અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ભારતમાં એસએમઇ માટે આ ટોચના ઇઆરપી સમાધાનો વિષે જાણો

એન્ટરપ્રાઇઝ રિસોર્સ (ઇઆરપી) સમાધાન હોવાથી વિભિન્ન વિભાગો માટે સોફ્ટવેર મેનેજમેન્ટ મદદ કરવાની સાથે જ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે. પણ એસએમઇ એકમો માટે આ ઇઆરપીનો સૌથી મહત્વનો ફાયદો આ છે કે, તેને જ્યારે અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનામાં સંચાલન ખર્ચમાં ઘટાડો કરવાની ક્ષમતા રહેલી હોય છે

અહીં એસએમઇ એકમો માટે ટોચના ઇઆરપી સમાધાન આપેલા છે જેના વિશે તમારે જાણવું જરૂરી છેઃ

 

માઇક્રોસોફ્ટ ડાઇનેમિક્સ 365

માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સમમાં, માઇક્રોસોફ્ટે સીઆરએમ અને ઇઆરપી સમાધાનોને એક, ક્લાઉડ આધારિત પ્રોડક્ટમાં સાથે આવરી લીધાં છે. તેને વાપરવું સરળ છે અને તે વિભિન્ન પ્રકારના બિઝનેસ ટૂલ્સ જેમ કે સેલ્સ, ગ્રાહક સેવા, પ્રોજેક્ટ સેવા, ફિલ્ડ સેવા અને ઓપરેશન્સ અને ફાઇનાન્સ ધરાવે છે

સેલ્સ ટૂલ સંબંઘોને પર્સનલાઇઝ કરવામાં, ગ્રાહકોની પ્રાધાન્યતાની આગાહી કરવામાં અને વેચાણને વધારવા માટે જાણકારી આપે છે. માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સમાં તમારા સંગઠન માટે સારા લોકોને કામે રાખવા, તેમના વિકાસ માટે અને તેમને જાળવી રાખવા માટે તમારી એચઆર ટીમને સશક્ત બનાવવા માટે ટેલેન્ટ ટૂલ પણ છે

લોજિસ્ટિક્સથી માર્કેટિંગ સુધી, માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ 365 ઉદ્યોગમાં અગ્રણી ઇઆરપી સમાધાન છે જે તમારા બિઝનેસનું સંચાલન અને તેનું નિયમન ખૂબ સરળ બનાવે છે

 

ઇઆરપી નેક્સ્ટ

ચાહે તે વેબસાઇટનું સર્જન કે ડિઝાઇનિંગ હોય કે પછી એકાઉન્ટ અને ટેક્સની ગણતરી હોય, તમારી પાસે ઇઆરપીનેક્સ્ટ હોય તે જરૂરી છે. ઇઆરપીનેક્સ્ટ એ સરળ મેનેજમેન્ટ માટે તૈયાર કરવામાં આવેલું ઇઆરપી સમાધાન છે અને તેમાં વિશેષ સુવિધાઓ અને વિશેષતા છે જે નોંધપાત્ર રીતે તમારી ઉત્પાદકતામાં વધારો કરશે. તે અન્ય સિસ્ટમો સાથે ઊચ્ચ સ્તરની સુસંગતતા ધરાવવાની સાથે જ સમજવામાં સરળ એવું ઇન્ટરફેસ છે

આ સોફ્ટવેર મેટા ડેટા મોડલિંગ ટૂલ્સ ધરાવે છે અને સાથે જ તે મોડલ-વ્યૂ-કન્ટ્રોલર આર્કિટેક્ચર પણ ધરાવે છે, જેના કારણે કસ્ટમ પ્રોગ્રામિંગની જરૂર રહેતી નથી. કર્મચારીનું એપ્રેઇઝલ, ખર્ચ દાવા જમા કરાવવા, સ્ટોક મેનેજમેન્ટ, ટાઇમ-લોગ એન્ટ્રી, બિલ્ટ-ઇન-ટૂ-ડૂ લિસ્ટ ઉત્પાદન પ્લાનિંગ ટૂલ અને રજા અને હાજરીના મેનેજમેન્ટ સહિત તમામ ટૂલ્સ આ ઇઆરપીનેક્સ્ટમાં છે

 

ઓરેકલ ઇઆરપી

ઓરેકલ ઇઆરપી એક ક્લાઉડ આધારિત સમાધાન છે, જે તમામ પ્રકાર અને કદના સંગઠનોને તેમની બિઝનેસ પ્રક્રિયાને ખૂબજ સરળતા અને દક્ષતા સાથે સ્ટ્રીમલાઇન કરવામાં મદદ કરે છે. સરળતા અને માપનીયતાને ધ્યાનમાં રાખીને, આ ઇઆરપીને બિઝનેસના તમામ વિસ્તારો જેવા કે પ્રોડક્ટ લાઇફ સાઇકલ, રિસ્ક મેનેજમેન્ટ, પ્રોજેક્ટ પ્લાનિંગ, રિપોર્ટિંગ અને ફાઇનાન્સ તમામને ઓટોમેટ કરવા માટે ડિઝાઇન કરાયું છે

ક્લાઉડ આધારિત હોવાથી આ સોફ્ટવેર કનેક્ટેડ, મોડર્ન એપ્રોચ ધરાવે છે, જે સ્ટોક મેનેજમેન્ટ, ક્મ્પ્લાયન્સ અને ગર્વનન્સ, પ્રોક્યોરમેન્ટ, પ્લાનિંગ અને એનાલિસિસ અને એકાઉન્ટિંગને લચકદાર અને અનુકૂળ બનાવે છે

 

ટેલી ઇઆરપી 9

એસએમઇ એકમોમાં લોકપ્રિય એવા ઇઆરપી પૈકી એક ટેલી ઇઆરપી 9 છે કારણ કે તે તમારા બિઝનેસના તમામ મહત્વના વિસ્તારો જેવા કે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ, પગારપત્રક નિયમન અને સેલ્સ મેનેજમેન્ટના નિયમનમાં મદદ કરવા માટેની સર્વગ્રાહી ક્ષમતા ધરાવે છે

એક જ ક્લિકમાં સમયસર નાણાકીય રિપોર્ટ બનાવવા ઉપરાંત, ટેલી ઇઆરપી 9 તમને ત્વરિત રીતે કેશ ફ્લો અને ફન્ડ ફ્લોની સ્થિતિ ઉપલબ્ધ કરાવે છે, જેથી કરીને તમે હંમેશા સમયસર ધોરણે સાચો નિર્ણય લઈ શકો

આ સોફ્ટવેર સસ્તું હોવાની સાથે જ, તે ફ્રી ટ્રાયલ પણ ઉપલબ્ધ કરાવે છે અને તે બિઝનેસના વિકાસમાં મદદ કરવામાં ખૂબ જ સરળ અને લચકદાર છે

ઇઆરપી સોફ્ટવેર હોવાથી તમારા બિઝનેસના વિકાસમાં જ ફાયદો નથી મળતો, બલકે તે તમારા કર્મચારીઓ અને ગ્રાહકોને પણ કામમાં અનુકૂળતા આપે છે

જ્યારે મોટાભાગના ટોચના ઇઆરપી સમાધાનો સમાન ટૂલ્સ ઉપલબ્ધ કરાવે છે, ત્યારે, તમારા બિઝનેસ માટે કયું ઇઆરપી સૌથી યોગ્ય છે તે નક્કી કરવા માટે તેમની ફ્રી ટ્રાયલની સેવાનો લાભ લઈ શકો છો