અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

માર્કેટમાં ટુ વ્હીલર પર જીએસટીનો પ્રભાવ

લાંબા સમયથી જેની ખૂબ જ આતૂરતાથી રાહ જોવાતી હતી તેવા માલ અને સેવા કર (જીએસટી)નો 30મી જૂન 2017ના રોજ મધરાત્ર અમલ કરીને ભારતે ઇતિહાસનું સર્જન કર્યુ હતું અને એક નવા યુગની શરૂઆત કરી હતી

અનેક પ્રકારના કરવેરાની માયાજાળથી ઘેરાયેલા ભારતીય ઉદ્યોગોએ જીએસટીનો હૃદયપૂર્વક આવકાર કર્યો હતો. અન્ય ક્ષેત્રોની જેમ ટી-વ્હીલર ક્ષેત્ર પણ આ ઘટના પર ખૂબ જ નજીકથી દેખરેખ રાખી રહી હતી, કારણ કે ઝડપથી વધી રહેલા ઉદ્યોગ ઉપર જીએસટી ઘેરો પ્રભાવ ધરાવે છે

નોંધપાત્ર રીતે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (એસઆઇએએમ)ના અભ્યાસ અનુસાર ગત વર્ષે 17.7 મિલિયન એકમોનું વેચાણ કરીને ભારત ચીનને પાછળ રાખીને વિશ્વનું સૌથી મોટા ટૂ-વ્હીલર બજાર તરીકે ઉભરી આવ્યું હતું. ટૂ-વ્હીલર લોનની સરળતાથી ઉપલબ્ધી, વધી રહેલી આવક, ગ્રામીણ ક્ષેત્રે માળખાકીય વિકાસ અને મહિલા વાહનચાલકોની વધી રહેલી સંખ્યાએ ઉદ્યોગના વિકાસમાં ભરપૂર પ્રદાન કર્યુ છે

 

જીએસટીની અસર – સામૂહિક બજાર ક્ષેત્રમાં કિંમતોમાં ઘટાડો

ક્રાંતિકારી કરવેરા વ્યવસ્થા સમગ્ર દેશમાં ટૂ-વ્હીલરના એકસરખા એક્સ-શોરૂમ કિંમતોમાં પરિણમી છે. એકસમાન 28% જીએસટી સાથે, આ ક્ષેત્રને બે જૂથોમાં વહેચી કાઢવામાં આવ્યાં છે

 
  • < 350 સીસી ધરાવતા ટૂ-વ્હીલર એન્જિન
  • > 350 સીસી ધરાવતા ટૂ-વ્હીલર એન્જિન
એન્જિન ક્ષમતા જીએસટી પહેલા જીએસટી પછી તફાવત
350 સીસીથી નીચે 30% 28% -2%
350 સીસીથી વધારે 30% 31% 1%
 

આથી, ચિત્ર સ્પષ્ટ છે. 350 સીસી કરતાં નીચે એન્જિન ક્ષમતા ધરાવતા ટૂ-વ્હીલરની કિંમતમાં ઘટાડો થશે. પ્રિમિયમ બાઇકની કિંમતોમાં સામાન્ય વધારો થયો હોવા છતા, જે રાજ્યો ઊંચો ઓક્ટ્રોય અને વેટ સ્લેબ ધરાવતા હશે તેમની ઓન-રોડ કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. ગ્રાહકોની સાથે સાથે ઉત્પાદકો ઉત્સાહિત છે તેનું આશ્ચર્ય નથી

યામાહા મોટર ઇન્ડિયા સેલ્સના સેલ્સ અને માર્કેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રોય કૂરિયન જણાવે છે કે, “તેની વ્યાપક સંભાવના રહેલી છે કે લાંબાગાળે જીએસટી બજાર માગમાં વધારો કરશે કારણ કે તેના અમલીકરણ બાદ વિકાસ દર 10%ની આસપાસ રહેવાનો અંદાજ છે.” તેમણે ઉમેર્યુ હતું કે, “ચાલુ વર્ષે ટૂ-વ્હીલર ઉદ્યોગ અનેક મેક્રો-ઇકોનોમિક સુધારાઓમાંથી પસાર થઇ છે, જેમ કે એન્જિન-સ્ટાન્ડર્ડમાં સુધારો થયો છે. નોટબંધીની અસરની અલ્પકાલીન અસરો જેણે વિકાસને પ્રભાવિત કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે કેવી રીતે જીએસટીનું અમલીકરણ વ્યૂહાત્મક પરિવર્તન લાવશે.”

હીરો મોટોકોર્પે તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વાસ્તવિક લાભ દરેક રાજ્ય મુજબ જીએસટી પહેલાના અને તે પછીના દરો અનુસાર અલગ-અલગ છે. કેટલાક પ્રિમિયમ સેગમેન્ટના મોડલ કેટલાક બજારોમાં રૂ.4,000 સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.”

પોલારિસ ઇન્ડિયા પ્રા. લિમિટેડના કન્ટ્રી હેડ અને એમડી પંકજ દૂબેએ જણાવ્યું હતું કે, “તે સકારાત્મક અસર ધરાવશે અને વ્યાવસાયિક કામગીરીને સરળ બનાવશે અને કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા લાવશે. આ પગલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયોને ભારતમાં વધુ રોકાણ કરવા આકર્ષશે.”

ટૂ-વ્હીલરના ભાગોનું ઉત્પાદન કરી રહેલા એસએમઇના પડકારોનું જીએસટી દ્વારા સમાધાન

ટૂ-વ્હીલરના ભાગોના ઉત્પાદકો પરંપરાગત રીતે અગાઉના પરોક્ષ કરવેરા ક્ષેત્રની તમામ ખોટી અસરો પ્રાપ્ત કરનારા અંતિમ સ્થાન રહ્યાં છે. તેના પરિણામે છેવટે ગ્રાહકોને ભાવવધારાનો સામનો કરવો પડતો હતો. હવે રાજ્યોની વચ્ચે માલ-સામાનની નિર્વિધ્ન હેરફેરના કારણે આ ઉત્પાદકો તેમની પુરવઠા સાંકળ અને લોજિસ્ટિક ખર્ચનો મહત્તમ લાભ ઉઠાવવા વ્યાપક સુગમતાનો આનંદ ઉઠાવે છે

બન્ને પક્ષકારોને લાભ

જીએસટીના કારણે દરેક પક્ષકારોને લાભ થયો છે. આગામી ઉત્સવોના મહિનાઓ દરમિયાન ટૂ-વ્હીલરની માગમાં વધારો થવાની આશા છે ત્યારે ધીરાણકર્તાઓએ અત્યારથી જ ટૂંક સમયમાં ટૂ-વ્હીલર લોનને લાગુ પડનારી નીતિ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો તમે લોન પર ટૂ-વ્હીલર ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો તો અત્યારના સમય કરતાં કોઇ સારો સમય નથી. જો તમે વિશ્વાસપાત્ર ટૂ-વ્હીલર અને લોન માટે તપાસ કરી રહ્યાં છો તો આજે જ રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે વાત કરો