અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

શ્રીમતિ.  નીતુ   ગોયલ,  સિનિયર   મેનેજર   ફાઉન્ડેશન   ફોર   એમએસએમઇ   ક્લસ્ટર્સ   (એફએમસી)

શ્રીમતિ. સુચિસ્મિતા  નાયક, મેનેજર, એફએમસી

પૂર્વ ભૂમિકા
બારગઢ ઓડિશાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો છે જ્યાં ખેતી મુખ્ય પ્રવૃતિ છે. બંધની હાજરીના કારણે અહીં મોટા પાયા પર ચોખાની ખેતી થાય છે અને તેને 'ઓડિશાના ચોખાના કટોરા' તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે આ વિસ્તારમાં નોંધપાત્ર પ્રમાણમાં ચોખાની મિલોનું અસ્તિત્વ જોવા મળે છે. આ વિસ્તારમાં લગભગ 60 વર્ષ પહેલાં મિલ પ્રવૃતિની શરૂઆત થઇ હતી. અગાઉ અહીં વાર્ષિક 100 મિલિયન ટન ચોખાની ક્ષમતા ધરાવતા 95 એકમોનો સમૂહ હતો. ત્યાર બાદ એફસીઆઇ દ્વારા ખરીદીમાં સહાયતાના કારણે 2001-05ના સમયગાળા દરમિયાન એકમોની સંખ્યા વધીને 150 સુધી પહોંચી ગઇ. 2004-05માં કુલ ઉત્પાદન 0.5 મિલિયન ટન હતું અને સમૂહોનું અંદાજિત ટર્ન ઓવર 2005માં આશરે રૂ.10 અબજ હતું

 

પ્રક્રિયા

બારગઢ ચોખા મિલ સમૂહોનો નિદાનાત્મક અભ્યાસ, ટેસ્ટિંગ લેબ ધરાવતા સોલવન્ટ નિષ્કાસન પ્લાન્ટ માટે સામાન્ય સુવિધા કેન્દ્રની જરૂરિયાત દર્શાવે છે. તેવો અંદાજ લગાવવામાં આવે છે કે ચોખાનું એક ટન ઉત્પાદન 0.17 ટન રાઈસ બ્રાનનું ઉત્પાદન કરે છે. 2005માં સમૂહોમાંથી કુલ રાઈસ બ્રાનનું ઉત્પાદન 85,000 ટન હતું. આ રાઈસ બ્રાનનું સ્થાનિક રૂ.15,000 પ્રતિ ટનની કિંમતે વેચાણ કરાયું હતું. શ્રી પિતાંબર પારિદા, ઉદ્યોગોના આસિસ્ટન્ટ ડિરેક્ટર, ઓડિશા (ભૂતપૂર્વ સમૂહ વિકાસ અધિકારી) દ્વારા રાઈસ બ્રાનની ઉપયોગિતા વિશે જાગૃતિ સર્જવામાં આવી હતી. રાઈસ બ્રાનમાંથી તેલ કાઢી શકાય છે.

 

પ્રક્રિયા


અધિકારીઓએ કાચી સામગ્રી તરીકે કચરાંના ઉપયોગ અને તેના ફાયદાની સંભાવના અંગે સાથી સભ્યો સાથે ચર્ચા કરી હતી. તેલ કાઢવા અને તેના પરીક્ષણ એકમ માટે પ્લાન્ટ અને મશીનરીનો અંદાજિત ખર્ચ રૂ.38 મિલિયન હતો જે વ્યક્તિગત એમએસએમઇ માટે સહન કરવો મુશ્કેલ હતો. આથી, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસોના મંત્રાલય (એમઓએમએસએમઇ)ની એમએસઇ-સીડીપી યોજના હેઠળ સંગઠન રચવામાં આવ્યું અને એમઓએમએસએમઇના છત્રછાયા અને રાજ્ય સરકારની સહાયતામાં બારગઢ ચોખા મિલ કોન્સોર્ટિયમ (બીએસએમસી) રચવામાં આવ્યું. સીએફસીમાં પરીક્ષણ અને સોલવન્ટ નિષ્કર્ષન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.55.6 મિલિયન હતો જેમાંથી એસપીવી સભ્યોએ રૂ.31.494 મિલિયનનું યોગદાન અને કેન્દ્ર સરકારે રૂ.24.495 મિલિયનનો ફાળો આપ્યો હતો.
150 ટન પ્રતિ દિવસ (ટીપીડી) નિષ્કર્ષન પ્લાન્ટની ક્ષમતા સાથે વર્ષ 2010માં સીપીસીની સ્થાપના કરાઇ હતી

 
Figure 2 Extraction facility in CFC

સીએફસીના ફાયદાઓ:
સીએફસીની સ્થાપના 2014માં કરાઇ હતી અને ત્યારથી આ ક્ષેત્રમાં ચોખા મિલ માલિકોએ અનેકગણો ફાયદો મેળવ્યો છે, જેમ કે:

  1. રાઈસ બ્રાનની કિંમત:સીએફસીમાં રાઈસ બ્રાનના ઉપયોગના કારણે ચોખાની રાઈસ બ્રાનની કિંમતમાં 30% જેટલો વધારો થયો છે.
  2. વધુ બગાડ અટકાવે છે:ચોખાની રાઈસ બ્રાન નાશવંત પદાર્થ હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન અખાદ્ય બનવાનું વલણ ધરાવે છે. સીએફસીનું અસ્તિત્વ આ બગાડ રોકવામાં મદદ કરે છે કારણ કે ઉત્પાદનના જ દિવસે રાઈસ બ્રાનની પ્રક્રિયા કરાય છે.
  3. સોદો કરવાની શક્તિ વધારે છે: સીએફસીની સ્થાપના પહેલા, મોટાભાગના મિલ માલિકોને રાજ્યની બહાર રાઈસ બ્રાનનું વેચાણ કરવાની ફરજ પડતી હતી, જે સામાન્ય રીતે કિંમત નિર્ધારણના વિવાદમાં પરિણમતી હતી. પરંતુ હવે તેમને તેમની પેદાશની યોગ્ય કિંમત મળે છે અને તે ખરીદકર્તાના બજારમાંથી વેચાણકર્તાનું બજાર બન્યું છે.

 

અસર
  1. એકમોની સંખ્યામાં વધારો:ચોખાના રાઈસ બ્રાનની કિંમતો વધી હોવાથી, એકમોની સમગ્રપણે નાણાકીય ક્ષમતા સુધરી છે અને તેથી 2005માં એકમોની સંખ્યા 95 હતી જે વધીને 2016માં 102 પર પહોંચી છે.
  2. રોજગારી: સીએફસીએ સંચાલક, મશીન ઓપરેટર, કામદારો વગેરે જેવી પ્રવૃતિઓમાં 100 લોકો માટે સીધી રોજગારીની તકોનું સર્જન કર્યુ છે.
  3. ટર્નઓવર: ચોખાની મિલના એકમો જે અગાઉ ચોખાના રાઈસ બ્રાનનું ₹15,000 પ્રતિ ટન સ્થાનિક વેચાણ કરી રહ્યાં હતા તેઓ હવે રાઈસ બ્રાનનું સીએફસીને પ્રતિ ટન ₹21000ની કિંમતે વેચાણ કરે છે. આ રીતે સમૂહના ટર્નઓવરમાં 20-25% નો વધારો થયો છે.
  4. નિકાસ: સમૂહે નિકાસ લાઇસેન્સ માટે અરજી કરી છે અને ચોખાની રાઈસ બ્રાનના તેલની નિકાસ માટે સંભાવનાઓ તપાસી રહ્યાં છે.

વિશેષાર્થ

શ્રી રોહિત ગિંગાલ, મેનેજિંગ ડિરેક્ટર, રાજિબ લોચન ચોખા મિલ

 

જ્યારે મે મારો ચોખાની મિલનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે કુલ ઉત્પાદન 5 ટન પ્રતિ કલાક હતું. આ ઉત્પાદન પિલવાની પ્રક્રિયામાં મારા એકમમાં 0.8 ટન રાઈસ બ્રાનનું ઉત્પાદન થતું હતું. આ સ્થાનિક વેપારીને ₹15,000 પ્રતિ ટનની કિંમતે વેચાતું હતું. કેન્દ્રની સ્થાપના પછી રાઈસ બ્રાન ₹21,000 પ્રતિ ટનની કિંમતે વેચાય છે. હવે સીએફસીનો બમણો ફાયદો છે (એ) બગાડનો ઉપયોગ થાય છે (બી) આવકમાં વધારો થાય છે