અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ઉપકરણો માટેના ધિરાણથી બાંધકામ કંપનીઓ કેવી રીતે લાભ મેળવી શકે છે?

બાંધકામના વ્યવસાયમાં સતત ઉતારચઢાવ આવે છે, અને બીજા કોઈ પણ વ્યવસાયની જેમ, તેમાં પણ જોખમો અને અનિશ્ચિતતાઓ છે. આર્થિક અનિશ્ચિતતા અને બેંકો પાસેથી સુરક્ષિત ધિરાણ માટેના આકરા માપદંડોના કારણે આ વ્યવસાયને નફા સાથે ચલાવવાનો પડકાર વધી ગયો છે. બાંધકામ કંપનીઓને આ વ્યવસાયમાં ટકી રહેવા માટે બાંધકામના ઉપકરણો માટે લોન મેળવવી અને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવા ઉપકરણો મેળવવા એ ખૂબ જ મહત્વનું થઈ ગયું છે

બાંધકામ કંપનીઓમાં ઉપકરણો માટેના ધિરાણની લોકપ્રિયતા વધી છે કારણ કે આ તેમની જરૂરિયાતો પ્રમાણે ખૂબ સારી રીતે અનુકૂળ છે. આ પ્રકારના ધિરાણમાં, ધિરાણ આપનાર એવું બિઝનેસ ફાઈનાન્સ આપે છે જે ઉપકરણ દ્વારા સુરક્ષિત હોય છે. આથી, ખરેખર તો આ એવી સુરક્ષિત લોન છે, જેમાં લોનની રકમ જામીન ઉપકરણની રકમ કારતાં વધારે નથી હોતી. તેનો સમયગાળો પણ, સંબંધિત ઉપકરણની ઉપયોગી આર્થિક આવરદા કારતાં વધુ નથી હોતો

ઉપકરણો માટેની લોનથી બાંધકામ કંપનીઓને કેવી રીતે ફાયદો થાય છે તે અહીં જણાવ્યું છે

 

મૂડીનું સંરક્ષણ

આ લોન મૂડીનાં સંરક્ષણનો લાભ આપે છે. આ શક્ય છે, કારણ કે કંપનીએ ઉપકરણ ખરીદવા માટે મોટી અને મોંઘી લોન લેવાની જરૂર નહીં પડે. વધુમાં, આ પ્રકારના ધિરાણનો ઉપયોગ સંભવિતપણે અપેક્ષિત પ્રોડક્શન આઉટપુટ ન આપી શકનારી મિલકતો સાથે સંકળાયેલી અનિશ્ચિતતાને ઘટાડવા માટે પણ થઈ શકે છે

 

મિલકતનું વ્યવસ્થાપન

ઉપકરણો માટેના ધિરાણથી મળતા મુખ્ય લાભોમાંથી એક મિલકતનું વ્યવસ્થાપન છે. તેના કારણે સુનિશ્ચિત થાય છે કે, આ મિલકતની ડિલિવરીથી માંડીને ઈન્સ્ટૉલેશન અને મેન્ટેનન્સથી માંડીને નિકાલ સુધીના સંપૂર્ણ આવરદાગાળામાં તેનું શ્રેષ્ઠ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે

 

અપડેટ થયેલા ઉપકરણ

ઉપકરણ માટેના ધિરાણના પીઠબળના કારણે બાંધકામ કંપની સમય સમયે અપડેટ થતા ઉપકરણો સાથે કામ કરી શકે છે, તેઓ સક્ષમ બની શકે છે અને સ્પર્ધાત્મક બજારમાં પણ પ્રગતી કરી શકે છે. અદ્યતન ઉપકરણો મોટાભાગે મોંઘા હોય છે, અને બધી કંપનીઓ પાસે એક સાથે તે ખરીદવા માટે ભંડોળ હોતું નથી

આ પ્રકારના ધિરાણની મદદથી, તેમણે એક વખતમાં જ બધી રકમ ચૂકવવાની જરૂર નથી હોતી, પરંતુ તેના બદલે, તેઓ લાંબા સમયગાળામાં ટુકડે ટુકડે ચૂકવણી કરી શકે છે

 

વ્યવસાય ચક્રમાં અનુકૂળતા

કેટલાક પ્રકારના કરારમાં મોસમમાં જોવા મળતા ઉતારચઢાવને ધ્યાનમાં લેવામાં આવે છે જેની અસર વ્યવસાય પર પડે છે. આ કિસ્સામાં, આવા પ્રકારના ધિરાણથી જ્યારે પ્રોજેક્ટ તેના વૃદ્ધિના તબક્કામાં હોય અને ઉપકરણમાંથી આવક ઉભી ન થતી હોય ત્યારે માસિક ચૂકવણીઓ ઓછી થઈ જશે અને તેનાથી વિરુદ્ધ સ્થિતિમાં તે વધી જશે

 

ઘસારા વ્યવસ્થાપન

ઉપકરણ માટેના ફાઈનાન્સિંગમાં, સામાન્યપણે એવી જોગવાઈ હોય છે જે ઘસારા પામેલા ઉપકરણના ઝડપી અને સરળ અપડેટ્સ માટે મંજૂરી આપે છે. આ જૂના થયેલા ઉપકરણને નવા ઉપકરણથી બદલવામાં મદદ કરશે. ઉપકરણ માટેના ધિરાણની કંપનીઓ તેમના બાંધકામ ઉપકરણોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા વેન્ડર સાથે કામ કરે છે

 

ખર્ચનું બહેતર આયોજન

એક જ સમયે નોંધપાત્ર મૂડી ખર્ચની ફાળવણી કરવાથી બજેટમાં મોટી વધઘટ થાય છે તેના બદલે, ઉપકરણ માટેની લોન દ્વારા એકધારું બજેટ જાળવી રાખવામાં મદદ મળતી હોવાથી ખર્ચનું આયોજન કરવામાં સહાયતા મળી રહે છે

રિલાયન્સ મની આકર્ષક ઉપકરણ ધિરાણ દરો સાથે બાંધકામ માટેનાં ઉપકરણોની લોન આપે છે. એટલું જ નહીં, પણ ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઈમ (મંજૂરી) સાથે અમારી પ્રક્રિયા પણ ઘણી સરળ છે જેથી તમારે જરૂર હોય ત્યારે તમે ભંડોળ મેળવી શકો છો. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો