અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા બજેટ પર નજર રાખવા આ મફત એપ્સ વિશે જાણો

કાર્યક્ષમ રીતે બજેટ તૈયાર કરવાથી તમને તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે અને તે તમને જીવનની વિભિન્ન જરૂરિયાતોની પૂર્તિ માટે નોંધપાત્ર નાણા ભંડોળ તૈયાર કરવામાં મદદ કરે છે. નાણાકીય શાણપણ નાની વયથી જ નાણાકીય બાબતે શિસ્તબદ્ધ બનવા માટે બચત અને ખર્ચ માટે બજેટ તૈયાર કરવાની ટેવ રાખવાનુંઆહ્વાન કરે છે

આમ કરવા માટે વિભિન્ન રીતો છે, પણ તે માટેના સરળ રસ્તાઓ પૈકીનો એક માર્ગ આ પાંચ એપ મારફત નાણાકીય આયોજનો તૈયાર કરવાનો છે

મની વ્યૂ

આ નાણા અને ખર્ચ મેનેજર એપ તમને શ્રેણી આધારિત બજેટ તૈયાર કરવા માટે સક્ષમ બનાવે છે અને તે સ્વયંસંચાલિતરીતે તમારી ખર્ચની રીતો પર એસએમએસ મારફત નજર રાખે છે

આ એપ સાથે જ તમને પોતાના ટેક્સ સેવર+ ફીચરની મદદથી કર બચાવવામાં પણ મદદ કરે છે, જેની મદદથી તમે વિભિન્ન નાણાકીય સ્કીમોમાં રોકાણ પણ કરી શકો છો. સાથે જ આ એપ તમને તમારી પડી રહેલી બચતમાં પોતાના સેવિંગ્સ+ ફીચર સાથે વધારો કરવામાં પણ સહાયતા કરે છે. મની વ્યૂમાં સાથે એટીએમ લોકેટર અને પેયમેન્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સ પણ સામેલ છે. આ એપ સાથે જ તમને મફતમાં સહાયક એવી બે લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરવા પણ સમર્થ બનાવે છે

 

ઓફિસ ટાઇમ

પ્રોડક્ટિવ મન્કી લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવેલી, ઓફિસ ટાઇમ એપ કલાકના આધારે કામ કરતા ફ્રિલાન્સર્સ અને વ્યવસાયિકો માટે એકદમ યોગ્ય છે. આ એપ પોતાના મલ્ટીપલ પ્રોજેક્ટ મારફત તમારા બિલ યોગ્ય કલાકોને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે અને તમને સમય અને ખર્ચના ટ્રેકિંગની સેવા પણ પૂરી પાડે છે

આ એપ સાથે જ તમને તમારા ખર્ચનું બિલ તૈયાર કરવામાં પણ સમર્થ બનાવે છે. એકદમ સાહજીક રીતેકામ કરતું આ ઇન્ટરફેસ તમને તમારી એપના તમામ સેક્શનમાં એકમદ સરળતાથી પહોંચવામાં મદદ કરે છે અને એક કરતા વધારે પ્રોજેક્ટનું નિયમન કરવામાં તમારી મદદ કરે છે

 

ઇટી મની

ટાઇમ્સ ઇન્ટરનેટ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ ક્રેડિટ, ખર્ચ અને મ્યુચ્યુઅલ ફન્ડ મેનેજર એપ અન્ય બજેટિંગ એપ જેવી જ છે. ઇટી મની તમને તમારી ખર્ચની ટેવો પર નજર રાખવા સમર્થ બનાવવાની સાથેજ તમને પેયમેન્ટ (ચૂકવણી) માટેના રિમાઇન્ડર સેટ કરવામાં પણ મદદ કરે છે

આ એપ તમને એક ક્લિકમાં મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવા અને તમારા પ્રવર્તમાન રોકાણોનું નિયમન કરવામાં સક્ષમ બનાવેછે. સાથે જ તે તમને તમારી ખર્ચની ટેવોને આધારે નાણાકીય પ્રોડક્ટ્સ અંગે પણ તમને સલાહ-સૂચનો આપે છે

 

એમટ્રેકર

આ મની મેનેજમેન્ટ એપ તમારા ખર્ચાઓનું ટ્રેકિંગ, બિલ રિમાઇન્ડર સેટ કરવુ અને બેન્ક ખાતા અને ક્રેડિટ કાર્ડ્સ વગેરેને મેનેજ કરવામાં સમર્થ છે. આ એપ સાથે જ તમને ઓનલાઇન ધોરણે તમારા ખર્ચ અંગે રિમાઇન્ડર સેટ કરવામાં અને ખર્ચનું વિભાજન કરવામાં સમર્થ બનાવવાની સાથે જ તે તમારા પ્રતિ કલાકની આવકને આધારે તમારે ચૂકવવા પાત્ર થતા કરની ગણતરી પણ કરે છે

આ સુરક્ષિત અને સલામત એપ છે કારણ કે તેમાં બેન્કના સ્તરની સુરક્ષા અને ડેટા ઇન્ક્રિપ્શન રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે કોઇપણ પ્રકારના પાસવર્ડ અને લોગઇન ડિટેઇલ્સ નથી માગતી

 

માયઇલોપ્સ

આ બજેટિંગ એપ તમને તમારા ખર્ચને વિભાગ પાડવાનું અને તમારા ફન્ડને મેનેજ કરવા માટે અલગ એનવેલપ તૈયાર કરવામાં તમારી સહાયતા કરે છે. પાયઇલોપ્સ તમને તમારા બજેટના ચોક્કસ ટકાને પ્રત્યેક એનવેલપને ફાળવવામાં મદદ કરે છે અને તમને એનવેલપ ખાલી થઇ જાય ત્યારે તમને ખર્ચ અટકાવી દેવા માટેનો સંકેત આપે છે

તે બાદ તમે આગામી મહિને ફન્ડ આવે ત્યાં સુધી રાહ જોઇ શકો છો અથવા તો અન્ય એનવેલપમાંથી ફન્ડ ટ્રાન્સફર કરી શકો છો. આ એપ મફત અને પેઇડ એમ બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે. પેઇડ વર્ઝનપણ ડેબ્ટ (ઋણ) મૂલ્યાંકન સેવા, કોચિંગ સત્ર અને સમર્પિત પર્સનલ નાણાકીય કોચ સેવા પૂરી પાડે છે

આમ તમે આ એપ્સની મદદથી ખુબજ સરળતાથી વિભિન્ન લોન અને અન્ય ખર્ચાઓનું નિયમનકરી શકો છો. રિલાયન્સ મની ખાતે, અમે તમામ ક્ષેત્રે સ્પર્ધાત્મક વ્યાજ દર પર લોન ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારી પ્રોડક્ટ વિશે અહીંવધુ જાણકારી મેળવો