અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ઉદ્યોગસાહસિક કાર્યક્રમો હેઠળ સ્થળાંતર કરીને કેવી રીતે ભારતીય એસએમઈ તેમાંથી લાભ ઉઠાવી શકે?

વૈશ્વિક બજારો એસએમઈને સંખ્યાબંધ લાભો આપે છે. આવકના નવા પ્રવાહોથી માંડીને વ્યાવસાયિક જોખમોને ઘટાડવા, વ્યવસાય વિસ્તરણથી માંડીને આંતરરાષ્ટ્રીય બજાર વગેરે અત્યંત લાભદાયી છે

19મી અને 20મી સદીમાં મોટાભાગના દેશો વૈશ્વિકરણના લાભોને સ્વીકારતા હતા. એસએમઈ માટે, આ લાભો વિદેશી સરકારો દ્વારા આપવામાં આવતા ઉદ્યોગસાહસિક કાર્યક્રમોના રૂપમાં તેમની સામે આવ્યા છે. આવા કાર્યક્રમોમાં એસએમઈને વિદેશી બજારોમાં પ્રવેશવા, પ્રતિભાશાળી લોકો અને ટેક્નોલોજી સહિત વિવિધ પહોંચ માટે કરવેરામાં રાહત સહિત કેટલાક પ્રોત્સાહનો આપવામાં આવે છે

મોટાભાગના દેશોની સરકારો આવા પ્રોત્સાહનો આપે છે કારણ કે, તેમના બજારમાં તમે તમારા ધંધાનું વિસ્તરણ કરો એટલે, તમે ત્યાં રોજગારીની નવી તકો ઉભી કરો છો, અને તેમના અર્થતંત્રને પણ વેગ આપો છો. જોકે, તેમને જ બધો લાભ મળે છે તેવું નથી. અહીં 5 એવા મુખ્ય ફાયદા બતાવ્યા છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં તમારા વ્યવસાયના વિસ્તરણથી થઈ શકે છે

 

નવા જ બજારોમાં પ્રવેશ

સ્થાનિક બજારમાં કેટલાક વર્ષો સુધી તમે કાર્યરત હો તે પછી, ત્યાં જ તમારો ગ્રાહકવર્ગ વધારવાનું કામ પડકારજનક બની જાય છે. તમારા વ્યવસાયનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનો અર્થ એવો થાય છે કે તમે નવા જ બજારમાં અને તેઓ જે તકો ઉત્પન કરે છે તેમાં મૂડીરોકાણ કરો છો. વૈશ્વિક સ્તરે જવાથી આપોઆપ જ તમે સંપૂર્ણપણે એવા નવા સંભવિત ગ્રાહકોનો વર્ગ મેળવી શકો છો જેમણે પહેલા ક્યારેય તમારી પ્રોડક્ટ અથવા સેવા જોઈ નથી

જો વિદેશી બજારમાં તમે કંઈક એવું રજૂ કરો જે ત્યાં લોકો માટે નવીન હોય અથવા તેનાથી તેઓ અજાણ હોય તો, શરૂઆતના કેટલાક વર્ષોમાં તમારે સ્પર્ધાનો સામનો કરવો જ ના પડે તેવી પ્રબળ શક્યતા છે. આવા નવીન બજારોમાં મૂડીરોકાણથી તમે આવકનો એક એવો નવીન પ્રવાહ ઉભો કરી રહ્યા છો જે ટૂંક સમયમાં જ તમારા વ્યાવસાયિક લક્ષ્યોને સિદ્ધ કરવા માટે મદદરૂપ થઈ શકે છે

 

કોર્પોરેટ છબી

તમારા વ્યવસાયનું વિદેશમાં વિસ્તરણ કરીને, તમારી કોર્પોરેટ છબીમાં નોંધપાત્ર લાભ થશે. એક જાણીતું તથ્ય છે કે, મોટાભાગના ગ્રાહકો આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ ધરાવતી બ્રાન્ડ સાથેની સારી ગુણવત્તા અને સેવાને ઝડપથી પારખી લે છે. તેનાથી તમારી બ્રાન્ડની છબી અને પ્રતિષ્ઠા સુધરે છે અને તેનાથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં તમારા વેચાણમાં વધારો થશે

 

રોકાણની તકો

આંતરરાષ્ટ્રીય બજારમાં તમારા વ્યવસાયના વિસ્તરણનો એક મોટો લાભ વિદેશી બજારો દ્વારા આપવામાં આવતી વધારાના રોકાણની તકોનો છે. સૌથી સારી વાત એ છે કે, મોટાભાગની વિદેશી સરકારો તેમના દેશમાં રોકાણ કરવા માંગતી સંસ્થાઓને વિવિધ પ્રોત્સાહનો આપે છે

સીધા આર્થિક રોકાણ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિસ્તરણથી નવા સ્ત્રોતો વિકસાવવાની, મહત્વના સંબંધો સ્થાપિત કરવાની અને નવી ટેક્નોલોજી સુધી પહોંચવાની તક મળે છે. તેનાથી તમારા વ્યવસાયને આંતરરાષ્ટ્રીય બજાર ઉપરાંત સ્થાનિક સ્તરે પણ સારો ફાયદો થશે

 

વ્યાવસાયિક જોખમો રોકવા

વ્યાવસાયિક માહોલ ગતિશીલ હોય છે અને માત્ર સ્થાનિક બજારમાં જ તમારો વ્યવસાય હોય તો કુદરતી આપત્તિ, અથવા સ્થાનિક પ્રવાહોમાં ધરમૂળથી આવતા પરિવર્તનના કારણે તે અત્યંત જોખમમાં આવી શકે છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરેલું હોય તો, તમે વ્યાવસાયિક જોખમો રોકી શકો છો કારણ કે તેમનાથી તેમને પોતાની સંસ્થાની મિલકતો વિવિધ સ્થળે રાખવામાં મદદ મળે છે

 

નવા પ્રતિભાશાળી લોકોના વિશાળ વર્ગ સુધી પહોંચ

વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક વિસ્તરણથી નવા પ્રતિભાશાળી લોકોના વિશાળ વર્ગ સુધી પહોંચવાની તક મળે છે. આ લાભ મોટાભાગે લોકોના ધ્યાનમાં નથી આવતો. સામાન્યપણે, તેનો અનન્ય ફાયદો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારો શ્રેષ્ઠ ભાષાકીય કૌશલ્ય, વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ આપે છે અને તેનાથી ઉત્પાદકતા વધે છે. વ્યવસાયમાં વિદેશી કર્મચારીઓના કારણે નવીનતા અને સર્જનાત્મકતાનો અદભુત લાભ થાય છે

જો વૈશ્વિક સ્તરે જઈએ તો શરૂઆતમાં કદાચ ખર્ચ વધી શકે છે, પરંતુ તે નિર્ણય લાંબાગાળે લાભદાયી પુરવાર થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તમે પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરી શકો તે માટે તમે રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોનની અરજી કરી શકો છો