અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ઇંજેક્શન મોલ્ડિંગમાં સમય ચકકરનું મહત્વ

શ્રી સનત શાહ, પ્લાસ્ટિક્સ નિષ્ણાત

સૌથી વધુ કાર્યક્ષમ ઇંજેક્શન મોલ્ડર્સ અને સૌથી ઓછાં કાર્યક્ષમ મોલ્ડર્સની વચ્ચેનો તફાવત સારા ભાગોના ઉત્પાદનની સંખ્યા અને ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકની માત્રા હોય છે. ઝડપથી ઉત્પાદન શરૂ ન કરવું, ઉત્પાદનમાં વિક્ષેપો અને વેડફવામાં આવેલ પ્લાસ્ટિક બધામાં ખર્ચ થાય છે. ઉત્પાદકતા આ રમતનું બીજું નામ છે.

1). ઇંજેક્શન મોલ્ડિંગમાં ઉત્પાદકતાને પ્રભાવિત કરનાર સૌથી મહત્વપૂર્ણ કારક “સમય ચક્ર” છે. સમય ચક્ર એ ઇંજેક્શન મોલ્ડિંગ પ્રણાલી દ્વારા ભાગને આકાર આપવા અને તેની મૂળ સ્થિતિ/અવસ્થામાં પરત આવવા માટે જરૂરી સમય છે અને ચક્ર પુરું છે, ભાગના ઇંજેક્શન મોલ્ડિંગ માટે કામગીરીના ક્રમનું પુનરાવર્તન કરતાં રહેવાથી

2). સમય ચક્ર મોલ્ડિંગ કાર્યની નફાકારકતાને પ્રભાવિત કરી શકે છે

ઇંજેક્શન મોલ્ડિંગ સમય ચક્ર ત્રણ તત્વોથી બનેલું હોય છે

  • ભરવું, પૅક કરવું અને પકડી રાખવાનો સમય
  • શીતક સમય
  • મોલ્ડ ખુલવાનો સમય
 

આ ત્રણ પરિબળોમાંથી, શીતક સમય સૌથી મહત્વપૂર્ણ કારક છે. મોલ્ડમાં પ્લાસ્ટિકને ઠંડુ કરવા માટે સામાન્ય રીતે કુલ સમય ચક્રનો 70% થી 80% લઈ લે છે. મોલ્ડને કેટલી જલ્દી ખોલી શકાય છે તે મોલ્ડના તાપમાન, પ્લાસ્ટિક ઓગળવાના તાપમાન, પ્લાસ્ટિકના ભાગની દીવાલની જાડાઇ, ભાગના આકાર અને ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની સામગ્રીના પ્રકાર પર આધાર રાખે છે. ભાગો જ્યારે તેમનો આકાર બનાવી રાખવા જેટલાં ઠંડા થઈ જાય (એટલે કે કોઇ વિકાર ના ઉદ્‌ભવે) પછી મોલ્ડને ખોલી શકાય છે અને પ્લાસ્ટિક ભાગોને બહાર કાઢી શકાય છે

  • ઈન્જેક્શન મોલ્ડિંગ ચક્રમાં બે અન્ય મહત્વના ઘટકો ફિલ ટાઈમ (ભરણનો સમય) અને મોલ્ડ ઓપન ટાઈમ (મોલ્ડ ખુલવાનો સમય) છે. મોટાભાગના ઈન્જેક્શન મોલ્ડ શક્ય હોય એટલા ઝડપથી ભરાવા જોઈએ. વસ્તુની જાડી ક્રોસ સેક્શન અને દિવાલની જાડાઈમાં અતિશય તફાવતના કારણે તેમાં કેટલાક અપવાદ હોય છે. મોટાભાગના ઇંજેક્શન મોલ્ડને શક્ય તેટલાં જલ્દી ભરવા જોઇએ. વસ્તુઓના જાડા ક્રૉસ-સેક્શન અને દીવાલની જાડાઇમાં ભારે ભિન્નતાના કિસ્સામાં કેટલાક અપવાદ હોય શકે છે
  • ઇંજેક્શન મોલ્ડરે ભરવાના સમયને ઓછામાં ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ જે ભાગોને ગુણવત્તાની બાબતમાં સ્વીકાર્ય બનાવશે.
 

પાર્ટ્સની દિવાલની જાડાઈ સીધી જ સમયચક્ર પર અસર કરે છે; જાડી દિવાલ વધુ સમયચક્રમાં તૈયાર થાય છે જ્યારે પાતળી દિવાલ ઓછા સમયચક્રમાં તૈયાર થાય છે આથી પાતળી દિવાલના મોલ્ડિંગમાં સમયચક્ર 2 થી 5 સેકન્ડની રેન્જમાં હોય છે. ખરેખર તો, પાર્ટના ડિઝાઈનરે ઉપયોગની પુરતી મજબૂતી જાળવ રાખીને દિવાલ શક્ય હોય એટલી પાતળી અને શક્ય હોય એટલી એકસમાન રાખવી જોઈએ. પાર્ટની ઊંચાઈથી પણ સમયચક્રને અસર પડે છે. પાર્ટ જેટલો ઊંચો હોય એટલું મશીન પ્લેટનને વધુ ખુલવું પડશે અને મોલ્ડની વચ્ચેથી નીકળવામાં તેને વધુ સમય લાગશે. સમયચક્રને ઘટાડવા માટે મોલ્ડને ખુલવાનો સમય ઓછો કરવો તે એક સારી રીત છે. જો મોલ્ડિંગ મશીન મેન્યુઅલ અથવા સેમી-ઓટોમેટિક મોડમાં હોય તો, મોલ્ડ ખુલવાનો સમય ઘટાડી શકાય છે. અહીં કેટલાક સૂચનો આપ્યા છે

  • પ્લેટનના ખુલવાને લઘુત્તમ જરૂરી અંતરે ઓછી કરો
  • ઇજેક્શન સ્ટ્રોકને જરૂરી અંતરે ઓછાં કરો
  • જો શક્ય હોય, તો સ્ટ્રોકની સંખ્યાને ઓછી કરો — મશીનથી વસ્તુઓને કાઢવા/ ઉઠાવવા માટે રોબોટ્સનો ઉપયોગ કરો
 

પરંતુ પાર્ટ્સ દૂર કરવા અને ખાંચા(કેવીટી) તેમજ મોલ્ડની સપાટીનું નિરીક્ષણ કરવા માટે ઓપરેટરને પુરતો સમય આપવો આવશ્યક છે. જો કોઈ રોબોટ અતવા પાર્ટ્સ પીકરનો ઉપયોગ કરવામાં આવતો હોય તો, મોલ્ડ ખુલવાનો સમય પુરતો લાંબો હોવો જોઈએ જેથી તે ઉપકરણનું કાર્ય પુરું થઈ શકે.
આથી, કોઈ ચોક્કસ મોલ્ડિંગ કામમાં લાંબા સમયચક્રથી નફા પર શું અસર પડે છે?
ચાલો એક ખૂબ જ વ્યવહારુ ઉદાહરણ જોઈએ. મોલ્ડ તૈયાર કરનાર વ્યક્તિને મશીન મળી ગયું છે અને મોલ્ડી ચાલી રહ્યો છે તેમજ 32 સેકન્ડના સમયચક્રમાં ગુણવત્તાપૂર્ણ પાર્ટનું ઉત્પાદન ચાલી રહ્યું છે. પરંતુ, તેને ઉપર બતાવેલા એક અથવા વધુ કારણો દ્વારા 30 સેકન્ડ પર ચલાવવા માટે સુધારી શકાય છે. તે 29 અથવા 28 સેકન્ડ્સ પર પણ ચાલી શકે છે.
મોલ્ડિંગ કામને ઓછામાં ઓછા સમયચક્ર પર ગોઠવો. પરંતુ તેમા હજુ પણ વધુ 2 સેકન્ડ મેળવવા માટે તેને સુધારી શકાય છે?
મોલ્ડિંગ કામ ઉત્પાદનના 15,000 કલાકમાં પુરુ થઈ જવું જોઈતુ હતું, પરંતુ 30 સેકન્ડના એક ચક્ર પર વધારાની 2 સેકન્ડ માટે ઉત્પાદનના 1,000 કલાક વધુ જોઈએ. ઉત્પાદનના આ વધારાના 1,000 કલાકથી અપેક્ષિત નફામાંથી રૂપિયા 1,00,000 નીકળી જાય (રૂ. 100/ કલાક મશીન કલાક દરના અનુમાનથી)
બીજા શબ્દોમાં કહીએ તો, જો સમયચક્ર 28 સેકન્ડ સુધી ઘટાડી દેવામાં આવ્યું હોત તો નફામાં રૂપિયા 1,00,000 નો વધારો થઈ શક્યો હોત..
જો ઉત્પાદન ફ્લોર પર મોલ્ડિંગ કારીગર લાંબા કામમાં સમયચક્રના કારણે નફા પર થતી આ અસરથી જાણકાર હોત તો, કદાચ તેઓ સમયચક્ર વધુ સુધારવા માટે સમય કાઢી શકે છે.
આથી મોલ્ડિંગ કારીગરોને સમયચક્ર ઘટાડવા અંગેની ટેકનિકલ તાલિમ આપવાની અને સમયચક્રના કારણે થતી નાણાકીય અસર અંગે જાગૃત કરવાની આવશ્યકતા છે.