અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ભારતમાં કુશળતાને વધારવા માટેના વિચાર

એસએમઇને મદદ કરવા માટે ભારત સરકારે અનેક પહેલ હાથ ધરી છે. આ હકીકત તે વાતની પૃષ્ટી કરે છે કે દેશના આર્થિક વિકાસમાં આ વ્યવસાયો અસિમિત ફાળો આપે છે અને મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ પ્રદાન કરે છે. તેઓ મોટાભાગના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રો સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા ધરાવે છે. તેમ છતાં તેઓ કેટલીક મર્યાદાઓ ધરાવે છે

કુશળતા ધરાવતા માનવબળની અછત ભારતીય એસએમઇ માટે મુખ્ય ચિંતાના વિષયોમાંથી એક છે. જ્યારે એક તરફ દર વર્ષે 1.5 કરોડ ઉમેદવારો માનવબળમાં દાખલ થાય છે ત્યારે લગભગ 75% ઉમેદવારો નોકરી માટે યોગ્ય લાયકાત ધરાવતા નથી. ટેક્નિકલ અને હળવા કૌશલ્યના કારણે આ તીવ્ર અસમતુલા યુવાન સ્નાતકોમાં રોજગારીમાં વધારો કરવાની તાત્કાલિક જરૂરિયાતને ઉજાગર કરે છે

આજે એસએમઇ, નિમણૂંક, તાલીમ અને આવી કર્મચારીઓને માર્ગદર્શન આપવાના તીવ્ર જરૂરિયાતનો સામનો કરે છે. કેટલીક જટિલ સમસ્યાઓ નીચે મુજબ છેઃ

  • કુશળતા ધરાવતું માનવબળ મળવામાં મુશ્કેલી
  • ઉમેદવારોને તાલીમ આપવામાં અસક્ષમતા
  • કુશળતામાં તફાવત જે સ્થગિતતા અને બિનકાર્યક્ષમતાનું કારણ છે
  • લેબર યુનિયન દ્વારા દરમિયાનગીરી
  • લઘુતમ પગારો, ફરજિયાત ફાયદાઓ અને લાભો માટે સતત બદલાતા શ્રમ કાયદા

આ તફાવત દૂર કરવાના કેટલાક ખ્યાલો નીચે મુજબ છે

 
  • શૈક્ષણિક વ્યવસ્થા અંગે પુનઃવિચારણા

ભારતમાં, શૈક્ષણિક તાલીમને મોટાભાગે નિમ્ન સ્તરની કારકિર્દી માનવામાં આવે છે, જે તેવા લોકો માટે અનુકૂળ છે જેઓ ઔપચારિક શૈક્ષણિક વ્યવસ્થામાં પ્રગતિ સાધવા માટે સક્ષમ બની શક્યા નથી. આ વિચારધારાને બદલવાની જરૂર છે. સમયની જરૂરિયાત વ્યાવસાયિક શિક્ષણના જુદા-જુદા ક્ષેત્રોમાં ઔપચારિક તાલીમ આપવાની છે

આપણે વ્યાવસાયિક કામગીરી સાથે સુસંગત અભ્યાસક્રમ વિકસાવવા માટે અને લાભદાયક એપ્રેન્ટિસ તકો પૂરી પાડવા માટે ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે મજબૂત ગઠબંધન સાધવાની જરૂર છે. આ પ્રકારનું જોડાણ તે બાબત સુનિશ્ચિત કરશે કે નોકરીના પરીદ્રશ્યમાં જરૂરી સૌથી સુસંગત કૂશળતા અને ક્ષમતાઓ માટે વિદ્યાર્થી યોગ્ય પ્રમાણમાં માર્ગદર્શન અને તાલીમ પ્રાપ્ત કરી શકશે

વધુમાં ટેક્નિકલ કુશળતા તાલીમમાં વાતચીત કરવાની કુશતા જેવી હળવી તાલીમનો સમાવેશ કરવો જોઇએ

 
  • પ્રમાણભૂત મૂલ્યાંકન વ્યવસ્થાનું સર્જન કરવું

આટલા વર્ષો દરમિયાન પ્રમાણભૂત, રાષ્ટ્રવ્યાપી કૂશળતા મૂલ્યાંકન અને માન્યતા પદ્ધતિ વિકસાવવાની તીવ્ર જરૂરિયાત મહેસૂસ થઇ છે. આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ મૂલ્યાંકન અને તાલીમ હાથ ધરે તેવા કેન્દ્રીય કુશળતા વિકાસ વિશ્વવિદ્યાલય સ્થાપવાથી આપણે વિશ્વસનીય, ટકાઉ અને મજબૂત વ્યવસ્થાતંત્ર સ્થાપી શકીએ છીએ. આ પગલા (રાષ્ટ્રવ્યાપી સ્વીકૃત ડિગ્રી પૂરી પાડીને) અને એસએમઇમાં નોકરીમાં જોડાવવા પારદર્શિતા અને ભરોસાપાત્રતાનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓ માટે મદદરૂપ સાબિત થશે

 
  • વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો

બહુ ઓછી એસએમઇ સ્રોતો અને તેમના કર્મચારીઓના સર્વગ્રાહી કૌશલ્ય વિકાસ માટે સાધનો ધરાવતી હોય છે. આ સંસ્થાની અંદર કૌશલ્ય તફાવત તરફ દોરી જાય છે જે કાંતો છૂપી રોજગારી અથવા ઊંચા ઘર્ષણનું કારણ બને છે. તેનો સામનો કરવા માટે, સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતા વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમોને સુગ્રથિત કરી શકાય છે. કૌશલ્ય તાલીમની સાથે સાથે તે રોજગારીતા વધારવામાં પણ મદદ કરે છે

જાહેર ખાનગી ભાગીદારી દ્વારા આ કૌશલ્ય તફાવતની ખાઇ દૂર કરવાનું એક મોડલ છે. વર્તમાન સરકાર, ક્ષેત્રીય કૌશલ્ય પરિષદો દ્વારા અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ ભારત (એનએસડીસી) દ્વારા આગળ વધવા અને કૌશલ્ય શિક્ષણ આપવા માટે સાહસોનું સર્જન કરવા અનેક તકો પૂરી પાડી છે

 
  • કેન્દ્રીય રોજગાર કેન્દ્ર

શ્રમબજાર અવ્યવસ્થિત છે અને મોટાભાગના વ્યવસાયો માટે તેની પ્રાપ્તિ કરવી મુશ્કેલ છે. માનવ સંશાધનની પ્રાપ્તિ માટે કેન્દ્રિય રાષ્ટ્રવ્યાપી પોર્ટલ માનવશ્રમને ઓળખવા અને તેમનો રોજગારી આપવા માટે વ્યવસાયો માટે તેને સરળ બનાવી શકે છે

નાણાકીય વર્ષ 2017 – 18ના બજેટમાં સ્કિલ ઇન્ડિયા મિશનને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે આ ક્ષેત્રને અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરતાં રૂ.17,000 કરોડની જોગવાઇ કરવાનો નિર્ણય લીધો છો. આ સિવાય સરકારે 100 ભારત આંતરરાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય લીધો છે જે વિદેશમાં નોકરી માટે યુવાનોને તૈયાર કરવા વિદેશી ભાષામાં અદ્યતન અભ્યાસક્રમો દ્વારા તાલીમ આપશે

શિક્ષિત પરંતુ બેરોજગાર દેશમાં લાખો વિદ્યાર્થીઓની સમાન સમસ્યા છે. આપણાં દેશમાં કૌશલ્ય તફાવતની સમસ્યા એટલી બધી છે કે આપણાં બજારમાં કૂશળતાનો અભાવ જોવા મળે છે. વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બની રહીએ તે માટે ભારતમાં કુશળતા વિકાસમાં આ નોંધપાત્ર તફાવત આપણા માટે મુખ્ય ચિંતાનો વિષય છે