવી ફૂડ પ્રોસેસિંગ ઉપકરણ ઉત્પાદકોને ઓળખી તેમની યાદી બનાવી શકો છો. યાદ રાખો, સૌથી ઓછી બીડનો મતલબ સૌથી ઓછી કિંમત હોય તેવું જરૂરી નથી અથવા તમારી તાકીદની કે ભાવી જરૂરિયાતો માટે જવાબદાર હોય તેવું જરૂરી નથી

જો તમારે તમારા સાહસમાં, કોઈ આર્થિક સહાયની જરૂર હોય તો, રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી બાંધકામ ઉપકરણ લોન ઉપકરણ ઈન્સ્ટોલ કરવા અથવા અદ્યતન ઉપકરણમાં અપગ્રેડ થવા માટે તરલતા સાથે ઉપલબ્ધ છે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો