અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે સામગ્રીની ખરીદીને કેવી બદલાવી રહી છે ઈ—કૉમર્સ

ઉત્પાદન વ્યવસાયો નાના હોય કે મોટા, તેઓ પોતાના આગવા પડકારો ધરાવે છે. એસએમઇ તેમના કદ અને રચનાના કારણે તેમની પોતાની આગવી સમસ્યાઓ અને વિધ્નોનો સામનો કરે છે. સ્પર્ધાત્મક રહેવા માટે કંપનીએ સતત નવીન સંભાવનાઓ શોધવી જોઇએ જે તેમને આ પડકારોનો સામનો કરવા અને વ્યૂહાત્મક ફાયદા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. આવી એક રણનીતિ ચીજ-વસ્તુઓની ઉપલબ્ધી પ્રક્રિયા સંબંધિત છે

200 એસએમઇ પર ગ્રેહાઉન્ડ સ્કલ્પ્ટ દ્વારા હાથ ધરાયેલા સરવે અનુસાર 91% કાચી માલસામગ્રીને પ્રાપ્ત કરવાની બાબત તેમના ધંધાનો બીજો સૌથી મોટો પડકાર માને છે. (ધીરાણની પ્રાપ્તિને સૌથી મોટો પડકાર માનવામાં આવ્યો હતો.) સંશોધનમાં ધ્યાન ઉપર આવ્યું હતું કે સ્પર્ધાત્મક કિંમતોનો અભાવ, સમયસર ડિલિવરની સમસ્યા, અનિયમિત સપ્લાય અને સંગ્રહ અને વેરહાઉસિંગ સુવિધા માલ-સામાનની પ્રાપ્તિ સંબંધિત મુખ્ય સમસ્યાઓ હતી જેનો તેઓ સામનો કરતાં હતા

 

જ્યારે મોટાભાગના એસએમઇ આ પડકારો અંગે સુપરિચિત છે જ્યારે નીચેની બાબતોના કારણે તેઓ મર્યાદા અનુભવે છેઃ

 • મર્યાદિત સંખ્યામાં સપ્લાયરની ઉપલબ્ધીઃ:
  એસએમઇ સામાન્ય રીતે માત્ર સ્થાનિક કક્ષાએ કાચી માલસામગ્રીના સપ્લાયર્સ ધરાવતા હોય છે. આ સ્થાનિક સપ્લાયર્સ ઉપર વધારે પડતો ભરોસો તેમના વ્યવસાય સામે જોખમ ઊભું કરે છે, કારણ કે તેઓ નવીન પ્રોડક્ટ અને કાચી માલસામગ્રીની ખૂબ જ ઓછી પ્રાપ્તિ ધરાવતા હોય છે.
 • ગુણવતા અને સાતત્યની સમસ્યાઓ:
  ભારતીય એસએમઇ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો સાથે સ્પર્ધા કરવામાં અસક્ષમ હોય છે. આપણી પ્રોડક્ટને અવાર-નવાર ‘આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો અભાવ’ હોય તે રીતે જોવામાં આવે છે. તૈયાર થયેલા માલ-સામાનની નબળી ગુણવત્તાના મુખ્ય કારણ તરીકે કાચી માલસામગ્રીની નબળી ગુણવત્તા છે. વધુમાં, મર્યાદિત સ્રોતોના કારણે, એસએમઇ આરએન્ડડી સુવિધાઓ વિકસાવવા અને તેમની પોતાની કાચી માલ-સામગ્રી ધરાવવા માટે અસક્ષમ હોય છે.
 • જથ્થાના પડકારોઃ:
  ભારતીય એસએમઇ ભાગ્યેજ જથ્થાના અર્થતંત્રનો લાભ ઉઠાવવામાં સક્ષમ હોય છે કારણ કે તેઓ જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે સક્ષમ હોતા નથી. આ માટેનું એક મુખ્ય કારણ તે છે કે તેઓ નાના સ્થાનિક વિતરક સાથે કામ કરે છે જેઓ કાચી માલસામગ્રીનો વિશાળ જથ્થો સાતત્યપૂર્ણ રીતે પૂરો પાડવા અસમર્થ હોય છે. છેતરપિંડી અને એસએલએની નાદારી અંગેના પડકારો પણ રહેલા છે.
 • પારદર્શક ચૂકવણી વ્યવસ્થાનો અભાવ:
  લઘુ અને મધ્યમ ઉદ્યોગો અવાર-નવાર કાર્યકારી મૂડી સંબંધિત પડકારોનો સામનો કરે છે. આ લાંબી ચૂકવણી સાઇકલની સાથે સાથે બિલિંગ અને ઉધાર નાણાં માટેના અસંગઠિત માળખાના કારણે પણ હોય છે. વધુમાં, જેમ જેમ ભારત ડિજિટલ નાણાકીય વ્યવહારો અને સરળ કર વ્યવસ્થા હાથ ધરશે તેમ તેમ એસએમઇ નાના અને બિનસંગઠિત વિતરકો સાથે કામગીરી કરવાના પડકારનો સામનો કરશે જેઓ નવી પ્રણાલીઓ અપનાવવા માટે તૈયાર નથી.
  આથી, સ્પર્ધાત્મક વ્યવસ્થા વિકસાવવા અને તેનું નિર્માણ કરવા કાચી માલસામગ્રીની મુખ્ય સંપૂર્ણ પ્રાપ્તિ પ્રક્રિયા અનિવાર્ય બની જાય છે. એસએમઇ ઉદ્યોગમાં વિશ્વસનીયતા અને કટિબદ્ધતા દાખલ કરવા માટે સમયની માગ કાચી માલ-સામગ્રીની પ્રાપ્તિ માટે નવી, ખુલ્લી, પરિવર્તનશીલ અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાનો અને સ્થિરતા અને દૂરંદેશિતાના નિર્માણનો છે જે તમામ સંકેતો બીટુબી કાચી માલ-સામગ્રીની પ્રાપ્તિનું ભવિષ્ય ઓનલાઇન દર્શાવે છે!
 

ઇકોમર્સ તફાવતઃ
એસોચેમ- ફોરેસ્ટરના અભ્યાસ અનુસાર 2020 સુધીમાં બીટુબી ઇ-કોમર્સ 120 ડોલરની સપાટી વટાવી જાય તેવી અપેક્ષા છે. વાસ્તવમાં, કેટલાક અભ્યાસો દાવો કરે છે કે બીટુબી ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઇન્વેન્ટરીનો ખર્ચ 40% સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે

ઇ-કોમર્સના ફાયદાના કારણો નીચે આપેલા છેઃ

 • કોઇપણ સ્થાનેથી ઉદભવઃ:
  પાવરટુ એસએમઇ, ટ્રેડોહબ અને ઇન્ડિયામાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ સમગ્ર વિશ્વના વિક્રેતાઓ અને સપ્લાયર્સના ઘર છે. આ પ્લેટફોર્મ ઉપરથી એસએમઇ ખરીદી એક જ પ્રકારની કાચી માલસામગ્રી માટે બહુવિધ પસંદગીની તકો પૂરી પાડે છે. આ બાબત ભરપૂર પ્રમાણમાં સંભાવનાઓનો અવકાશ ખોલે છે.
 • જેઆઇટીનું અમલીકરણ અને વેરહાઉસિંગ ખર્ચમાં ઘટાડોઃ:
  બીટુબી ઇ-કોમર્સ એસએમઇને તેમની મોટાભાગની કાર્યકારી મૂડોનો ઉપયોગ કરવાની ક્ષમતા આપે છે કારણ કે તેઓ હવે કાચી માલસામગ્રીની પ્રાપ્તિ માટે જેઇટી (જસ્ટ ઇન ટાઇમ)ની રણનીતિઓનો અમલ કરી શકે છે. આ તેમને વધારે અસરકારક રીતે આયોજન કરવામાં પણ મદદ કરે છે અને તેમની ઉત્પાદન પ્રક્રિયામાં યોગ્ય સમયે સૌથી સુસંગત કાચી માલસામગ્રી અસરકારક રીતે આયોજન અને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. એસએમઇ તેમને કાચી માલસામગ્રીનો જથ્થો ઘટાડવામાં પણ મદદ કરે છે, જેથી તેઓ વેરહાઉસિંગનો ખર્ચ લઘુતમ કરી શકે છે.
 • ઊચી ભાવતાલ ક્ષમતા:
  બીટુબી ઇ-કોમર્સ કંપનીઓ મુખ્ય ઉત્પાદકો પાસેથી સીધો જ માલ પ્રાપ્ત કરતી હોવાથી તેઓ ઊચું ડિસ્કાઉન્ટ અને પસંદગીની કિંમતોનો લાભ ઉઠાવી શકે છે, જે એવો ફાયદો છે જે કોઇ એક એસએમઇ પ્રાપ્ત કરી શકતી નથી. આથી બીટુબી પ્લેટફોર્મ પાસેથી માલની પ્રાપ્તિ કરીને એસએમઇ વધારે સારી ગુણવત્તાની કાચી માલસામગ્રી ડિસ્કાઉન્ટ દરોએ પ્રાપ્ત કરી શકે છે.
 • વધારે પ્રમાણમાં મૂડીની ઉપલબ્ધી
  બીટુબી વધારે પ્રમાણમાં કાર્યકારી મૂડીની જરૂરિયાત દૂર કરતી હોવાથી તે ખર્ચાઓ ઘટાડે છે અને વ્યવસાયને વધારે નફાકારક બનાવે છે. આથી, એસએમઇ સરળતાથી વ્યવસાય લોન પ્રાપ્ત કરી શકે છે અને તેમની વિવિધ કામગીરી માટે ભંડોળ ઊભું કરી શકે છે. ધીરાણદારોને પણ ફાયદો થાય છે કારણ કે વ્યવસાય વધારે કાર્યક્ષમ થાય છે.
  ઓનલાઇન કાચી માલસામગ્રીની પ્રાપ્તિનો ફાયદો તમામ પ્રકારની ચિંતાઓ દૂર કરે છે (જો હોય તો). એસએમઇ તેમની કાચી માલસામગ્રીની પ્રાપ્તિની નવી ચેનલ સાથે અનુકૂળતા પ્રાપ્ત કરે તે માત્ર થોડા દિવસોનો સવાલ છે જે તેમની મૂડી જરૂરિયાતોમાં પરિવર્તનની ક્ષમતા ધરાવે છે અને તેમનો ઉત્પાદન ખર્ચ ઘટાડે છે.

વધારે જાણકારી મેળવવા માટે અને તમારા વ્યવસાયને નવા સ્તર પર લઇ જવા બિઝનેસ લોન અને કોમર્શિયલ લોન મેળવવા રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે વાત કરો