અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

Goods and Service Tax – The Biggest Indirect Tax Reform Cleared In Parliament
Compiled by Mr. Aakash Mehta
Reliance Commercial Finance - Economic Intelligence team.

ભારતમાં આપણે દર વર્ષે સારા ચોમાસાની આશા રાખીએ છીએ! માહિતી (સુધારેલી) વરસાદ તો પડે છે પરંતુ આ વર્ષે સંસદમાં આઝાદી પછીનો સૌથી મોટો અપ્રત્યક્ષ કરવેરા સુધારો પસાર થાય તે માટે દરેક વ્યક્તિ ખૂબ જ સારા ચોમાસાની પ્રતિક્ષામાં હતી. હા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હવે સૂપેરે અમલમાં આવી ગયો છે. જીએસટી બિલ 3 ઓગસ્ટે રાજ્યસભામાં સાત કલાકની લાંબી ચર્ચા પછી લગભગ સર્વસંમતિથી પસાર થઈ ગયું. આ ઐતિહાસિક સુધારાએ ભારતમાં એકસમાન બજાર ઉભુ કર્યું છે અને તેનાથી ભવિષ્યમાં ભારતના અર્થતંત્રની વૃદ્ધિ અને વિકાસમાં પણ મદદ મળશે.
ચાલો જીએસટી બિલનું અર્થઘટન કરીએ અને ભારતના અર્થતંત્ર પર તેના અમલની અસરો સમજીએ


જીએસટી શું છે?
“ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” (વસ્તુ અને સેવા કર) એ સમગ્ર ભારતમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ તેમજ વપરાશ પર લેવામાં આવતો વ્યાપક (સર્વસમાવિષ્ટ) અપ્રત્યક્ષ કર (ઈનડાયરેક્ટ ટેક્સ) છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાલમાં લેવામાં આવતા કરવેરાઓનું સ્થાન લેશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈનપુટ ક્રેડિટ ટેક્સ પદ્ધતિના આધારે વસ્તુ અથવા સેવાઓના વેચાણ અને ખરીદીના દરેક તબક્કે લાગશે અને એકત્ર કરાશે. આ પદ્ધતિના કારણે જીએસટીમાં નોંધણી કરાવેલા વ્યવસાયિકોએ તેમની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે તેમણે કરેલી વસ્તુઓ અને સેવાઓની ખરીદી પર જીએસટીના મુલ્યની ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે. કરપાત્ર વસ્તુઓ અને સેવાઓ એકબીજાથી અલગ ન કરી શકાય અને ગ્રાહક સુધી વસ્તુઓ અથવા સેવાઓ પહોંચે ત્યાં સુધી એક જ સળંગ સાંકળમાં તેના પર ટેક્સ લાગે છે


જીએસટીનું સૂચિત માળખુઃ:
અધિકારપ્રાપ્ત સમિતિ દ્વારા ભારતમાં બેવડી જીએસટી સિસ્ટમના અમલનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જીએસટી બે ભાગમાં વિભાજિત રહેશે

  • સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી)
  • સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી)

એસજીએસટી અને સીજીએસટી બંને આર્થિક વ્યવહારના કરપાત્ર મુલ્ય પર લેવા પાત્ર રહેશે. અમુક (આલ્કોહોલ, પેટ્રોલિયમ અને સ્ટેમ્પ ડ્યુટી)ને બાકાત કરતા તમામ વસ્તુઓ અને સેવાઓ જીએસટી હેઠળ આવરી લેવાશે અને સેવા તેમજ વસ્તુઓ વચ્ચે કોઈ તફાવત નહીં રહે. જીએસટી સિસ્ટમમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી, એડિશનલ એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, રાજ્યનો વેટ, મનોરંજન કરવેલો વગેરે એક જ નેજા હેઠળ આવરી લેવાશે


આ સુધારાની અન્ય એક મહત્વની પરિકલ્પના રેવેન્યૂ ન્યુટ્રલ રેટ (આરએનઆર) છે. રેવેન્યૂ ન્યુટ્રલ રેટ એક જ દર છે જેમાં જીએસટીના અમલમાં કેન્દ્ર તેમજ રાજ્યોને કોઈ મહેસુલ ખાધ નહીં પડે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દરો નક્કી કરવા માટે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનના વડપણ હેઠળ સરકાર દ્વારા એક પેનલની રચના કરવામાં આવી છે, તેમણે 15.0-15.5% રેવેન્યુ ન્યુટ્રલ રેટની ભલામણ કરી છે જ્યારે આદર્શ રેટ 17-18% છે, જે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર લેવામાં આવશે. પેનલ દ્વારા ત્રિસ્તરીય કરવેરાનું માળખુ સુચવાયું છે જેમાં કેટલીક જીવનજરૂરિયાતની ચીજો 12% દરના ઓછા કરવેરા હેઠળ આવરી લેવામાં આવી છે, જ્યારે કથિત નુકસાનદાયક ચીજો જેમકે વૈભવી કાર, વાયુમિશ્રિત પીણાં, પાનમસાલા અને તમાકુના ઉત્પાદો વગેરેને 40%ના ઉંચા દરમાં આવરી લેવામાં આવી છે, તેમજ બાકીની તમામ ચીજોને 17-18%ના આદર્શ દરમાં આવરી લેવામાં આવી છે. તમામ સેવાઓ પર 17-18%ના આદર્શ દરે કરવેરો લેવામાં આવશે.[]


જીએસટીની અસરો:

  • જીએસટી હેઠળ, કરનું ભારણ ઉત્પાદન અને સેવાઓ વચ્ચે સમાન રીતે વહેંચાઈ જશે. કર આધારમાં વધારો અને છુટછાટમાં ઘટાડો કરીને ઓછા કર દર દ્વારા આ શક્ય બનશે.
  • જીએસટીના કારણે પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત કર વહીવટના યુગનો પ્રારંભ થશે. તેનાથી વર્તમાન સમયમાં અમલી જટીલ અને બહુસ્તરીય નીતિઓ ધરાવતી પુરવઠા સાંકળની ખામીઓમાંથી મુક્તિ મળશે.
  • જીએસટીની મદદથી ભારતમાં એકજ અને એકસમાન બજાર ઉભુ થશે, જેથી વસ્તુઓની હેરફેરમાં લાગતો ખર્ચ અને સમય બચી જશે.
  • તમામ અપ્રત્યક્ષ કરવેરા કાઢી નાખવાથી સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતી વસ્તુઓ અને સેવાઓની પડતર કિંમત ઘટશે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય વસ્તુઓ અને સેવાઓની સ્પર્ધાત્મકતા વધશે અને ભારતની નિકાસમાં વધારો થશે.
  • વસ્તુઓ અને સેવાઓની ઓછી કિંમતના કારણે નિકાસમાં લાભ થવા ઉપરાંત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 2% સુધી વધશે.

Summary:
GST will make India a single market for movement of goods and services although it may create inflationary pressures in the short term. On one hand, where manufacturing sector will get a boost as cost of production will come down, on the other hand the services sector will get impacted due to a higher rate. Major sectors to benefit positively are cement, automobile, logistics, FMCG and media whereas sectors like banks, telecom and consumer discretionary will be impacted negatively


જીએસટી બિલ પસાર કરવા માટે રાજકીય અવરોધો તોડી દેવામાં આવ્યા છે અને વિપક્ષના સહયોગ સાથે સરકારે ખૂબ જ અદભુત કામગીરી બજાવી છે. જીએસટીના દરો હજુ પણ ચિંતાનો વિષય છે અને આમ, અંતિમ બિલનો મુસદ્દો મંજૂરી માટે ફરી શિયાળુ સત્રમાં સંસદમાં લાવવામાં આવશે. ડૉ. અમિત મિત્રા (રાજ્ય નાણામંત્રીની જીએસટી કમિટિના ચેરમેન અને પશ્ચિમ બંગાળના નાણામંત્રી)એ જણાવ્યું હતું કે, “બિલની વિગતોમા દૂરાત્મા છુપાયેલો છે” અને આથી, બિલના અંતિમ મુસદ્દાની છેલ્લી નકલ સુધી આપણે રાહ જોવી પડશે.
જીએસટીની મદદથી જે વ્યવસાયો કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે તે વધુ સરળતાથી ચલાવવામાં મદદ મળશે. ભારતીય કંપનીઓ અને ભારતમાં કામગીરી ધરાવતી વિદેશી કંપનીઓ આ સુધારો જેટલો ઝડપથી અમલમાં આવે એટલી વધુ આનંદિત થશે. આ સુધારાથી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ઉત્પાદનને પણ નવો વેગ મળી શકે છે


જીએસટી બિલ સૌપ્રથમ વખત વર્ષ 2007માં શ્રી ચિદમ્બરમે સંસદમાં રજૂ કર્યું હતું. તે પછી નવ વર્ષના લાંબા અંતરાલ બાદ, રાજ્યોના નાણામંત્રીઓની ત્રણ અધિકારપ્રાપ્ત કમિટિ, સંખ્યાબંધ વખત સંસદના સત્રોની મોકુફી પછી, આપણે હવે, જીએસટીના સપનાને 2016માં સાકાર થતું જોઈશું. આ ખરેખર અન્ય એક મોટા સુધારા સાથે સુધારના 25 વર્ષની ઉજવણીની ઘડી છે, અને ચાલો સૌ આશા રાખીએ “એક ભારત, સારું ભારત”.