અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ઈ-કોમર્સનું બજાર કેવી રીતે ભારતીય એસએમઈને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકે?

ભારતીય અર્થતંત્રના અનુસંધાનમાં, નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) રોજગારી ઉભી કરવાથી માંડીને નવીનતા લાવવી અને આર્થિક ટકાઉપણું અને સહિયારા વિકાસ સહિત લગભગ સર્વવ્યાપી પ્રભાવના કારણે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. દેશમાં ઈ-કોમર્સ ક્ષેત્રે તેજીના કારણે એસએમઈનું ભાવી સંખ્યાબંધ તકો સાથે ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે

ચીન અને યુ.એસ. પછી, ભારત વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસી રહેલું ઈ-કોમર્સ બજાર બની ગયું છે. એસએમઈ ક્ષેત્ર વર્ષ 2020 સુધીમાં ઉભરતી ટેક્નોલોજીઓ માટે USD 25.8 અજબનું ક્ષેત્ર બની જશે. એસએમઈમાં ઓનલાઈન બજારનો પ્રભાવ અને તેમને વૈશ્વિક પ્રેક્ષકો સાથે જોડાવા માટે કેવી રીતે તે કડીનું કામ કરે છે તેના વિશે વધુ જાણો

 

પ્રોડક્ટ્સની નિકાસ માટે ઉન્નત બજાર

ગર્વની વાત એ છે કે, ભારતમાં અંદાજે 480 લાખ એસએમઈ છે, જે કુલ ઔદ્યોગિક એકમોના 95% હિસ્સો છે અને દેશના જીડીપીમાં તેનો હિસ્સો અંદાજે 45% જેટલો છે. દેશમાં વિશાળ એસએમઈ પાયો પ્રાથમિક ધોરણે એવા વિક્રેતાઓનો બનેલો છે જેઓ તેમની પ્રોડક્ટ્સની નિકાસ કરવા માટે વૈશ્વિક પહોંચ શોધી રહ્યા છે, અને પોતાની ઈન્વેન્ટરી (જથ્થો) ખરીદવા માટે ઓનલાઈન બજારમાં તેઓ ગ્રાહક પણ બની ગયા છે

જેઓ પરંપરાગત વ્યવસાયોમાં છે તેમની તુલનાએ, એસએમઈ હવે ઓનલાઈન વેચાણ કરીને વૈશ્વિક સ્તરે વધુ બજારો સુધી પહોંચ્યા છે. સરેરાશ જોવામાં આવે તો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને કંપનીઓ 30 વિભિન્ન અર્થતંત્રો સુધી પહોંચી શકી છે. તેઓ ઓનલાઈન ગ્રાહકોની માંગમાં અપેક્ષિત વૃદ્ધિ અને આગામી વર્ષોમાં ઈ-કોમર્સ માટે તકોના વિસ્તરણનો લાભ ઉઠાવી શકે છે

 

બજારના ટ્રેન્ડ્સ સમજવા

ભારતમાં ઈન્ટરનેટના વધતા વ્યાપના કારણે, હાલમાં 3430 લાખ ઈન્ટરનેટ વપરાશકારોને દેશમાં વ્યવસાયના વિકાસ સાથે સીધો સહસંબંધ છે. ભારતીય એસએમઈ પોતાને બજારમાં સ્થાપિત કરવા માટે ઈ-કોમર્સ માર્ગનો ઉપયોગ કરી રહી છે અને તેને માર્કેટિંગના અસરકારક સાધન તરીકે પણ ઉપયોગમાં લે છે

તદ્ઉપરાંત, ઓનલાઈન માર્કેટિંગના કારણે પણ તેઓ સમજી શકે છે કે બજારમાં કોઈ અનન્ય પ્રોડક્ટની હાલમાં જરૂર છે કે નહીં. ઓનલાઈન બજારો તેમને પોતાની પ્રોડક્ટ્સ વ્યાપક પ્રેક્ષકવર્ગને બતાવવા માટે તક આપે છે, અને તેમના પ્રતિભાવોનો તેઓ નવું વ્યવસાયિક મોડેલ તૈયાર કરવા માટે એક નવીનતમ સાધન તરીકે ઉપયોગ કરી શકે છે

 

વૈશ્વિક સહભાગીતાને આગળ વધારવા માટે બિઝનેસ ઈકોસિસ્ટમ

ઈ-કોમર્સમાં આવેલી તેજીએ એસએમઈને ટેક્નિકલ અવરોધો અને માળખાકીય સુવિધાના બંધનોમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી છે અને વૈશ્વિક અર્થતંત્રમાં સહભાગીતાને આગળ વધારી શકે તે માટે ખૂબ સમૃદ્ધ વ્યવસાયિક માહોલ મેળવી શક્યા છે. વર્તમાન પરિદૃશ્યમાં તે વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે હરીફાઈનું દબાણ અને ઝડપથી વધી રહેલા ટેક્નોલોજીકલ ફેરફારોના કારણે વધુ ચપળતા, પહોંચ અને વ્યૂહાત્મક સ્ત્રોતોની માંગ વધી છે

ભારતમાં, એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવા વિવિધ ખેલાડીઓએ સંખ્યાબંધ સ્ટેકહોલ્ડર્સ (ભાગીદારો) સાથે મળીને એક એવો માહોલ બનાવ્યો છે જેના કારણે સમગ્ર સિસ્ટમ સરળતાથી અને અસરકારક રીતે કામ કરી શકે. આ છતાં પણ, સંખ્યાબંધ એસએમઈને હજુ પણ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ વ્યવસાયિક તકો વિશે અને ટકાઉક્ષમ બિઝનેસ ડેવપલમેન્ટ ઈકોસિસ્ટમ બનાવવા માટે તેના ઉપયોગ વિશે તેમનામાં જાગૃતિનો અભાવ છે

નવીનતા, રોજગારી અને ટેક્નોલોજીને આગળ ધપાવવામાં એસએમઈ મુખ્ય સાધનની ભૂમિકામાં હોવાથી, તેમણે ડિજિટાઈઝેશનને અપનાવવું જોઈએ, કારણ કે તેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં તેમની સહભાગીતાના દ્વાર ખુલશે. ઈ-કોમર્સ બજારના આગમનથી ભારતીય એસએમઈ માટે વિકાસની અપાર તકો ખુલી છે જે ધીમે ધીમે ક્રાંતિના તબક્કામાં પરિવર્તિત થઈ રહી છે

રિલાયન્સ મની એસએમઈને ઉભરતા બજારોના પ્રવાહો અનુસાર તેમની જરૂરિયાતો સંતોષવામાં તેમજ સમકાલીન સાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ અપનાવવા માટે મદદ કરવાના હેતુથી વ્યવસાય વિસ્તરણ લોન આપીને તેમના વ્યાપક વિકાસને ઈંધણ આપે છે