અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ડિજિટલ ધીરાણ એસએમઈને કેવી રીતે મદદરૂપ થાય છે

દરેક બાબતોની જેમ ટેક્નોલોજીના આગમનથી ડિજિટલ ધીરાણ શરૂ થતા ધીરાણકાર્ય પણ વધુ સરળ, ઝડપી અને અનુકૂળ બની ગયું છે. હાલમાં પણ પરંપરાગત ધીરાણ પદ્ધતિમાં બેંકમાં જવાનું અને સંખ્યાબંધ ફોર્મ ભર્યા પછી લોન મળે છે, જ્યારે ડિજિટલ ધીરાણ એસએમઈને સંખ્યાબંધ લાભો પૂરા પાડે છે

ડિજિટલ ધીરાણ કેવી રીતે મદદરૂપ થાય છે તે અહીં જણાવ્યું છે

 

બિનપરંપરાગત અભિગમ

ડિજિટલ ધીરાણે એનબીએફસીને કેટલાક બિનપરંપરાગત અભિગમો અપનાવવાનો માર્ગ આપ્યો છે જે એસએમઈ માટે લાભદાયી છે. ઉદાહરણ તરીકે, સંખ્યાબંધ બિનસંબંધિત દસ્તાવેજોનું સ્કેનિંગ કરવાના બદલે, ધીરાણકર્તાઓ હવે સંખ્યાબંધ મૂળભૂત ડેટા પોઈન્ટ્સની સાથે સાથે ક્રેડિટ સ્કોરકાર્ડ્સનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક તો ઉમેદવારોની આર્થિક વર્તણુક જેવા માહિતીના વિશ્લેષણ માટે ટેસ્ટ લે છે. ખરેખર તો, એવા પણ ઘણા ધીરાણકર્તાઓ છે જેઓ તમારા ક્રેડિટ સ્કોરનો એક્સેસ મેળવવા માટે સોશિયલ મીડિયા મેટ્રિક્સનો ઉપયોગ કરે છે

આના કારણે ધીરાણ આપનારાઓ માટે કોઈ પણ ગેરેન્ટર અથવા જામીન વગર એસએમઈને માત્ર મૂળભૂત દસ્તાવેજોના આધારે બિનસુરક્ષિત ધીરણ આપવાનો માર્ગ મોકળો થયો છે. પરંપરાગત ધીરાણ સિસ્ટમમાં આવી કોઈ બાબત વિચારી પણ ન શકાય

 

સરળ અને અનુકૂળ

પરંપરાગત રીતે ધીરાણ મેળવવા માટે, કોઈ પણ વ્યક્તિને આર્થિક સંસ્થાઓ પાસે રૂબરૂ જવું પડે અને ઘણા દસ્તાવેજો આપવા પડે તેમજ ફોર્મ ભરવા પડે. ડિજિટલ ધીરાણમાં તમે આવી તમામ મુશ્કેલીઓથી બચી શકો છો

ડિજિટલ ધીરાણમાં તમામ સંબંધિત માહિતી એકત્ર કરવા માટે માહિતીના ખાનગી અને જાહેર સ્ત્રોતોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછું પેપરવર્ક કરવા માટે તેઓ બોટ્સ તેમજ ચોક્કસ પ્રકારે તૈયાર કરવામાં આવેલા અલગોરિધમનો ઉપયોગ કરે છે

 

ઝડપી આકારણી

ડિજિટલ ધીરાણ પ્રક્રિયામાં માણસના હસ્તક્ષેપની જરૂર ઘણી ઓછી હોય છે, જેના કારણે ભૂલ અને વિસંગતતા દૂર થઈ જાય છે. તેના કારણે આકારણી ઝડપથી થાય છે અને સાથે સાથે તે અત્યંત સચોટ અને બિનપક્ષપાતી હોય છે

આવી ઝડપી અને ભરોસાપાત્ર આકારણીઓના કારણે વધુ મોટાપાયે ધીરાણ આપવાનું સરળ બની જાય છે. શરૂઆતના સમયમાં ધીરાણ જોખમ આકારણી પૂરી કરવામાં થોડા દિવસ અથવા થોડા અઠવાડિયાનો સમય લાગતો હતો. હવે, ડિજિટલ પ્રક્રિયાની મદદથી આ કામ માત્ર ગણતરીની મિનિટોમાં થઈ જાય છે

 

લોનના નાણાં આપવામાં વધુ ઝડપ

તમારે જ્યારે રોકડા રૂપિયાની જરૂરિયાત હોય, ત્યારે ડિજિટલ ધીરાણ તમારા માટે દેવદૂત સમાન સાબિત થઈ શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર લોનનાં નાણાં આપવાનું કાર્ય માત્ર 2 થી 3 દિવસમાં જ થઈ જાય છે. મોટાભાગની એસએમઈને તેમની પ્રોડક્ટ અથવા સેવાની ડિલિવરી કર્યા પછી અંદાજે 2 -3 મહિનામાં નાણાં આવતા હોય છે, તેની તુલનાએ આટલી ઝડપથી ભંડોળ મળે તે ઘણું મહત્વનું બની જાય છે. લોનનાં નાણાંની ઝડપથી ચુકવણીના કારણે તમારા વ્યવસાયને ખૂબ જ સરળતાથી ચલાવવા માટે જરૂરી કાર્યકારી મૂડીની જરૂરિયાત સંતોષાઈ જાય છે

 

માહિતીપૂર્ણ નિર્ણય

ડિજિટલ ધીરાણના કારણે તમે માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમે વિવિધ ધીરાણકર્તાઓ અને તમારી એસએમઈ માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે તેમના દ્વારા રજૂ કરવામાં આવતી શરતો વિશે અભ્યાસ કરવામાં પૂરતો સમય લઈ શકો છો. વધુમાં, તમે લોન માટે અરજી કરી દો, એટલે મોટાભાગના કિસ્સામાં તમે આખી પ્રક્રિયાની સ્થિતિ ઓનલાઈન જોઈ શકો છો

 

ઓછું વ્યાજ દર

ડિજિટલ ધીરાણના કારણે, સંખ્યાબંધ ધીરાણકર્તાઓ ઓછા વ્યાજદરે લોન આપી રહ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગનાં પગલે ડિજિટલ ધીરાણમાં અંડરરાઈટિંગથી માંડીને કામગીરી ખર્ચ સહિતના સંખ્યાબંધ ખર્ચ ઘટી જવાથી તેમને ઓછો વ્યાજદર પોષાય છે. આમ, ડિજિટલ ધીરાણ એસએમઈ માટે ફાઈનાન્સિંગ (ધીરાણકાર્ય) વધુ પોષાય તેવું બનાવે છે

 

સુરક્ષા

ડિજિટલ ધીરાણમાં ટેક્નોલોજીનો ખૂબ જ વધુ ઉપયોગ કરવામાં આવતો હોવાથી, આર્થિક માહિતી અને તમારી સંવેદનશીલ વિગતોની સુરક્ષા મામલે કોઈ જ બાંધછોડ કરવામાં આવતી નથી. ધીરાણકર્તાઓ તેમના ક્લાયન્ટ્સની તમામ માહિતીઓ એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત રાખવા માટે પૂરતા માપદંડોને અનુસરે છે

ડિજિટલ ધીરાણ ધીરાણકર્તા અને લોન લેનારાઓ વચ્ચે એક સેતુ બનીને તેમની વચ્ચેનું અંતર અસરકારક અને કાર્યક્ષમ રીતે ઘટાડે છે. તેના કારણે અરજી કરવી, અંડરરાઈટિંગ અને નાણાં આપવા જેવી વિવિધ પ્રક્રિયાઓમાં લાગતો સમય ઘટી જાય છે. ઓછા વ્યાજદરે, સુરક્ષા મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર અને ઝડપથી ભંડોળ હાથમાં આવતું હોવાથી એસએમઈના વિસ્તરણ માટે ડિજિટલ ધીરાણ મદદરૂપ થાય છે

અમે, રિલાયન્સ મની ખાતે ડિજિટલ ધીરાણ પ્રક્રિયા દ્વારા ટુ-વ્હીલર લોન માટે નાણાં આપીએ છીએ. કોઈ પણ ટુ-વ્હીલર ડીલરશીપની મુલાકાત લો અને તમારાં સપનાંની બાઈક ઝડપથી ખરીદવા માટે સ્પર્ધાત્મક દરે લોન લેવા લેવા રિલાયન્સ મની ક્વિક એન્ડ ઈઝી ટુ વ્હીલર લોન વિશે પૂછો