અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

નાનો બિઝનેસ માર્કેટ રિસર્ચ કેવી રીતે કરે છે?

બિઝનેસનો વિસ્તાર કરવા માટે માર્કેટ રિસર્ચ (બજારનો અભ્યાસ) અપરિહાર્ય બાબત છે. પુસ્તકો અને ઇન્ટરનેટ પર માર્કેટ રિસર્ચ અંગે અસંખ્ય રીતો આપેલી છે, પરંતુ જો તમે એક SME તરીકે એક સક્ષમ અને કાર્યદક્ષ માર્કેટ રિસર્ચ કરવા માગત હો, તો તમારી અંદર સર્જનાત્મકતાનો વધારાનો હિસ્સો હોય તે એકદમ આવશ્યક છે

નાના બિઝનેસમાટે એક કાર્યક્ષમ અને અસરકારક માર્કેટ રિસર્ચના ફાયદાઓમાં નીચેની બાબતો સામેલ છે

  1. ચોક્કસ અને વિશેષ ટાર્ગેટ ગ્રુપ (લક્ષીત જૂથ)ની ઓળખ

  2. સારી અને વધુ શક્તિશાળી માર્કેટિંગ સામગ્રીના સર્જન માટે સારા માર્ગદર્શક

  3. નવી પ્રોડક્ટના વિકાસ અને ઇનોવેશન માટે ટકાઉ ટૂલ(સાધન)

  4. ખરાબ સ્થિતિ સાથે જોડાયેલા ખતરાને ઘટાડવા માટે સહાયતા

  5. ઉદ્યોગ જગતના નવા પ્રવાહો લોકપ્રિય બને તે પહેલા જ તેમની ઓળખ કરવાની વિશ્વસનીય રીત

અહીં પાંચ એવી ત્રુટી રહિત માર્કેટ રિસર્ચ રીતો આપેલી છે, જેમનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ તે રીતો ખર્ચના સંદર્ભમાં પણ સારી, કરકસર યૂક્ત અને અસરકારક છે

 

1. કૉરા

કૉરાએ બોદ્ધિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જ્યાં યૂઝર પોતાની પસંદગીને લગતા મુદ્દાઓ કે વિષય સંબંધિત પ્રશ્નો મુકી શકે છે અને સાથે જ પોતાના કૌશલ્યો અનુસાર પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. તમે તમારા રસના મુદ્દાઓ સાથે તમારી પ્રોફાઇલ બનાવીને અહીં કામ શરૂ કરી શકો છે, અહીં જ્યારે પણ તમારા રસના મુદ્દા કે વિષય સંબંધિત કોઇ ગતિવીધી થશે, ત્યારે તમને તેની જાણકારી આપવામાં આવશે. આ સોશિયલ સાઇટ તમારા વાસ્તવિક ઓડિયન્સ (શ્રોતાઓ) અને તેઓ શું ઇચ્છે છે, તે જાણવાનો સારો માર્ગ છે. જો તમે આ વિના મુલ્યે ઉપલબ્ધ એમઆર ટૂલનો મહત્તમ ફાયદો ઉઠાવવા માગતા હો, તો તમારા રસના વિષયો સંબંધિત યોગ્ય અને યથાર્થ પ્રશ્નો પોસ્ટ કરવા અને અન્યોની શંકાઓના નિરાકરણમાટે નિષ્ણાત સમાધાન પોસ્ટ કરવાએ સારી શરૂઆત માટેની શ્રેષ્ઠરીત છે. તમે સારી દ્રષ્યતા અને પહોંચ માટે કૉરા પર તમારા બ્લોગને પણ રીપોસ્ટ કરી શકો છો.

2. ફેસબુક ગ્રુપ્સ

બે અબજ કરતા પણ વધારે સક્રિય યૂઝરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું, ફેસબુક નિશ્ચિત રીતે જ સૌથી સારી અનુકૂળ અને મફતમાં ઉપલબ્ધ માર્કેટ રિસર્ચ પ્લેટફોર્મ છે, જેનો આધુનિક સમયના નાના બિઝનેસ દ્વારા સર્વત્ર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તમારે અહીં માત્ર આટલું જ કરવાનું છે કે, તમે ફેસબુકના સર્ચ બારમાં તમારા રસની બાબતને મુકો અને પછી તમને અહીં સંબંધિત ગ્રુપની એક વિસ્તૃત યાદી જોવા મળશે. તમારા જેવા ઉદ્યોગસાહસિક તે પૈકીની કેટલીકની માલિકી ધરાવતા હશે, જ્યારે બાકીના તેવા લોકોના જૂથ દ્વારા સંચાલિત હશે, જેઓ પોતાનાસમાન રસની બાબતો અને વિષયોને લગતા જ્ઞાનની વહેંચણી અને જ્ઞાનની પ્રાપ્તી માટે એક સાથે આવ્યા છે.

તમે એક વાર ગ્રુપના સભ્ય બની જાવ, તે બાદ તમને તમારી પ્રોડક્ટ વિશે, ગ્રાહકોની જરૂરિયાત, તેમના અનુભવો અને અપેક્ષાઓ વિશે ગ્રાહકોના મૂલ્યવાન અભિપ્રાયો જાણવા મળી શકે છે. પરિણાત્મક ડેટાપ્રાપ્ત કરવા એમઆર સર્વે સેમ્પલિંગ પુલની તુલનામાં ફેસબુક તમારી બમણી મદદ કરી શકે છે.

3. સરવે

જો સરવે માટે સાચા સેમ્પલ એકત્ર ના કરાયા હોય, તો સરવે બિનઅસરકારક, સમય લેનારી અને ખર્ચાળ કવાયત સાબિત થઇ શકે છે,. તમે તમારા નાણા અને સમયને યોગ્ય સ્થળે રોક્યા છે, તે બાબત સુનિશ્ચિત કરવા માટે, નાનું અને ચોક્કસ જૂથ પસંદ કરો. તમારુ સેમ્પલ જેટલું અસ્પષ્ટ હશે, તમારો સરવે તેટલો જ બિનઉત્પાદક રહેશે.

ઉદાહરણ તરીકે જોઇએ, તો તમે એક બુટિકના માલિક છો. સરેરશાદિવસે, તમારે ત્યાં માત્ર બે પ્રકારા લોકો જ આવે છે – ગ્રાહકો જેઓ ખરીદી કરે છે અને તેવા લોકો જેઓ ખરીદી નથી કરતા.

સરવે ૧ – તેવા ગ્રાહકોનો સરવે કરો જેઓએ ખરીદી કરી છે, તેમના અનુભવો, જરૂરિયાતો વિશે તેમને પુછો અને પ્રોડક્ટના વિકાસ માટે તેમના સૂચનો માગો.

સરવે ૨ – તેવા લોકો જેઓ બુટિકની મુલાકાત લે છે પરંતું ખરીદી કરતા નથી, તેમને, તેઓએ શા માટે ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો, તેમની અપેક્ષાઓ શું હતી અને તેમને ભવિષ્યમાં શું ઉપલબ્ધ કરાવી શકાય છે તે અંગે પુછો.

એક સારો સરવે મર્યાદિત અને સ્પષ્ટ શબ્દો સાથેના અને માત્ર બિઝનેસને લગતા પ્રશ્નો ધરાવતો હોવો જોઇએ.

4. હરીફોઃ

તમારા હરિફ બજારની હિલચાલને જાણવા માટે સૌથી સારા અને મહત્વપૂર્ણ સ્ટાર્ટિંગ પોઇન્ટ હોઇ શકે છે. તારા હરિફની માર્કેટિંગ સામગ્રીનો ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અભ્યાસ કરો.તેમના ઇનોવેશન અને નવી પ્રોડક્ટ કે સેવાઓ સાથે પોતાને ટકાવી રાખો, તેમની મેઇલિંગ યાદીને સબસ્ક્રાઇબ કરવાનું સુનિશ્ચિત કરો જેથી તમે તેમની નવી પ્રમોશનલ રીતોને જાણવાનું ચુકી ન જાવ.

એક ઉદ્યોગસાહસિક તરીકે તમારે અન્ય માર્કેટિંગ ટીમો પોતાના નવા ગ્રાહકોને આકર્ષવા માટે જેનો ઉપયોગ કરે છે, તે ભાષા અને વ્યક્તિત્વ પર પકડ ધરાવવી જરૂરી છે. બઝસુમો અને એસએમઇરશ જેવા ઓનલાઇન ટૂલ્સ તમને તમારા હરિફની માર્કેટમાં રહેલી કન્ટેન્ટની શક્તિને ઓળખવામાં મદદ કરી શકે છે.

5. વર્તન અને વિશ્લેષણ

તમારી વેબસાઇટ અને તમારા સંભવિત નવા ગ્રાહક વચ્ચેના સંવાદનો અંદાજ મેળવવો હોય,ત્યારે ગૂગલ એનાલિટિક્સના મહત્વ અને તેની કુશળતાને કોઇ હરાવી શકે તેમ નથી. આ એક પરવડી શકે તેવું અને ઝડપી માર્કેટિંગ ટૂલ છે જે તમને જણાવશે કે ખરેખર તમારો કયો માર્કેટિંગ સંદેશ સફળ થયો છે અને કોને પ્રમોટ કરવો જોઇએ, અને સાથે જ આ પણ જણાવશે કે તમારા ટાર્ગેટ ગ્રુપને અસર કરવામાં કયા સંદેશ નિષ્ફળ રહ્યા છે.

ગ્રાહકોના મૂલ્યવાન અભિપ્રાય જાણવા, જેમાં મોટા રોકાણની જરૂર નથી હોતી, તેવા માર્કેટિંગ ટૂલ્સ અને જટિલ સ્ટેટિસ્ટિકલ (આંકડાકિય) ટૂલ્સનું યોગ્ય અને સાચું સંયોજન નિશ્ચિત રીતે જ એસએમઇ માટે ફાયદાકારક હોય છે. આકરી નાણાકીય સરહદો નાના બિઝનેસની પર્યાય છે જેની દરકાર જરૂર પડ્યે એસએમઇ લોન અને સમાન પ્રકારની બિઝનેસ લોન મારફત લઇ શકાય છે