અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

એસએમઇ માટે ટ્રેડ રિસિવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટીઆરઇડીએસ)ની શરૂઆત

એસએમઇ ભારતના આર્થિક વિકાસને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. તે દેશની ત્રીજા ભાગની જીડીપી પેદા કરે છે અને લાખો યુવાનોને રોજગારી આપે છે. તેમ છતાં તેઓ તેમના વ્યવસાયના વાણિજ્યક અને સંચાલકીય પાસાઓમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે અને અસરકારકતા અને નફાકારકતા વધારવા માટેની પદ્ધતિ અને સાધનોની સતત સંભાવનાઓ શોધી રહ્યાં છે

ભારતમાં મોટાભાગના એસએમઇ માટે મુખ્ય ચિંતાનો વિષય કાર્યકારી મૂડીનો અભાવ છે. સમયસર બાકી નિકળતા લેણાં વસૂલવાની અસક્ષમતા ખૂબ જ લોકપ્રિય પ્રોડક્ટ અને સેવાઓ પૂરી પાડી રહેલી સૌથી નફાકારક કંપનીઓને પણ ગંભીર સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ પરિસ્થિતિમાં અનેક તકોની સંભાવનાઓ ઉજાગર કરવા માટે ટ્રેડ રિસિવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટીઆરઇડીએસ) સ્વીકારવાથી તેઓ તેમના વસૂલાત કરવાના નાણાં ક્ષમતાઓ ઉજાગર કરી શકે છે

 

ટીઆરઇડીએસ શું છે?

ટીઆરઇડીએસ વેપારના બાકી નિકળતાં લેણાં પર ધીરાણ કરવા માટેનું ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે. તે ઇન્વોઇસની સાથે સાથે બિલ ઓફ એક્સચેન્જ તેમ બન્ને પર ડિસ્કાઉન્ટિંગની સુવિધા પુરી પાડે છે. આ વ્યવસ્થામાં ત્રણ સીધા પક્ષકારો એસએમઇ (વેચાણકર્તા), કોર્પોરેટ એકમો (ખરીદદારો) અને ફાઇનાન્સર છે

ટીઆરઇડીએસ એકસમાન લાભદાયી મંચ પુરો પાડે છે જ્યાં તમામ પક્ષકારો ચૂકવણી સુવિધા, સ્વીકૃતિ, ડિસ્કાઉન્ટિંગ અને ઇનવોઇસની પતાવટ માટે ભેગા મળીને કામ કરે છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ની માર્ગદર્શિકા મુજબ માત્ર સુક્ષ્મ, લઘુ અને મધ્ય સાહસો (એમએસએઇ) ભાગ લઇ શકે છે જ્યારે એનબીએફસી, બેન્ક અને ફેક્ટરિંગ કંપનીઓ નાણાંનું ધીરાણ કરે છે

 

ટીઆરઇડીએસ કેવી રીતે કાર્ય કરે છે?

ચાલો ટીઆરઇડીએસની કામ કરવાની પદ્ધતિ સમજીએઃ

તબક્કો 1. વેચાણકર્તા ઇનવોઇસ અપલોડ કરે છે (ધારો કે રૂ.1000)

તબક્કો 2. ઇન્વોઇસ સ્વીકૃતિ માટે ખરીદદાર સમક્ષ જાય છે

તબક્કો 3. ખરીદદાર ઇન્વોઇસ સ્વીકારે છે

તબક્કો 4. ઇન્વોઇસ હરાજી માટે જાય છે

તબક્કો 5. દરેક નાણાં ધીરનાર ઉદાહરણ તરી કે રૂ.800 અથવા રૂ.700 જેવા ડિસ્કાઉન્ટિંગ રેટ દાખલ કરે છે

તબક્કો 6. વ્યાજ ખર્ચ ધારણ કરનાર પક્ષકાર શ્રેષ્ઠ બોલી સ્વીકારે છે

તબક્કો 7. નાણાં ધીરાણદારના ખાતામાંથી ઉધાર અને વેચાણકર્તાના ખાતામાં જમા થાય છે

 

વટાવ દરો

દરેક પક્ષકારોના હિતોનું રક્ષણ કરવા માટે કેટલાક નિયમો અને માર્ગદર્શિકા છે. ઉદાહરણ તરીકે ધીરાણકર્તા આરબીઆઇ દ્વારા નિર્ધારિત કરેલા ભંડોળ આધારિત ધીરાણ દરોની માર્જિનલ કોસ્ટ (એમસીએલઆર)થી નીચે બોલી લગાવી શકે નહીં. અહીં ક્રેડિટ રેટિંગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે સારુ ક્રેડિટ રેટિંગ ધરાવતો ખરીદકર્તા એમસીએલઆર દરોની નજીક બોલી મેળવે છે

વર્તમાન સમયમાં બે આરબીઆ-માન્ય ઓનલાઇન બજારસ્થાનો (ટીઆરઇડીએસ) છે. જે આ મુજબ છેઃ

  • આરએક્સઆઇએલ (એસઆઇડીબીઆઇ દ્વારા એનએસઇ અને ત્રણ બેન્કો (એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને યસ બેન્ક) સાથે ભાગીદારીમાં સ્થપાયેલું ટીઆરઇડીએસ પ્લેટફોર્મ) અને
  • એ.ટીઆરઇડીએસ (એક્સિસ બેન્ક અને એમજંક્શન સર્વિસનું સંયુક્ત સાહસ)
 

એસએમઇ માટે ફાયદા

  • સ્પર્ધાત્મક દરોએ ધીરાણની ઝડપી ઉપલબ્ધતા
  • ઝડપી નાણાં ફાળવણી પ્રવાહિતતા સુનિશ્ચિત કરે છે
  • ટીઆરઇડીએસ પોર્ટલ ખાતે ઝંઝટમુક્ત અને પેપરલેસ દસ્તાવેજીકરણ
  • રોકડનો પૂરતો પ્રવાહ અને ખરીદકર્તા સાથે તંદુરસ્ત સંબંધો
 

પડકારો

વર્તમાન સમયમાં ધીરાણકર્તા તરીકે માત્ર એનબીએફસી અને બેન્કો પરવાનગી ધરાવે છે. બજારને વિસ્તારવા, સ્પર્ધાત્મકતામાં વધારો કરવા અને વધુ પરિવર્તનક્ષમતા ઉપલબ્ધ કરાવવા નિષ્ણાતો હાઇ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓની ભાગીદારીની ભલામણ કરે છે. નો યોર કસ્ટમરના નિયંત્રણોને પણ સુવ્યવસ્થિત કરવાની જરૂર છે

Overall, TReDS can help SMEs unlock their working capital and ensure higher efficiency and capital management. Similarly, SME Loans has been helping Indian SMEs unleash their true potential through cost-effective SME loans and business finance. Talk to us know more