અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

યુઝ્ડ કારના વ્યવસાયને ડિજિટલ પ્લેટફોર્મથી કેવી રીતે અસર પડી છે?

ઈન્ટરનેટ સાથે સંકળાયેલી ટેક્નોલોજીના કારણે આપણી જીવન જીવવાની રીતભાતમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે. કામકાજના દરેક ક્ષેત્રમાં તેણે પગપેસારો કર્યો છે અને તેની સાથે સંકળાયેલા ફેરફારો લાવી દીધા છે. રીટેઈલ પણ એવું જ ક્ષેત્ર છે જેમાં તેના કારણે જંગી વિક્ષેપ પડ્યો છે અને નજીકનાં ભવિષ્યમાં તેમાં હજી પણ મોટા ફેરફારો થઈ શકે છે

વાહનોનું વેચાણ (જૂના અને નવા), મોટાભાગે સ્ટોર (બ્રીક એન્ડ મોર્ટાર સ્ટોર્સ)માંથી થાય છે, તેમાં પણ ડિજિટલ ટેક્નોલોજીની વ્યાપક સ્વીકૃતિ (જેમકે સ્માર્ટફોન, લેપટોપ અને ટેબલેટ) અને ઈન્ટરનેટના સતત વધતા વ્યાપના કારણે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. ગ્રાહકોને હવે આંગળીના ટેરવે માહિતીઓ ઉપલબ્ધ હોવાથી અગાઉની તુલનાએ ખૂબ વધારે માહિતગાર થઈ ગયા છે. વર્તમાન સમયમાં, તેઓ પોતાની રીતે ઓનલાઈન સંશોધન કરે છે – વાહનો વિશેની સમીક્ષાઓ વાંચે છે, તેનું વિવરણ ચકાસી જુએ છે, મોડેલ્સની તુલના કરે છે અને તસવીરો પણ જુએ છે. તેઓ યુઝ્ડ કાર ફાઈનાન્સના વિકલ્પો પર પણ ધ્યાન આપે છે

બેઈન એન્ડ કંપની દ્વારા ફેસબુકના સહયોગથી પ્રકાશિત થયેલા “ચેન્જિંગ ગિઅર્સ 2020”, અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે, વર્ષ 2020 સુધીમાં વાહનોના વેચાણ પર ડિજિટલ માધ્યમોનો 70% પ્રભાવ જોવા મળશે. વધુમાં, 80% લોકો ખરીદી કરતાં પહેલાં તેમના મોબાઈલ ફોન પર ચકાસણી કરે છે

 

બ્રીક એન્ડ ક્લિક મોડેલ

અગાઉ જણાવ્યું તેમ, વાહનોના છૂટક વેચાણના વ્યવસાયની પ્રાથમિક કામગીરી સીધી સ્ટોરમાંથી જ થાય છે. સ્માર્ટફોનના આગમન અને ગ્રાહકોની બદલાતી પ્રાધાન્યતાઓના કારણે, વાહનોના છૂટક વેચાણની પરિભાષા તબક્કાવાર ‘બ્રીક એન્ડ ક્લિક’ મોડેલમાં ફેરવાઈ ગઈ છે. આમાં, ડીલર્સે તેમનો શોરૂમ તો ચલાવવો જ પડે છે, સાથે સાથે તેને ઓનલાઈન ઉપસ્થિતિ સાથે પણ સાંકળવો પડે છે અને તેના કારણે એક જ છૂટક વેચાણ વ્યૂહરચનાનું નિર્માણ થાય છે

પ્રી-ઓવ્નડ કાર ડીલરશિપ(જૂની કારના વેચાણની ડીલરશિપ)નું ચલણ હાલમાં વધી રહ્યું હોવાથી, યુઝ્ડ કાર (જૂની કાર)ના બજારમાં પણ તમે આ પરિવર્તન જોઈ શકો છો. આ ડીલરશિપમાં તેઓ જે પણ સુવિધાઓ આપે છે તેને ઓનલાઈન લિંક કરીને ડિજિટલ પ્લેટફોર્મની શક્તિ સાથે સુમેળ સાધી રહ્યા છે. આના કારણે, યુઝ્ડ કાર બજારના વિકાસમાં યોગદાન મળ્યું છે અને તેના કારણે યુઝ્ડ કારની લોનના બજારમાં પણ વૃદ્ધિ થઈ છે

 

જાણકાર ગ્રાહકો

યુઝ્ડ કારના શોરૂમમાં આવતા ગ્રાહકો ક્યારેય કોઈ વાતથી અજાણ નથી હોતા કારણ કે તેઓ અગાઉથી પૂરતી માહિતી મેળવી લે છે. તેનો મતલબ કે, તેઓ માત્ર સેલ્સપર્સને કોઈ પણ ચોક્કસ મોડેલ વિશે આપેલી માહિતી પર આધાર નથી રાખતા. આજના ગ્રાહકો શોરૂમમાં આવતા પહેલાં સારી એવી માહિતી મેળવી લે છે. તેઓ ઉપલબ્ધ વિવિધ મોડેલનો અભ્યાસ કરે છે, સ્પર્ધાત્મકતા જાણે છે, તેઓ કારમાં શું ઈચ્છે છે તે જાણે છે અને તેઓ જે કાર ઈચ્છે છે તેની લગભગ બધી માહિતી મેળવી લે છે

કારની સરખામણી કરી આપતી સંખ્યાબંધ વેબસાઈટ્સના કારણે, વધારે ટેકનિકલ જ્ઞાન ન હોવા છતાંય તેની દરેક નાની નાની બાબતોને જાણવાનું અગાઉની તુલનાએ ખૂબ જ સરળ થઈ ગયું છે. આ બધાથી, હવે કાર ખરીદવા માટે ભરોસાપાત્ર પરિબળ તરીકે સેલ્સપર્સનનું સ્થાન ધીમે ધીમે ડિજિટલ પ્લેટફોર્મ્સ લઈ રહ્યા છે. આ ગ્રાહકોના અઘરા પ્રશ્નોના જવાબ આપવા માટે સેલ્સપર્સને પણ હવે વધુ સક્ષમ બનવું પડશે. આમ, આ વ્યવસાયોએ વધુ બહેતર પરિણામ આપવું પડશે અને તેમના સેલ્સ સ્ટાફને સંપૂર્ણ તાલિમ આપવી પડશે

યુઝ્ડ કારના બજારમાં ડિજિટલ મીડિયાના વધતા વ્યાપના કારણે ઉપર જણાવેલ ઉપરાંત પણ વધુ ફેરફારો આવશે. પરિવર્તન ભલે ગમે તેવું આવે, બહેતર કાર ખરીદવા અથવા તેને અપગ્રેડ કરવા માટે ભંડોળની જરૂર હંમેશાં પડશે. થોડામાં સંતોષ માનશો નહીં, કારણ કે રિલાયન્સ મની તમને સ્પર્ધાત્મક દરે યુઝ્ડ કાર લોન આપે છે જે તમારા પર વધુ આર્થિક બોજ બન્યા વગર તમારાં સપનાં સાકાર કરે છે