અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

એનાલિટિક્સની મદદથી તમારી શૈક્ષણિક સંસ્થાને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય?

આર્થિક સેવાઓની મદદથી, રીટેઈલ, મીડિયા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં વ્યવસાય અને કામગીરીઓમાં ધરખમ સુધારો જોવા મળ્યો છે, જેના માટે વ્યવસાયમાં ડેટા એનાલિટિક્સની ભૂમિકા ઘણી મહત્વની રહી છે, અને શૈક્ષણિક ક્ષેત્ર પણ તેમના શિક્ષણનાં પરિણામો વધારવા માટે અને તેમની અસરકારકતામાં વૃદ્ધિ કરવા માટે એનાલિટિક્સની શક્તિનો લાભ ઉઠાવી શકે છે

આઈબીઈએફ(IBEF)ના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2018 સુધીમાં ભારતમાં 850 કાર્યરત યુનિવર્સિટી હોવાનું નોંધાયું છે, અને આગામી વર્ષોમાં આ ક્ષેત્રમાં ઘણી મોટી વૃદ્ધિ આવી શકે છે. હાલમાં ડેટા પર ચાલતી આ દુનિયામાં, ચાલો આપણે જોઈએ કે તમારી શિક્ષણ સંસ્થાને તમે એનાલિટિક્સની મદદથી કેવી રીતે વધુ અસરકારક બનાવી શકો છો

 

વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખવી

એક શિક્ષક તરીકે, પ્રવેશ ફોર્મ્સ, સર્વેક્ષણો અને એપ્લિકેશનો દ્વારા તમારી પાસે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ખૂબ જ વિપુલ પ્રમાણમાં માહિતી હોય છે. આ માહિતીમાં તેમની ભૂતકાળની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્થાન, હાજરી, ધર્મ અને અન્ય બાબતોમાં મેળવેલા ગ્રેડનો સમન્વય હોય છે

આ માહિતી તમે તમારા ડેટાબેઝમાં સંગ્રહિત કરી શકો છો, અને એનાલિટિક્સ તમને તેના આધારે વિદ્યાર્થીની પ્રગતિ પર નજર રાખવા માટે તે એકત્રિત કરવામાં અને તુલના કરવામાં મદદ કરશે

 

શીખવવાનો અનુકૂલિત અનુભવ તૈયાર કરો

કોઈ પણ કૌશલ્ય અથવા વિષયને સમજવા અને ગ્રહણ કરવામાં તેમજ તેમાં નિપુણતા મેળવવામાં દરેક વિદ્યાર્થી અલગ હોય છે. કેટલાકને એકજ વખતમાં સમજાઈ જાય, તો બીજાને વધુ સમય પણ લાગી શકે છે. જોકે, એનાલિટિક્સની મદદથી, શિક્ષકો કોઈ પણ વિદ્યાર્થીની વિષયો સમજવાની અને ભણવાની શૈલીના આધારે શીખવવાનો અનુકૂલિત અનુભવ તૈયાર કરી શકે છે

વિદ્યાર્થીઓના શૈક્ષણિક દેખાવ પર ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન આપ્યા પછી મળેલા પ્રતિભાવોના આધારે, શિક્ષણ સામગ્રી પણ તે અનુસાર બનાવી શકાય છે. આમ કરવાથી, ભણવામાં સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓને ઓળખવામાં અને તેમને મદદ કરવા માટે અલગ પદ્ધતિ અપનાવવામાં શિક્ષકોનો મદદ મળશે

 

વર્ગખંડમાં સૌની સહભાગીતા વધારવી

વર્ગખંડમાં સૌની સહભાગીતા હોય તે શિક્ષણ આપવાનો એક મહત્વનો હિસ્સો છે અને દરેક વિદ્યાર્થી કોઈ પણ પાઠ અથવા શીખવેલી/કરાવેલી કોઈ પણ પ્રવૃત્તિમાં સક્રિયપણે ભાગ લે તે અનિવાર્ય છે. પરંપરાગત માહોલમાં, શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે એટલે, એક સમયે માત્ર એક જ વિદ્યાર્થી જવાબ આપી શકે છે

ઈન્ટરએક્ટિવ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા, ઘણા વિદ્યાર્થીઓ એકસાથે જવાબ આપી શકે છે. એકત્રિત કરાયેલા ડેટાના આધારે, કેટલાક વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે અને કોણ તેનાથી દૂર રહે છે તે વિશ્લેષણ કરવાનું તેમજ તેમને ઓળખવાનું સરળ બની જાય છે. આમ, આવા સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓની સહભાગીતા વધારવા માટે આવા પગલાં લઈ શકાય છે, જેથી વર્ગખંડમાં સૌની સહભાગીતા વધે છે

 

સુસંગત શિક્ષણ ઈકોસિસ્ટમ બનાવવી

ઘણી વખત એવા પ્રોજેક્ટ્સ હોય છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકસાથે કામ કરવું પડે છે. આમ, દરેક એક સમયે, એકજ સ્થિતિ પર હોય અને બીજા શું કરી રહ્યા છે તેની બધાને જાણ હોય તે અનિવાર્ય છે. સ્માર્ટ શિક્ષણ માહોલ સુસંસગત ઈકોસિસ્ટમ બનાવે છે, જેનાથી એક જ સમયે બધાને જ્ઞાન તેમજ કૌશલ્યનું આદાનપ્રદાન કરી શકાય છે

તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અસરકારક તેમજ એકબીજાને સાંકળતું કમ્યુનિકેશન થાય છે અને પરિણામે બહેતર તેમજ સુસંગત શિક્ષણ આપી શકાય છે

 

બાળકની પ્રગતિ વિશે માતા-પિતાને ઊંડાણપૂર્વક માહિતી આપવી

શિક્ષકો મોટાભાગે માસિક અથવા ત્રિમાસિક રિપોર્ટ્સ તેમના માતા-પિતાને મોકલતા હોય છે જેથી તેઓ બાળકોના શૈક્ષણિક દેખાવ અંગે માહિતગાર રહે. જોકે, વર્તમાન સમયમાં માતા-પિતા તેમના બાળકોની કેટલીક ચોક્કસ બાબતોમાં પ્રગતિ વિશે જાણવા માંગતા હોય છે, જેમકેઃ

  • તેઓ અભ્યાસમાં કેટલા સંકળાયેલા રહે છે?
  • કઈ બાબતોમાં તેઓ સારી રીતે આગળ વધી રહ્યા છે?
  • કયા ક્ષેત્રોમાં તેમના સંતાનો સંઘર્ષ કરી રહ્યા છે અને તેમને મદદની જરૂર છે?

એનાલિટિક્સની મદદથી, એક શિક્ષક તરીકે તમે, બાળકની પ્રગતિ વિશે તેના/તેણીના માતા-પિતાને ઊંડાણપૂર્વક માહિતી આપી શકો છો, જેથી તે બાળકોને સફળતા માટે વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં તેમને મદદ મળી શકે છે

છેવટે એટલું કહેવાનું કે, એનાલિટિક્સનો અમલ ખર્ચાળ બાબત છે. દર વર્ષે તેને ચલાવવા અને જાળવણી રાખવાનો ખર્ચ લાખો રૂપિયામાં થઈ શકે છે. જોકે, રિલાયન્સ મની દ્વારા સ્પર્ધાત્મક વ્યાજદરે આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણની લોન દ્વારા, તમારી શિક્ષણ સંસ્થાની અસરકારકતા સુધારવાનું શક્ય છે. આ વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો