અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ક્લાસરૂમથી કોર્પોરેટ સુધી : જેક માની પ્રેરક વાર્તા

જેક મા કદાચ સૌથી વધુ વેચાયેલા પુસ્તક ‘ધ મોન્ક હુ સોલ્ડ હીઝ ફેરારી’ પાછળની પ્રેરણા રહ્યા હશે. તેમણે એક ખ્યાતનામ મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને ‘નાંણાંમાં કોઈ રસ નથી’ અને તેમણે તેમની ફ્લેગશિપ અલીબાબાની સ્થાપના માટે ખેદ વ્યક્ત કર્યો હતો, જેણે વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું હતું

આ બાબતની પૃષ્ઠભૂમિમાં તાજેતરમાં CEOનું પદ છોડવાનો તેમનો તાજેતરનો નિર્ણય અનેક લોકો માટે આશ્ચર્યજનક નહોતો. કોર્પોરેટ જીવનની માગોથી દૂર એક સરળ અસ્તિત્વ હજી પણ નવા વિચારો માટે ફળદ્રુપ સાબિત થઈ શકે છે

 

નમ્ર શરૂઆત

એક નમ્ર શરૂઆતથી કંપની જગતની ટોચ સુધીની આગેકૂચ એ જેક માની તીવ્ર દૃઢતા અને નિયમોની સ્વસ્થ અવગણનાને પ્રતિબિંબિત કરે છે. જેક માનો ઉછેર સામ્યવાદી ચીનમાં થયો હતો. સંગીત મનોરંજનકારના આ સંતાનને આઈવી લીગ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ નહોતી. પરિણામે માએ એમબીએ આશાસ્પદ અને પાછળથી નોકરી ઈચ્છુક તરીકે અનેક વખત ઈનકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમની મક્કમતાના પગલે તેઓ એક સારા ઉદ્યોગસાહસિક બની શક્યા

 

પ્રારંભિક કારકિર્દી

અંગ્રેજી શિક્ષક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત જ કઠણાઈ અને કૃતનિશ્ચયતા દર્શાવે છે. ઉત્તર-પશ્ચીમ ચીનમાં એક કિશોર તરીકે જેક માએ પાશ્ચાત્ય દેશોના પ્રવાસીઓ પાસેથી અંગ્રેજી શીખવાના બદલામાં ટુર-ગાઈડ તરીકે કામ કર્યું હતું. આ પ્રવાસીઓ બસમાં અહીં આવતા હતા. સ્કૂલમાં વારંવાર નપાસ થવા છતાં અંતે મા એક શિક્ષક તરીકે ક્વૉલિફાઈ થયા હતા

Incredibly, he says that it was his teaching career that taught him how to identify and nurture talent. It helped him build a team that took Alibaba from a humble start-up to the world’s largest e-commerce giant

 

ટોચ સુધીનો વિકાસ

USAની મુલાકાત દરમિયાન માએ ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવાની ઈન્ટરનેટની વ્યાપક સંભાવનાઓ શોધી કાઢી. જોખમ હોવા છતાં તકો શોધવાની ક્ષમતા તેમનામાં કુદરતી જ આવી હતી. કોઈપણ ટેકનિકલ પૃષ્ઠભૂમિ વિના ‘માત્ર એક સામાન્ય વ્યક્તિ’ હોવા છતાં ઈ-કોમર્સમાં સફળ થઈને તેમણે તેમના ટીકાકારોને ખોટા સાબિત કર્યા હતા. તેમનું સૌપ્રથમ ઈન્ટરનેટ સાહસ નિષ્ફળ ગયું હતું

પરંતુ ખરા સ્વરૂપમાં મા એક એવા વિચાર સાથે પાછા આવ્યા, જેણે ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવી દીધી. તેમના 18 મિત્રોને તેમની બચતનું રોકાણ કરવા સંમત કર્યા બાદ તેમણે એક એવી ઈકોસિસ્ટમ બનાવી, જેણે વિક્રેતાઓને તેમના ઉત્પાદનો સમગ્ર વિશ્વના ગ્રાહકોને વેચવા સક્ષમ બનાવ્યા છે. વર્ષ 2018માં અલીબાબાનું મૂલ્ય 500 અબજ ડોલરથી વધુનું થઈ ગયું હતું

 

પોતાના નસીબના રચઈતા

મા એ બાબતનો જીવંત પુરાવો છે કે વ્યક્તિના સંજોગો તેનું નસીબ નિશ્ચિત કરતા નથી. તે વ્યક્તિની સિદ્ધીઓ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવા છતાં સંભાવનાઓ અનંત છે. આત્મ-વિશ્વાસ અને માનસિક મજબૂતાઈ મહાન માણસોને અન્યો કરતાં અલગ પાડે છે

પરંપરા કરતાં કંઈક અલગ વિચારતા તેઓ છેવટના ગ્રાહકના દૃષ્ટિકોણથી કારોબારના પડકારોનો સામનો કરે છે. તેમનું માનવું છે કે કારોબાર સમાજની સેવા માટે છે અને આ સિવાય તેનો બીજો કોઈ હેતુ નથી. આથી, સમગ્ર વિશ્વમાં તેમણે પરોપકારી કાર્યો માટે વિપુલ પ્રમાણમાં દાન કર્યું છે

જેક માનું જીવન દર્શાવે છે કે ઉદ્યોગસાહસિક્તા અને નવીનતા સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને કોઈ સરકાર ન કરી શકે તેવા અવિરત વિકાસને સક્ષમ બનાવે છે. લાખો લોકો માટે રોજગારીનું સર્જન કરવાથી લઈને સમગ્ર વિશ્વમાં વિકાસ કાર્યક્રમોના પ્રાયોજક બનતા સમાન સમાજની તેમની પહેલ અજોડ છે

જેક મા ‘ક્રેઝી જેક’ તરીકે ઓળખાય છે, જે તેમના માટે અન્યાયપૂર્ણ લાગે છે, પરંતુ બ્રાન્ડ પ્રત્યે તેમના લગાવની કદાચ વિશ્વને અત્યારે જરૂર છે

If you are looking forward to making your brand grow like Alibaba and need funds for the same, business expansion loans from Reliance Money can give you the much-needed financial assistance