અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારી વપરાયેલી કાર વેચતી વખતે શ્રેષ્ઠ સોદો કેવી રીતે કરશો

ભારતમાં વપરાયેલી કારમાં લોકોની રુચિ ઝડપથી વધી રહી છે. વિવિધ અહેવાલોમાં એવું સુચવવામાં આવે છે કે દરેક નવી કારની ખરીદી વખતે, બજારમાં એક વપરાયેલી કાર વેચાય છે. મોટાભાગે વપરાયેલી કાર કિંમતમાં સસ્તી પડતી હોવાથી લોકો તેને પસંદ કરે છે. વધુમાં, ઈન્શ્યોરન્સ ખર્ચ પણ તેમાં નવી કારની તુલનાએ ઓછો હોય છે અને તેની રજિસ્ટ્રેશન ફીનો ખર્ચ પણ બચી જાય છે. તો પછી સારી કિંમતે ઉત્તમ સોદો શા માટે ન કરવો જોઈએ? ખરીદદાર જ્યારે ગુણવત્તાપૂર્ણ પ્રોડક્ટ શોધી રહ્યા હોય ત્યારે, વેચનારને પણ નફાકારક રકમ મળે તેવી ઈચ્છા હોય છે. કારની ખરીદી અને વેચાણ સૌથી મુશ્કેલ કામમાંથી એક ગણાય છે કારણ કે તેમાં ખરીદદાર અને વેચનાર બંને માટે તમારે કેટલાક માપદંડો નિર્ધારિત કરવાના હોય છે. તમે વપરાયેલી કાર વેચી રહ્યા હોવ ત્યારે શ્રેષ્ઠ સોદો પાર પાડવા માટે અહીં કેટલાક સૂચનો આપ્યા છે તે વિશે ચાલો થોડી ચર્ચા કરી લઈએ

તમારી કાર તૈયાર કરો: -જૂની કાર વેચવી તેનો મતલબ એવો જરા પણ નથી થતો કે નુકસાન થયેલી કાર વેચવી. ખરીદદાર બેશકપણે બજારમાં શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ ઈચ્છે છે. આથી, તમારી કાર વેચવા માટે મૂકતા પહેલા, તે બરાબર ચાલે છે તેની ખાતરી કરી લો. તેનું એન્જિન, બેટરી, ઈંધણની ટેંક વગેરે ચકાસી લો. તમે તેને નવી કાર જેવી જ બનાવીને પછી વેચો એવુ જરૂરી નથી પરંતુ, તમારે કેટલીક મૂળભૂત વાતોને ધ્યાનમાં રાખવી આવશ્યક છે. તેમજ, તમારી કારના દસ્તાવેજો પણ હાથવગા રાખો. તે પ્રમાણભૂત હોવા જરૂરી છે, જેથી તમે ખરીદદારનો વિશ્વાસ જીતી શકો

ઓડોમીટર માઈલેજ રિડિંગ ઓડોમીટરમાં છેતરપિંડી અથવા ઓડોમીટર રોલબેક (પાછુ ફેરવવું) ગેરકાયદે છે. આખી આવી કોઈપણ પ્રવૃત્તિ ક્યારેય ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે ખરીદદારને આ રીતે છેતરવાનો પ્રયાસ કરો ત્યારે તમે પોતે જ જાળમાં ફસાઈ શકો છો. ઓડોમીટરમાં જેટલું ઓછુ રિડિંગ બતાવે એટલી વાહનની સ્થિતિ સારી માનવામાં આવે છે. જો ઓડોમીટર માઈલેજ રિડિંગ ખૂબ જ વધારે હોય તો, તેમાં વધુ પડતો ઘસારો અને ખર્ચ થાય છે. આથી હંમેશા તમારી કારની સર્વિસની વિગતવાર જૂની માહિતી રજૂ કરો

હંમેશા કારનો સૌથી લોકપ્રિય રંગ પસંદ કરો: - તમારી કારને આકર્ષક રાખો. ગ્રાહક હંમેશા એવું ઈચ્છે છે કે તેઓ ભલે વપરાયેલું વાહન ખરીદે તો પણ તે દેખાવમાં આકર્ષક હોવું જોઈએ. આથી, કારના દેખાવ પર પણ તમારે અચૂક ધ્યાન આપવું જોઈએ. તેની મેટ્સ બદલી નાખો, કાચ ચોખ્ખા રાખો અને સીટના કવર પણ સારી રીતે રાખો. આ બધુ ધ્યાન રાખવાથી તમારી કાર વપરાયેલી હોવા છતાં ફરી વેચતી વખતે સારી દેખાશે. સારી રીતે જાળવણી રાખેલી કાર બેશકપણે દરેક વ્યક્તિના ધ્યાનમાં હોય જ છે

તમારી કારનું મૂલ્ય જાણો: - તમારી કારનું વાસ્તવિક મૂલ્ય કેટલું હોઈ શકે તે જાણવું અત્યંત મહત્વનું છે. તેનાથી તમે જે ભાવે કાર વેચવા માંગો છો તેની અંદાજિત કિંમત મૂકવામાં ઘણી મદદ મળી રહેશે. ચોક્કસપણે, તમારી કારની કિંમત કેટલાક વર્ષ સુધી વપરાયા પછી પહેલા જેટલી તો નહીં જ રહે. કારની વર્તમાન કિંમતની ચકાસણી કર્યા પછી, તેના કરતા 5% થી 7% જેટલી વધારે કિંમત મૂકો જેથી વાટાઘાટોમાં સરળતા રહે. જોકે, હંમેશા વાસ્તવિક કિંમતને વળગી રહેવાનું રાખો

તમારી વપરાયેલી કાર ઓનલાઈન વેચો : - આજના સમયમાં કાર વેચવા માટે ઈ-કોમર્સ વેબસાઈટ્સ દરેક વ્યક્તિની પહેલી પસંદ બની ગઈ છે. તે યુઝર ફ્રેન્ડલી એક્સેસિબલ હોય છે અને સાથે સાથે આકર્ષક ડીલ્સ પણ મળી રહે છે. તો પછી શા માટે તમારી વપરાયેલી કારને વેચવા માટે આ માધ્યમનો જ ઉપયોગ ન કરવો. એવી સંખ્યાબંધ વેબસાઈટ્સ છે જે માત્ર ઓટોમોબાઈલ્સના ખરીદ અને વેચાણ માટે જ બનાવવામાં આવી છે. તેઓ તમારા વાહન અને તેના દસ્તાવેજની ચકાસણી સુનિશ્ચિત કરે છે, અને તેમની વેબસાઈટ પર એડવર્ટાઈઝમેન્ટ મૂકતા પહેલા તેની તપાસ કરે છે. કેટલીક વેબસાઈટ તો કારનું બજાર મૂલ્ય પણ જણાવે છે

વેચનારને એ પણ ખબર હોવી જોઈએ કે ખરીદદાર સાથે કેવી રીતે સોદો પાર પાડવાનો છે. એવા ઘણા લોકો હોય છે જેઓ ખૂબ નીચી કિંમતે શરૂઆત કરે છે પરંતુ તમારે તમારી સ્થિતિ છોડવી ન જોઈએ. તમારી કારની કિંમત જાણવાથી અને બજારમાં હાલમાં કેવી સ્થિતિ ચાલી રહી છે તેના વિશે માહિતી મેળવવાથી આવા કિસ્સામાં ઘણી મદદ મળી રહે છે. તમે જે વેબસાઈટ અથવા ડીલર મારફતે વેચાણનો સોદો કરવા માંગો છે તેમના વિશે સંપૂર્ણ પૂછપરછ કરી લેવી જોઈએ. તેમજ, ગ્રાહક સાચા છે તેની ખાતરી કરી લેવી તેમજ કાર વેચતી વખતે પૂરી રકમ લીધા પછી જ સોંપવી વગેરે ધ્યાન પણ રાખવું જરૂરી છે