અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

કેવી રીતે ફ્લિટ મેનેજમેન્ટ તમારા ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાયને પ્રગતિની પાંખો આપી શકે છે તે અહીં જાણો

તમારી પ્રોડક્ટ તૈયાર કરવાના સ્થળેથી ગ્રાહકોના હાથમાં પહોંચાડવા માટે અવરોધ વગરનું પૂરવઠા ચેઈન મેનેજમેન્ટ હોવું આવશ્યક છે. તેમાં આયોજન અને અમલીકરણનો એકીકૃત અભિગમ હોવો આવશ્યક છે કારણ કે તેમાં અબજો ડોલરની કિંમતનો જથ્થો પણ શામેલ હોઈ શકે છે

આઈટીથી સજ્જ ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ એટલે કાફલા સંચાલન પ્રણાલીઓએ વૈશ્વિક સ્તરે ઓછા ખર્ચની કામગીરીઓના યુગમાં એક નવી શરૂઆત કરી છે. વૈશ્વિક સંશોધન અને સલાહકાર સંસ્થા ગ્રેટનરના અનુમાન અનુસાર ફ્લિટ મેનેજમેન્ટનું બજાર વર્ષ 2021 સુધીમાં વધીને 21 અબજ USDનો આંકડો વટાવી જશે. આ સિસ્ટમ્સ દુનિયાભરમાં કંપનીઓને તૈયાર મેપિંગ ઉકેલો પૂરા પાડશે

સાસ (Saas) આધારિત નવી જનરેશનની ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ઓછા ખર્ચે વધુ અસરકારક કાર્યક્ષમતાનું વચન આપે છે. તે ફ્લિટ ચાલકોને બહુવિધ ઓન-ફિલ્ડ લાભો લેવા માટે વ્યૂહાત્મક આંતરિક બાબતોને બળ પૂરું પાડે છે જેથી તેઓ નાણાંની બચત કરી શકે

ફ્લિટ હસ્તાંતરણ અને કામગીરી ખર્ચ ટ્રાન્સપોર્ટ કંપની પર એક જ મોટો બોજારૂપ ખર્ચ રચે છે. ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ તેમને ફ્લિટ ઉપયોગીતા, જાળવણી અને ઈંધણના ખર્ચ પર નજર રાખવાની સુવિધા આપે છે

તેનાથી ફ્લિટ(પરિવહન માટેનું વાહન)ના જીવનકાળ દરમિયાન લાંબાગાળે મહત્વપૂર્ણ બચત થાય છે. આ થવાનું કારણ એ છે કે રિપેરિંગ અને સમારકામ ચક્રોનું શિડ્યુલ અગાઉથી નક્કી કરી શકાય છે. આના કારણે ડાઉનટાઈમ ઘટાડી શકાય છે અને ડિલિવરી માટે અગાઉ કરેલા વાયદા પૂરા કરવામાં મદદ મળી શકે છે. ફ્લિટની વધારે ઉપયોગીતાથી ચાલકોને વધુ સારી આવક થાય છે

સમયમાં ઘટાડો અને ઉત્પાદકતા વધારો

ઈન-હાઉસ ટીમ પાસે મોટાભાગે તેમના હાથમાં એવા સંખ્યાબંધ કાર્યો હોય છે જેમાં તેમણે સતત ધ્યાન આપવું પડે છે. પરખાયેલી ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સૌથી મહત્વપૂર્ણ કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવામાં અને તેના પર ધ્યાન આપવામાં મદદ કરી શકે છે જેથી છેવટે તમારો સમય પણ બચી જાય છે

આવી સિસ્ટમ્સ દ્વારા આપવામાં આવતી આંતરિક વિશ્લેષણની માહિતીઓ નિયમિત કાર્યો પાર પાડવા માટે જરૂરી લોકોની સંખ્યા ઘટાડવામાં અને ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે

વાસ્તવિક સમયમાં ફ્લિટ કામગીરીઓ પર દેખરેખ રાખો

એકધારા પરફોર્મન્સ માટે ફ્લિટની કામગીરીઓ પર વાસ્તવિક સમયે નજર રાખવી અને તેના પર દેખરેખ રાખવી પડે છે. સ્થાન ટ્રેકિંગ, રૂટનું આયોજન અને ઓન-રોડ પરફોર્મન્સના વિશ્લેષણથી ટ્રાન્સપોર્ટ કંપનીઓને દૈનિક ધોરણે તેમના સ્ત્રોતોની ફાળવણીમાં ઘણી સારી મદદ મળી શકે છે

કામગીરી સંબંધિત ડેટાનો અભ્યાસ કરવાથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે અને તેનો ઉપયોગ બિનકાર્યક્ષમતાઓ ઘટાડવા માટે ગુણવત્તા નિયંત્રણ માપદંડનો અમલ કરવામાં થઈ શકે છે

સલામતીમાં વધારો થાય છે

સોફ્ટવૅર આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સનો અભિન્ન હિસ્સો હોય છે અને તેના કારણે વ્યાપકપણે ભાવી સમારકામનો સંકેત મેળવી શકાય છે. જે વાહનમાં બ્રેકડાઉન થવાનું જોખમ હોય તે વાહનને ઓળખીને તેમાં વૈકલ્પિક ઉકેલોનું સૂચન કરતા હોવાથી વાહનની સલામતી વધી શકે છે

વિવિધ અનુપાલનો વિશે વાસ્તવિક સમયની સ્થિતિની માહિતી આપતા હોવાથી ડ્રાઈવરની સલામતીમાં વધારો થાય છે અને કન્સાઈન્મેન્ટ કોઈ પણ દુર્ઘટના વગર સમયસર ગંતવ્ય સ્થાને પહોંચે તેની સંભાવના વધે છે

ઝડપી નિર્ણય લો

વધતી માંગને ધ્યાનમાં રાખતા કામગીરીનું અમલીકરણ થઈ શકે તેવી બૌદ્ધિકતાના આધારે ઝડપથી નિર્ણય લેવા પડે છે. ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ ટાળી શકાય તેવી ભૂલો રોકવામાં મદદ કરી શકે છે લાંબા સમય સુધી ચાલતી ચીજો ખરીદવામાં મદદ કરી શકે છે જેથી તમારા ફ્લિટની કામગીરી સરળતાથી અને કાર્યક્ષમ રીતે તમે પાર પાડી શકો. ચાવીરૂપ કામગીરીઓના મેટ્રિક્સ પણ મેનેજર્સને આકસ્મિક સ્થિતિઓનું વધુ અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરે છે

ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ મોંઘી હોય છે, ટેક્નોલોજી સાધનોની ખરીદી, સોફ્ટવૅર લાઈસન્સ, ઈન્સ્ટોલેશન સર્વિસ, નિયમિત મેન્ટેનન્સ અને તાલિમ સત્રોના આયોજનમાં નોંધપાત્ર પ્રમાણમાં ભંડોળની જરૂર પડે છે. તેમાં વાહનનું ટ્રેકિંગ, રૂટનું આયોજન, સલામતી ટ્રેકિંગ, ડ્રાઈવરની વર્તણૂકનું સંચાલન અને સેલ્સ ઑર્ડર મેનેજમેન્ટ સહિત અન્ય પરિબળોનો સમાવેશ થાય છે

તમારો વ્યવસાય સારી રીતે ચાલી શકે તે માટે તમે રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોનની મદદથી આવા ખર્ચાઓને પહોંચી શકો છો. કાર્યક્ષમ ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ તમને સંસ્થામાં કાર્યક્ષમતા લાવવામાં અને તમારા રોકાણનું વળતર વધારવામાં મદદરૂપ થઈ શકે છે