અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

ભારતની ઘરગથ્થું બચત: વિકાસની વાર્તા – સુ.શ્રી. મધુરિમા ચૌધરી


રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ – આર્થિક ઇન્ટેલિજન્સ ટીમ.

ઘરગથ્થું બચતને ઘરગથ્થું નિકાલજોગ આવક અને માલ અને સેવાઓના તેના વપરાશ વચ્ચેના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઘરગથ્થું બચતો જરૂરી છે કારણ કે નીચા બચત દર સાથેની અર્થવ્યવસ્થા ઘરેલુ રીતે તેની રોકાણ જરૂરિયાતોને નિધિયન કરવા અસક્ષમ હોય છે. આવા દેશો સામાન્ય રીતે તેમનાં મૂડી રોકાણોનની જરૂરિયાતોના નિધિયન માટે વિદેશોમાંથી ઉધાર લે છે અને તેથી ચુકવણીની ખાધનું સંતુલન ચલાવતા હોય છે. સાથે જ એ દેશો કે જ્યાં સામાજિક સુરક્ષા સ્થાનબદ્ધ હોતી નથી, તે ઘરગથ્થું બચતો છે જે બેરોજગારી, નિવૃત્તિ, વિગેરે જેવા સમયમાં એક આધાર તરીકે કાર્ય કરે છે. પરંપરાગત રીતે, ભારતમાં ઘરગથ્થું બચતો અન્ય કોઇપણ ક્ષેત્રની સરખામણીમાં સૌથી વધુ છે (આકૃતિ 1)

 

આકૃતિ 1: વિવિધ ક્ષેત્રો દ્વારા ભારતમાં કુલ બચતની સરખામણી

સ્ત્રોત: ભારતીય રિઝર્વ બૅન્ક

 

ઘરગથ્થું બચતો સામાન્ય રીતે નાણાકીય અસ્કયામતો અને ભૌતિક અસ્કયામતો જેવી કે મિલકત, સોનું, વિ. માં હોય છે. વર્ષ 2014-15 માં ભારતની કુલ ઘરગથ્થું ક્ષેત્રની બચતો રૂ. 23804.88 બિલિયન હતી જેમાંથી, રૂ. 9613.07 બિલિયન નાણાકીય બચતો હતી અને રૂ. 13794.11 બિલિયન ભૌતિક અસ્કયામતોમાં હતી. જેમ કે આપણે આકૃતિ 1 માં જોયું છે, એકંદર ઘરગથ્થું બચતો નીચી ગઈ છે – 2011-12 માં ગ્રોસ નેશનલ ડિસ્પોઝેબલ ઇન્કમ (જીએનડીઆઇ) ની 23% થી 2014-15 માં 18.7%. આવું એટલા માટે છે કારણ કે ઉચ્ચ ફૂગાવાના લીધે આ સંરચનામાં (નાણાકીય બચતોથી ભૌતિક બચતોમાં) અને બેંક ડિપોઝિટ્સ, સ્ટૉક્સ અને વીમા જેવાં નાણાકીય સાધનો પર સોના અને રીઅલ ઍસ્ટેટ જેવાં ભૌતિક રોકાણોની સામે ઓછાં વળતરના લીધે એક મુખ્ય બદલાવ આવ્યો હતો

આ નોંધમાં આપણે એ જોઇશું કે સમય જતાં નાણાકીય અસ્કયામતોમાં બચતો કેવી રીતે વૃદ્ધિ પામે છે. બધી જ સંખ્યાઓ રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયામાંથી પ્રાપ્ત કરવામાં આવી છે

 

બચતનું વલણ

ભારતના સંદર્ભમાં, ઘરગથ્થ્યું નાણાકીય બચતો છેલ્લાં પાંચ વર્ષમાં 2015-16 માં સૌથી વધુ રહી હતી. વર્ષ 2015-16 માં, ઘરગથ્થુંની ચોખ્ખી નાણાકીય બચત ગ્રોસ નેશનલ ડિસ્પોઝેબલ ઇન્કમ (જીએનડીઆઇ) (આકૃતિ 2)ની 7.7% હતી. જીએનડીઆઇ એ આવક છે જે નિવાસીઓ ખરેખર તેમનાં વપરાશ અને બચત માટે ઉપયોગમાં લઈ શકે છે. ઘરગથ્થું નાણાકીય બચતોમાં ચલણ, થાપણો, શેયર્સ અને ડીબેન્ચર્સ, વીમા ભંડોળો, પૅન્શન અને પ્રૉવિડન્ટ ફંડ્સ અને સરકારી દાવાઓનો સમાવેશ થાય છે. સરકાર પરના દાવાઓ પોસ્ટ ઑફિસ, નાની બચત યોજનાઓમાં કરવામાં આવેલ રોકાણો હોય છે

 

આકૃતિ 2: ઘરગથ્થું ક્ષેત્રની નાણાકીય બચતો

     સ્ત્રોત: રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા/ ઈકોનૉમિક ઇંટેલિજન્સ ટીમ

 

2012 થી - નાણાકીય બચતોમાં આ વૃદ્ધિ માટેના મુખ્ય કારણોમાંથી એક છુટક ફૂગાવાના ઠંડા થવાના લીધે છે – જેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇંડેક્સ (સીપીઆઇ) દ્વારા માપવામાં આવે છે. આકૃતિ 3 ડિસેમ્બર 2013થી સપ્ટેમ્બર 2015 સુધીના ફૂગાવાના હલનચલનને સ્પષ્ટપણે દર્શાવે છે, જેનાં પછી તે ઉપરની બાજુએ ખસ્યો છે. નીચા ફૂગાવાના દરો ઉચ્ચ બચતો તરફ દોરી જાય છે કેમ કે પરિવારોને માલ અને સેવાઓના સમાન બાસ્કેટના વપરાશ માટે પહેલાં જેટલાં નાણાં ચુકવવા પડતા નથી

 

આકૃતિ 3: સીપીઆઇ દ્વારા માપવામાં આવ્યાં મુજબ ભારતના ફૂગાવાનું વલણ

સ્ત્રોત: સીઈઆઇસી/ ઈકોનૉમિક ઇંટેલિજન્સ ટીમ

 

ભારતનો ફૂગાવો નવેમ્બર 2013માં 11.5% સુધી ઉંચે ગયો હતો, ડિસેમ્બર 2014માં તે તૂટીને 4.3% થયો અને સમગ્ર 2015 માં તે સરેરાશ 5% ની અંદર રહ્યો હતો. સરકાર અને ગર્વનર રઘુરામ રાજન હેઠળ રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો, સમય જતાં ફૂગાવાની નરમ સંખ્યાઓમાં પરિણમ્યાં હતા

ઘરગથ્થું બચતોનું બ્રેક-અપ

 

(% of GNDI)

2011-12

2012-13

2013-14

2014-15

2015-16

A

કુલ નાણાકીય બચતો

10.4

10.4

10.4

10

10.8

 

જેમાંથી

 

 

 

 

 

 

ચલણ

1.2

1.1

0.9

1.1

1.4

 

ડિપૉઝિટ્સ

6

6

5.8

4.9

4.7

 

શેયર્સ અને ડીબેન્ચર્સ

0.2

0.2

0.4

0.4

0.7

 

સરકારના દાવાઓ

-0.2

-0.1

0.1

0

0.4

 

વીમા ભંડોળો

2.2

1.8

1.6

1.9

2

 

પ્રોવિડન્ટ અને પૅન્શન ભંડોળો

1.1

1.5

1.6

1.6

1.5

બી

નાણાકીય જવાબદારીઓ

3.2

3.2

3

2.5

3

સી

ચોખ્ખી નાણાકીય બચતો (A-B)

7.2

7.2

7.4

7.5

7.7

કોષ્ઠક 1: ઘરગથ્થું ક્ષેત્રની નાણાકીય બચત

સ્ત્રોત: રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા

 

બૅન્કની થાપણોમાં ઘટાડો
ઘરગથ્થું ક્ષેત્રની બચતો (કોષ્ઠક 1) ના બ્રેક-અપને જોતાં, 2011-2012 માં, રૂ. 15391.77 બિલિયન જેટલી રકમની બચતોનો જથ્થો થાપણોની રચના કરતો હતો – જે જીએનડીઆઇના લગભગ 6% અથવા ઘરગથ્થું બચતોના 58% ની નજીક હતો. 2015-16 સુધીમાં, આ જીએનડીઆઇના 4.7% જેટલો – એકંદર ઘરગથ્થું બચતોનો લગભગ 43% નીચો આવ્યો હતો


આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટાભાગના લોકો જેમણે થાપણો (બૅન્ક અથવા અન્યથાની) માં રોકાણ કર્યાં હતા તેઓ નાણાના ભ્રમના શિકાર બન્યા હતાં. વર્ષ 2011-12 અને 2012-13 માં, બૅન્કની થાપણો પરના નજીવા વ્યાજ દરો 9.0-10.0% ની આસપાસ હતાં અને તેવી જ રીતે ફૂગાવાને સીપીઆઇ દ્વારા માપવામાં આવ્યો હતો. આનો અર્થ એમ થાય છે કે થાપણોમાં રોકાણ કરવામાં આવેલ પૈસા પર લોકોએ ખરીદ શક્તિ ખોઈ નાંખી હતી (કેમ કે વાસ્તવિક વ્યાજ દરો એ ફૂગાવામાંથી વ્યાજ દરનો ઘટાડો છે.)


ત્યારથી ફૂગાવો 5.0-6.0% જેટલો ઘટ્યો છે. બૅન્ક થાપણો પરનો વ્યાજ દર લગભગ 7.0-7.5% નીચો આવ્યો છે. તેમ છતાં, થાપણદારો હવે તેમની ડિપોઝિટ પર વળતર મેળવે છે કારણ કે ડિપોઝિટ પર વ્યાજનો દર ફુગાવાના દર કરતા વધારે છે. આવું ચોક્કસપણે અગાઉ નહોતું, અને થાપણદારોએ આવશ્યકપણે થાપણોમાં રોકાણ રોકી રાખીને ખરીદ શક્તિ ગુમાવી હતી


આ વર્ણવે છે કે શા માટે લોકો થાપણોથી દૂર થઈ ગયા છે. ઘટતા નજીવા દરથી તેમને તેમના રોકાણને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે, જોકે ડિપોઝિટ પર નજીવા વળતર હકારાત્મક પ્રદેશમાં છે. થાપણો પરનો વ્યાજનો દર શરૂઆતમાં લૉક કરવામાં આવે છે અને તે સમયગાળા દરમિયાન કોઈપણ સમયે સુધારેલ નથી


સરકાર પરના દાવાઓ
સરકારી સેગમેન્ટ પરના દાવાને જોતા, 2011-12 અને 2012-13ના વર્ષોમાં આ યોજનાઓમાં કોઈ બચત ન હતી પરંતુ તેમની પાસેથી પાછી ખેંચી રહી છે. જ્યારે 2011-12 માં આ યોજનાઓમાંથી ઉપાડવામાં આવેલ રકમ રૂ. 5097.25 બિલિયન હતી, 2012-13 માં તે રૂ. 2924.56 બિલિયન સુધી ઘટી ગઈ હતી. જોકે, 2014-15માં જ્યારે આ યોજનાઓમાંથી ચોખ્ખી થાપણો અને ઉપાડ શૂન્ય હતો, ત્યારે 2015-16માં સરકારી યોજનાઓમાં બચતો જીએનડીઆઇની 0.4% અથવા રૂ. 21587.60 બિલિયન વધી હતી. આનો મૂળભૂત રીતે એવો અર્થ થાય કે એ વસ્તી જે બચત કરે છે તેમણે પોતાના નાણાંને નાની બચતની યોજનાઓ તરફ ખસેડ્યા છે જ્યાં અત્યારની સ્થિતિમાં ફિક્સ્ડ ડીપોઝિટ પર આપવામાં આવે છે તેનાં કરતાં સામાન્યરીતે ઉચ્ચ વ્યાજ દર આપવામાં આવે છે


આ મુદ્દો એ વાતને આગળ લઈ આવે છે કે જે વર્તમાન ફુગાવામાં નાની બચતના વ્યાજ દરને સાંકળે છે તે આ દિશામાં બચતને આકર્ષિત કરે છે. સરકારે તેની સપ્ટેમ્બરમાં દરો પરની ત્રિમાસિક સમીક્ષામાં નાની બચતો પરના વ્યાજમાં 0.1% નો ઘટાડો કર્યો હતો. પરીણામસ્વરૂપ લોકપ્રિય નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) જે એપ્રિલ-જુન ત્રિમાસિકમાં 8.1% હતું તેનાથી ઘટીને ઑક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં 8% ઑફર કરશે


દરમાં આ સીમાંત સ્લેશ સાથે પણ, ઑગસ્ટ 2016 સુધીમાં વર્તમાન રિટેલ ફુગાવાનો દર 5% થી ઉપર હોવાથી આ યોજનાઓ પરના વળતર પરના દરો હકારાત્મક છે. સરકારી યોજનાઓ હેઠળ બચતમાં વધારો એ સકારાત્મક વળતરની દિશામાં પરિવર્તન દર્શાવે છે


અહીં નોંધનીય મહત્વનો મુદ્દો એ છે કે, 2011-12 થી 2015-16 સુધી, થાપણો અને નાની બચતોમાં કરવામાં આવેલી બચતોને એકસાથે મૂકીએ તો હકીકતમાં તેમાં ઘટાડો આવ્યો હતો. 2011-12 માં, કુલ થાપણો અને નાની બચતો જીએનડીઆઇના 5.8% હતી જ્યારે કે 2015-16 માં તે 5.1% હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બચતો વધુ મોટા સકારાત્મક વળતર ધરાવતી ચૅનલો (જેમ કે નાણાકીય બજારો, વિ.) તરફ વાળવામાં આવી હતી

 
શેયર્સ અને ડીબેન્ચર્સ
શેયર્સ અને ડીબેન્ચર્સમાં રોકાણો પણ 2014-15 માં જીએનડીઆઇના 0.4% અથવા રૂ. 18121.56 બિલિયનથી વધીને 2015-16 માં 0.7% અથવા રૂ. 37778.31 બિલિયન જેટલાં વધ્યા હતાં. કેમ એ લોકો પોતાનાં રોકાણોને ફિક્સ્ડ ડીપોઝિટ્સથી શેયર્સ, ડીબેન્ચર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવાં અન્ય સ્વરૂપો તરફ પુન:નિર્દેશિત કરી કરી રહ્યાં હોવાથી ભારતીય નાણાકીય પ્રણાલી માટે આ સારાં સમાચારો છે. નાણાકીય બજારોને વધુ ઉંડા કરવા તરફનું આ પગલું છે


2011-12 અને 2015-16ની વચ્ચે નાણાકીય બજારો (શેયર્સ અને ડીબેન્ચર્સ)માં બચતોમાં આ વધારો 641% જેટલો માતબર હતો જે રૂ. 5097.25 બિલિયનથી વધીને રૂ. 37778.31 બિલિયન હતો. આ પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે કે ફુગાવાના ઘટાડાથી વધુ બચત કરવા માટેની તકો ઉચ્ચ વળતરો સાથેની અપેક્ષાઓ સાથેના ઍવેન્યુઝની અંદર ચેનલાઇઝ્ડ થતી ડિસ્પોઝેબલ આવકમાં પરિણમી હતી. આવું સામાન્યપણે અર્થવ્યવસ્થાની વૃદ્ધિ થાય ત્યારે વધુ વિકસિત નાણાકીય બજારો અને ઉચ્ચ આવકોની સાથે બનતું હોય છે


કરન્સી હોલ્ડિંગ્સ
કરન્સી હોલ્ડિંગ્સ પણ 2011-12 માં જીએનડીઆઇના 1.2% અથવા રૂ. 3085.35 બિલિયનથી 2015-16 માં જીએનડીઆઇના 1.4% અથવા રૂ. 7555.66 બિલિયન સુધી વધ્યા હતાં. ત્યાં જોકે, કોઇ સ્પષ્ટીકરણ નથી કે શા માટે આ આંકડાઓ ઉપર ગયા હતા કેમ કે તેના માટે કોઇ વ્યાજ નથી જે ચલણને જાળવી રાખવા માટે ચુકવાયું હોય. જોકે, એક વિચાર એવો આવે છે કે, આ દેશના આર્થિક રીતે નીચા સ્તર સાથેનું કરન્સી હોલ્ડિંગ હોઈ શકે છે કે જે બચાવી શકાશે નહીં અથવા બચાવી શકાય તેટલો અવકાશ નથી


પૅન્શન ફંડ્સ
જીએનડીઆઇના પ્રમાણમાં પેન્શન ભંડોળોમાં પરિવારોની બચત વર્ષો જતાં, ખાસ કરીને 2011-12 પછી ખૂબ જ ચંચળ રહી છે. પ્રોવિડન્ટ અને પેન્શન ફંડ્સની બચત વર્ષ 2011-12માં રૂ. 2803.49 બિલિયનથી વધીને 2015-16માં રૂ. 8095.35 બિલિયન થઈ છે.

કુલ નાણાકીય બચતો
ભારતમાં કુલ ઘરગથ્થુ નાણાકીય બચતો જે 2014-2015 માં જીએનડીઆઇના 10% અથવા રૂ. 45303.91 હતી તે 2015-2016 માં જીએનડીઆઇના 10.8% અથવા રૂ. 58286.54 બિલિયન જેટલી ઉંચકાઈ હતી. આ 2014-2015 માં જીએનડીપીના 7.5% અથવા રૂ. 33977.93 બિલિયનથી ઉંચકાઈને 2015-2016 માં રૂ. 42095.83 બિલિયન સુધીની ચોખ્ખી ઘરગથ્થુ નાણાકીય બચતમાં રૂપાંતરીત થઈ હતી


કુલ ઘરગથ્થુ નાણાકીય બચતમાં કૂદકો અને ચોખ્ખી ઘરની નાણાકીય બચતમાં કૂદ વચ્ચે નોંધપાત્ર તફાવત છે કારણ કે કુલ નાણાકીય બચત કુલ ઘરેલુ નાણાકીય બચતની નાણાકીય જવાબદારીઓ બાદ કરીને મેળવવામાં આવે છે


નાણાકીય જવાબદારીઓ 2014-15 માં જીએનડીઆઇના 2.5% અથવા રૂ. 11325.97 બિલિયનની સરખામણીમાં, 2015-16માં 3% અથવા રૂ. 16190.70 બિલિયન જેટલી ઉંચકાઈ હતી. જોકે, જીએનડીઆઇના 3% પર, પરિવારોની નાણાકીય જવાબદારીઓ નોંધપાત્ર રીતે 2011-12 અને 2012-13માં 3.2% થી જુદી નહોતી. તેમ છતાં, નોંધવાલાયક એક રસપ્રદ મુદ્દો અહીં એ છે કે 2011-12 અને 2015-16ની વચ્ચે નાણાકીય જવાબદારીઓ અથવા ઘરગથ્થુ ઋણ 95% કરતાં સહેજ વધુ વધ્યું જે જીએનડીઆઇના દર્શાવવામાં આવેલ વૃદ્ધિ દર 111% ની સમાન છે. આનો મતલબ એ છે કે નેશનલ ડિસ્પોઝેબલ ઇન્કમમાં વૃદ્ધિની સાથે ઘરગથ્થુ ઋણમાં વૃદ્ધિની ગતિ સમાન થઈ છે, જે અર્થતંત્ર માટે ખૂબ જ તંદુરસ્ત સંકેત છે


તેથી એ સ્પષ્ટ છે કે ઘરગથ્થુ ઋણ જીવંત છે અને આગળ વધી રહ્યું છે અને ભારતીય કોર્પોરેટ સેક્ટર માટે તે સારી રીતે કામ કરે છે અને તે ઘરગથ્થુ ક્ષેત્ર પાસેથી શૅયર અને ડિબેન્ચર્સ દ્વારા ઉધાર લે છે. નાણાકીય બજારોમાં બચતનો હિસ્સો ઊંચી આવક અને નાણાકીય સાક્ષરતા સાથે આગળ વધવાની સંભાવના છે